શું તમને ખબર છે........?
આપણી પાસે અણું-પરમાણું બોમ્બ કરતાય અનેક ગણી તાકાત ધરાવતો એક બીજો બોમ્બ છે.......
એ છે વિચાર બોમ્બ......! બાબા સાહેબના વિચાર બોમ્બ....!
અણું ને પરમાણું બોમ્બ ત્રાટકે તો વિનાશ જ વિનાશ સજાઁઈ જાય.. પણ આપણો બાબા
સાહેબનો વિચાર બોમ્બ ત્રાટકે તો વિનાશ અને નિમાઁણ એમ બન્ને ક્રિયા એક સાથે
થાય..
પણ એ વાતનો અફસોસ છે કે આપણા સમાજ પાસે આવા બાબા સાહેબના
અસંખ્ય વિચાર બોમ્બ વણ વપરાયા પડી રહ્યા છે... કદાચ મોટા ભાગના લોકો આ
વિચાર બોમ્બ વિશે જાણતા પણ નહી હોય...
કારણ હજી સુધી કોઈએ આ વિચાર
બોમ્બની વાટને આગ ચાંપી જ નથી.. પણ એ વાત ચોક્કસ છાતી ઠોકીને કહું છું...
કે જે દિવસે આ વિચાર બોમ્બની વાટને આગ ચાંપવામાં આવશે. તે દિવસે એવડો મોટો
વિસ્ફોટ થશે.. અને પ્રલય થશે જેમાં તમામ પાખંડી વિચારધારાઓ... પરંપરાઓનો
વિનાશ થઈ જશે.... અને એક સમાજનું નવનિમાઁણ થશે.....
આ વિચાર બોમ્બ એટલે ડો.બાબા સાહેબ આંબેડકરના પુસ્તકો....
બાબા સાહેબના પુસ્તકોના એક એક શબ્દમાં હજાર હજાર પરમાણું બોમ્બની તાકાત
છે... પરંતુ દુખની વાત એ છે કે પછાત સમાજનાં લોકોએ હજીય બાબા સાહેબ વિશે
જોઈયે તેટલું વાંચન કયુઁ જ નથી...
જે દિવસથી પછાત સમાજના લોકો અને
તેમાંય ખાસ યુવાનો અને યુવતીઓ બાબા સાહેબને વાંચવાનું શરૂ કરશે.. ત્યારે
વાંચનારના મનમાં વિચારોના વિસ્ફોટો થશે......પાખંડી વિચારધારાનો વિનાશ થઈ
જશે...અને નવા સમાજનું નિમાઁણ થશે.....
બાબા સાહેબ કદાચ આ વાત પહેલાથી જાણતા હતા એટલે તબિયતની પરવા કયાઁ વિના સમૃધ્ધ સાહિત્યનો વારસો મુકતા ગયા...
એકવાર ખરાબ તબિયત છતાં લેખનકાયઁમાં વ્યસ્ત બાબા સાહેબને તેમનાં સહાયક
નાનકચંદ રત્તુએ પુછી લીધું.... બાબા સાહેબ... આટલી મહેનત શા માટે...?
બાબા સાહેબે જવાબ આપતા કહ્યું હતુ.... '' નાનકચંદ... મારી ગેરહાજરીમાં મારા પુસ્તકો જ મારા સમાજને રાહ ચીંધશે...''
મિત્રો... પછાત સમાજના દરેક લોકો.... ખાસ તો યુવાન અને યુવતીઓને મારી નમ્ર વિનંતી છે.. કે બાબા સાહેબનું એકવાર અવશ્ય વાંચન કરો....
આપણાં સમાજના સંગઠનોને પણ અપિલ છે કે બાબા સાહેબના પુસ્તકો સરળતાથી મળી રહે તે દિશામાં થોડુંક આયોજન કરીએ.
મિત્રો... બાબા સાહેબના પુસ્તકરૂપી વિચાર બોમ્બ તૈયાર પડ્યા છે.. તમારે બસ
તેને વાંચવાનું શરૂ કરી માત્ર વાટને આગ જ ચાંપવાની છે.... બોમ્બ ફુટવાનું
કાઉન્ટડાઉન શરૂ થઈ જશે...
- જિગર શ્યામલનનાં જયભીમ.................................
Facebook Post :-
No comments:
Post a Comment