હું તમને હંમેશા કહું છું કે, અઢી હજાર વર્ષ પછી લખવાનો મોકો મળ્યો છે. અક્ષરો સાથે મુલાકાત થઇ છે. શબ્દો સાથે તાજો સંબંધ બંધાયો છે. તમે લખજો, તમારી કલમને પ્રેમ કરજો.. તમે લખશો તો જ તમારી આઝાદી સલામત રહેશે..તમે લખશો તો જ તમારી નવી પેઢી તમને યાદ કરશે.
જુઓ તમે રૈદાસ, કબીર, મેઘમાયા, મેઘવંશ, ઝલકારી, માતાદીન, બિરસા, ઉધમસિંહ, ભીમા કોરેગાંવ, જલિયાવાલા, સિંધુ સંસ્કૃતિ, મૂળનિવાસી સંસ્કૃતિ, વિગેરેનો ઇતિહાસ ખોદી લાવ્યાં સંદર્ભો સાથે લખ્યો..સાથે દલિલો કરી કે, મેઇન સ્ટ્રીમના ઇતિહાસકારો દલિતોના ઇતિહાસની અવગણના કરે છે. સોશ્યલ મિડીયા પર દરેક સંદર્ભમાં જાતિવાદ શોધ્યો અને બૂમરાણ મચાવ્યું!
28 ડીસેમ્બર થી 30 ડીસેમ્બર સુધી 'ભારતીય ઇતિહાસ કોંગ્રેસ' નું 77મું વાર્ષિક અધિવેશન હતું. દેશ-વિદેશના હજારો ઇતિહાસકારો એકઠાં થયાં. રાષ્ટ્રપતિએ અધિવેશનને ખુલ્લું મુક્યુ. વાય.ચિન્નારાવ નામના પ્રસિદ્ધ ઇતિહાસકારના પ્રયત્નોથી સ્થાપનાના 77 વર્ષ બાદ ભારતીય ઇતિહાસ કોંગ્રેસે કબૂલ્યું કે, હા! દલિત ઇતિહાસ કોરાણે મુકવામાં આવ્યો છે. ભારતીય ઇતિહાસ કોંગ્રેસે નિર્ણય લીધો કે..29 ડીસેમ્બરના દિવસનું પૂરું સત્ર માત્ર દલિત ઇતિહાસનું! અને આ પ્રથા કાયમ રહેશે! ભારતભરમાંથી આવેલાં 100 જેટલાં દલિત ઇતિહાસકારોએ 150 જેટલાં શોધપત્રો રજૂ કર્યાં! હવે ભારતીય ઇતિહાસ કોંગ્રેસ દલિત ઇતિહાસ બહાર લાવવા પ્રયત્ન કરશે!
આ ખુશખબરમાં તમારો પણ ફાળો છે. કારણ કે, તમે પણ લખો, શોધો, પોસ્ટ કરો છો. સમ્યક શુભકામના સાથે..જય આંબેડકર!
-વિજય મકવાણા
Facebook Post : -
No comments:
Post a Comment