May 03, 2017

જાતિવાદ અને સવર્ણ ઉદાસિનતા : વિજય મકવાણા

હું પ્રથમથી જ આ મંચ પર એ સમજાવતો રહ્યો છું કે, જે સવર્ણો અભણ છે, અજ્ઞાની છે એની સામે મારી લડત નથી..મને ખબર છે નિરક્ષરતાને કારણે, અજ્ઞાનને કારણે સારું-નરસું સમજવાની તેમને સમજણ નથી. એવા સવર્ણો ગમે તેવી ભૂલ કરે માફીને પાત્ર છે..મારી લડત તો સુધારાવાદનો ઢોંગ કરતા દરેક ખૂણાને ચોખ્ખો ચણાક, ઉજળો જાતિવાદની ગંદકીવિહિન દેખાડતા 'સાક્ષર' સવર્ણો સાથે છે..આવા દંભી લોકો સમાનતાની લડતને બ્રેક લગાવે છે..હું સવર્ણ બુદ્ધીજીવીઓને જાતિવાદ સામે આંખ આડા કાન કરતાં જોઇ રહ્યો છું..એમને મારી સલાહ છે..જાતિવાદ હાલના સમયમાં પણ હયાત છે. સમાજમાં ઉંડે સુધી તેના મૂળિયાં પ્રસરી ગયેલાં છે. તેઓ એ બાબતનો સ્વીકાર કરે. તેઓ જાતિવાદના શિકાર લોકો સાથે મળી ખભેખભો મેળવી, પોતાનું સમાનતાની લડતમાં યોગદાન આપે. જાતિવાદની ઉપેક્ષા કરવાથી જાતિવાદ ખતમ ન થઇ શકે..આ સીધી વાત છે..
જાતિવિહિન સમાજ રચના માટેની સામાજિક લડતમાં સવર્ણોનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે..માત્ર ઉપેક્ષિત દલિતો તેમની મુક્તિ માટે લડાઇ લડશે તો તે 'બળવો' કહેવાશે...સવર્ણો અને દલિતો સાથે મળી જાતિવાદ સામે લડાઇ કરશે તો 'સામાજીક નવનિર્માણ' કહેવાશે. આથી વધુ સરળ કોઇ નહી સમજાવી શકે તમને...
-વિજય મકવાણા






Facebook Post : -

No comments:

Post a Comment