May 03, 2017

ઇતિહાસના વિદ્યાર્થીઓ માટે જાણવા જેવા તથ્યો : વિજય મકવાણા

માનવજાતના વિકાસમાં ક્રમશ: પાષાણયુગ, તામ્ર-કાંસ્ય યુગ, લોહયુગ આવે છે. તમને સવાલ થવો વાજબી છે કે લોખંડ પૃથ્વી પર બધી જગાએ સુલભ છે છતાંય કેમ તાંબા અને કાંસાની શોધ લોખંડ પહેલાં થઇ..? એનું કારણ છે દોસ્તો! તાંબુ અને જસત પૃથ્વીનાં ઉપલા પડમાં મળી આવે છે. પૃથ્વીના ઉપલા પડમાં મળી આવતાં ખનિજોને નિસ્યંદન કરતી ભઠ્ઠીમાં 700 થી 800 c° તાપમાને ગરમ કરો તો તાંબુ અને જસત સરળતાથી પ્રાપ્ત થાય છે. પ્રાચિન સમયમાં ઉર્જા પેદા કરવા માટે જરુરી બળતણ લાકડું હતું. જેનાથી 700 થી 800 c° તાપમાન સરળતાથી પ્રાપ્ત થતું હતું. જમીનમાં ત્રીજા પડળમાં વધું તાપમાન પેદા કરતો કોલસો મળી આવતાં નિસ્યંદન ભઠ્ઠીમાં 2000  c° તાપમાન પ્રાપ્ત થતાં લોખંડની શોધ થઇ. કેમકે, લોખંડ 2000  c° આસપાસના તાપમાને જ પ્રાપ્ત થાય છે. લોખંડની શોધ થતાં જ શસ્ત્રયુગની શરુઆત થઇ. વિશાળ સૈન્યો ઉભા થયાં. લડાઇઓની શરુઆત થઇ. તમામ ઇતિહાસકારો કહે છે વૈદિકયુગ એ લોહયુગનો સમાંતર યુગ છે. હડપ્પા-મોહંજોદડો એ તામ્રયુગના નગરો છે. બૌદ્ધસ્તુપનું ઉત્ખનન કરતાં મળી આવેલાં નગરો છે!બાકીની કલ્પના તમે કરો! તમે કરો તર્ક..!
- વિજય મકવાણા




Facebook Post : -

No comments:

Post a Comment