May 03, 2017

એ ભ્રમમાં ન રહેવું કે તમામ મહિલા શુદ્ર હોય છે મહિલાઓ બ્રાહ્મણ પણ હોય છે : વિજય મકવાણા

1927ની સાલમાં મદ્રાસ રાજ્યમાં એક ઠરાવ પસાર કરી સરકારી મેડીકલ-ઇજનેરી કોલેજોમાં પછાત જાતિઓને પ્રતિનિધિત્વ આપવામાં આવેલું. ભારતીય સંવિધાન લાગુ થયા પછી ''મદ્રાસ રાજ્ય વિરુદ્ધ ચંપકમ દોરાઇજન'' ના કેસમાં એક બ્રાહ્મણ મહિલાએ આ ઠરાવ સામે કેસ કર્યો. અને પોતાની અરજીમાં લખ્યું કે આ ઠરાવ ભારતીય સંવિધાનના અનુચ્છેદ 16(2) મુજબ સમતાના અધિકારનો ભંગ કરે છે. મદ્રાસ હાઇકોર્ટે તેની વાત સ્વીકારી. સમતાના અધિકારનું ઉલ્લંઘન માની તે ઠરાવને રદ કરી દીધો. મામલો સુપ્રિમકોર્ટમાં ગયો માનનીય ઉચ્ચન્યાયાલયે તે ચુકાદો યોગ્ય ગણાવી. ઠરાવને રદ કરવા આદેશ કર્યો. સુપ્રિમના આ ચૂકાદાને રદ કરવા પ્રભાવવિહીન કરવા પંડિત જવાહરલાલ નહેરુંએ સંવિધાનનું પ્રથમ સંવિધાન સંશોધન બીલ રજૂ કર્યું. ડો. આંબેડકરે આ બીલની તરફેણમાં જોરદાર અપીલ તેમજ દલીલો કરી. પરંતુ જનસંઘના શ્યામાપ્રસાદ મુખર્જીએ તેનો જબરદસ્ત વિરોધ કર્યો! પરંતુ બાબાસાહેબ જીત્યાં. બીલ પાસ થયું. પ્રતિનિધિત્વના અધિકાર પર આવેલો પ્રથમ અવરોધ દૂર થઇ ગયો. આ ઇતિહાસને જાણવો એટલા માટે જરુરી છે કે, જનસંઘ આજે વર્તમાનમાં ભાજપા છે. તે શરુઆતથી જ પછાતવર્ગ વિરોધી પક્ષ છે. અને ધ્યાન પર લેવા જેવી બાબત એ છે કે, અનામતનો વિરોધ કરી કોર્ટમાં ચેલેન્જ કરવાવાળી મહિલા બ્રાહ્મણ હતી. એટલે એ ભ્રમમાં ન રહેવું કે તમામ મહિલા શુદ્ર હોય છે. મહિલાઓ બ્રાહ્મણ પણ હોય છે. જ્યારે 50% મહિલા અનામતની વાત નિકળે તો એ યાદ રાખવું કે, શુદ્ર મહિલાનો હિસ્સો કોઇ સવર્ણ મહિલા તડફડાવી ન જાય!
-વિજય મકવાણા



Facebook Post : -

No comments:

Post a Comment