સોશ્યલ મિડીયા પર તમારે કેટલીક ચર્ચામાં હિસ્સો ન લેવો. અને કેટલીક માહિતી શેયર ન કરવી પછી ભલે તે તમારા ફાયદામાં હોય. જે ચર્ચા અને માહિતીથી સામાજિક જાગરણ થવાનું હોય તેને પ્રથમ પ્રાધાન્યતા આપવી. આંદોલનને નુકસાન થતું હોય તેવા કન્ટેન્ટને હાથ ન લગાડવો. જે તમારી વિચારધારા બહારનો કન્ટેન્ટ છે તે તમામ કન્ટેન્ટને તેની મૂળ જગા પર જેમનો તેમ રહેવા દેવો તેને જવાબ તમારી જગ્યા પર તમારા વિચારથી આપો. દરેક શબ્દને યોગ્ય જગાએ વિચારીને તોળી તોળીને મુકવો કેમ કે, વિચાર અસ્ફુટ રહેશે તો ઘણી ગેરસમજ પેદા થશે. દરેક ઘટના પર તરત પ્રતિક્રિયા વ્યક્ત ન કરવી. કેમકે, લોકતંત્ર, રાજનીતિ, સમાજજીવન અને અર્થતંત્ર આ ક્ષેત્રોની ઘટનાઓમાં ઘણી બધી બાબતોની જુદી જુદી અસરો જોવા મળતી હોય છે. તમે પ્રતિક્રિયા આપેલ ઘટના તે કારણોસર ન પણ ઘટી હોય. આંબેડકરવાદી હોવાનો મતલબ છે સ્વયંથી પણ સાવધ રહેવું! અપ્પો દિપો ભવ!
-વિજય મકવાણા
Facebook Post : -
No comments:
Post a Comment