માનવના હિંસા, પ્રેમ, ઘૃણાથી ભરેલાં ગુણ તથા તેનો સુરક્ષાત્મક, સામ્રાજ્યવાદી સ્વભાવ, પોતાની જેવા જ ધર્મ, સંસ્કૃતિ, જીવનધોરણ જીવતા લોકો સાથે રહેવાની પ્રવૃતિ જેવા તમામ વ્યવહારો કોઇ ધર્મ કે વ્યવસ્થાને કારણે નહી પરંતુ તે તમામ ગુણ, સ્વભાવ, પ્રવૃતી માનવ મનોવિજ્ઞાનમાં સામેલ છે.
જો માનવના વ્યવહારને નાસ્તિક-આસ્તિક, અધાર્મિક-ધાર્મિક જેવા શબ્દોમાં કે બીજી કોઇ નવી વ્યાખ્યામાં સીમિત કરી દેવામાં આવે તો માનવનો વ્યવહાર તે બધી નવી વ્યાખ્યાને દૂષિત કરી નાખશે કેમ કે, છેવટે માનવ આનુવંશીકતા અને વાતાવરણ અનુસાર જ મનોવૈજ્ઞાનિક તરીકાઓ મુજબ જ વ્યવહાર કરવાનો! એટલે જ નૈતિકતાને આવી બધી તકલાદી વ્યાખ્યાઓમાં ન બાંધી શકાય.
અને બીજી વાત નાસ્તિક-આસ્તિક જેવા શબ્દો ભવિષ્યમાં નથી રહેવાના કેમ કે, ભાષાઓ, સંસ્કૃતિઓ, સભ્યતાઓ, જીવનધોરણની પણ એક ચોક્કસ ઉંમર હોય છે. ભાષાઓ મરતી રહે છે. સંસ્કૃતિઓ કાળના ગર્તામાં વિરામ પામતી રહે છે. સભ્યતાઓ આજે છે તેવી ક્યારેય નથી રહેવાની અને જીવનધોરણ તો સમયાનુસાર પોતાના સ્વરુપો બદલ્યાં કરે છે!!
જય ભીમ દોસ્તો!
-વિજય મકવાણા
Facebook Link :-
No comments:
Post a Comment