પાકિસ્તાન વિ. ભારત એ માત્ર કોરી કલ્પના છે. બન્ને એકજ પાટા પર સમાંતર ચાલી રહ્યાં છે.
પાકિસ્તાન ના એક ગવર્નર સલમાન તાસિર ઇશ નિંદાની આરોપી આસિયાબીબીને માત્ર મળવા જાય છે. કટ્ટરવાદીઓ સલમાનની બેરહમીથી હત્યા કરી નાખે છે. લોકો ત્યાં પણ ખામોશ છે.
મલાલા ત્યાં પણ દેશની પરિક્રમા કરે છે. લોકો મૌન છે.
અહીં દાભોલકર, પાનસરે, કાલબુર્ગીને ગમે ત્યારે રહેંસી નખાય છે. કોઇ શોર નથી..
સોની સોરી અહીં પણ કૈદ છે. લોકો નો અવાજ પણ નથી નિકળતો..
પાકિસ્તાન શાંતિ, સમાનતા, હક્ક-અધિકાર, બંધુતાનો માપદંડ નથી. પાકિસ્તાન તો જે લોકો ડરી ગયા છે તે ફરી માથું ન ઉંચકે તે માટેનું સબળ શસ્ત્ર છે. પાકિસ્તાન ભારતીય નરકનો અરીસો છે.
કેટલીક સરકારો જનતાના દિલો પર રાજ કરે છે. તે શાસન વ્યવસ્થા વડે જનતામાં સુસંસ્કારો પેદા કરે છે. કેટલીક સરકારો ફક્ત લોકો પર શાસન કરે છે. તે ફક્ત વૈમનસ્ય, વેરના બીજ રોપે છે. અને લોહીની ખેતી કરે છે. જનતા ના મનોવિજ્ઞાન અને સરકાર વચ્ચેના સંબધો વિશે વિસ્તૃત અભ્યાસ થવો જોઇએ. કેટલાંક શાસકોને દુનિયા આજે પણ ગૌરવપૂર્વક યાદ કરે છે. તેઓ જે આપી ગયાં છે તે આજ પણ જીવીત છે. કાળના ગર્તામાં બધું ડૂબી નથી જતું..સત્ય જેટલું તરલ કશું નથી..
-વિજય મકવાણા
Facebook Post :-
No comments:
Post a Comment