May 03, 2017

શોષણની એ તમામ વ્યવસ્થા ખતમ થવી જોઇએ જે માનવ માનવ વચ્ચેના પરસ્પરના સ્નેહને ખતમ કરે : વિજય મકવાણા

દસ-બાર દલિત યુવકો ભેગાં થઇને કોઇ એકલ-દોકલ લાચાર સવર્ણ દબંગ યુવકને પીટતાં હોય, છાણ-મુતરનો ટેસ્ટ લેવરાવતા હોય, શર્ટ-પેન્ટ ઉતારી બેઇજ્જત કરતાં હોય, ચામડાંના પટ્ટા વડે માર મારી પગના તળીયાં ચાટવાં મજબૂર કરતાં હોય. પછી જમીન પર સુવડાવી મુછે તાવ દેતાં વીડીઓમાં પોઝ આપતાં હોય. તેવો કોઇ વીડીઓ જોયો છે? નથી જોયો ને?
જ્યારે દલિતોમાં આવી વિકૃત માનસિકતા પગપેસારો કરશે. હજારો આવા ઘૃણાજનક વીડીઓ સોશ્યલ મિડીયા પર વાયરલ બની ફરતાં થશે. નિચે કોમેન્ટ બોક્સમાં હજારો કોમેન્ટમાં 'જય ભીમ' 'મારો સાલ્લાંઓને' 'બદલો લો' તેમ લોકો લખી રહ્યાં હશે ત્યારે..તે સમયે..
હું વિજય મકવાણા તે સવર્ણ યુવકના પક્ષમાં લડતો હોઇશ. ત્યારે હું સામા વહેણમાં તરતો હોઇશ. કેમકે મને વૈચારિક અમિરાતનો ડોળ કરી લોકોની અમસ્તી વાહ વાહી લુંટવામા રસ નથી. મને માત્ર સામાજિક ન્યાયમાં રસ છે. હું અહીં સામાજિક અન્યાયની દરેક સંભાવના પર ધ્યાન દોરવા માંગુ છું અને શોષણની એ તમામ વ્યવસ્થાને ખતમ કરવા માંગુ છું જે માનવ-માનવ વચ્ચેના પરસ્પરના સ્નેહને ખતમ કરે છે.
મારું કામ આંબેડકર,પેરિયાર,કબીર,સાવિત્રીબાઇ ફુલે, જ્યોતિબા ફુલે,શાહુજી મહારાજ,ગાડગે મહારાજ, રૈદાસ,ફાતિમા શેખ,લિંકન,રેનન,માર્કસ, લેનીન, કેન સારોવિવા,એન્ટોનિઆ ગ્રામ્શી, માઓત્સે તુંગ, માર્ટીન લ્યુથર ના સમતાવાદી વિચારોના પ્રચાર પ્રસારથી દબાયેલાં કચડાયેલાં શોષિત સમાજમાં શૈક્ષણિક જાગૃતિ તથા વૈચારિક સામાજીક આંદોલન નિર્માણ કરવાનું છે. ઉન્માદ ફેલાવવાનું નહી!
-વિજય મકવાણા



Facebook post : -

No comments:

Post a Comment