May 03, 2017

શ્રેષ્ઠ હોય તે શાસન કરે માટે શ્રેષ્ઠ બનો : વિજય મકવાણા

તેઓ રામાયણની ચોપાઇઓ, હનુમાન ચાલીસા, ગાયત્રીમંત્ર, ગીતા પાઠ, શિવસ્ત્રોતમ, હજાર વ્રતકથાઓ, સોળ સંસ્કારની વિધીઓ, ભગવદ કથાઓ, પુરાણ કથાઓ..વિગેરે વિગેરે સાહિત્ય કંઠસ્થ કરીને બેઠા છે. તમે કોઇ મુર્ખ દેખાતા પંડિતને ગમે ત્યારે અચાનક આ સિલેબસમાંથી કોઇ સવાલ પૂછી જુઓ પરફેક્ટ જવાબ આપશે! એ જવાબ આપી શકે છે કેમ કે તે બધું તેમના પૂર્વજોએ તેમના ભલા માટે લખેલું છે. અને તેઓ તેમના પૂર્વજોને પુષ્કળ ચાહે છે. તેમના માટે ગર્વ લે છે.
તમારામાંથી કેટલાંને ધમ્મપદ, ત્રિપિટકો, જાતક કથાઓ, બુદ્ધ અને તેમનો ધમ્મ, કબીર સાહિત્ય, રૈદાસ સાહિત્ય, તુકારામના અભંગો, પેરિયારની સચ્ચી રામાયણ,  બાબા સાહેબની 22 પ્રતિજ્ઞા, તેમના 22 વોલ્યુમ, ભાષણો, વિગેરે સાહિત્યનો સિલેબસ યાદ છે?? જો તમને આમાંથી કશુંય યાદ રાખવાની ઇચ્છા જ ન હોય તો તેઓ તમારા કરતાં શ્રેષ્ઠ છે. અને શ્રેષ્ઠ હોય તે શાસન કરે! તમે એમને પોતાની જાતને શ્રેષ્ઠ કહેતા અટકાવી ન શકો!
-વિજય મકવાણા



Facebook Post : -

No comments:

Post a Comment