સાંભળી લે!
આ પહેલાં પણ
હું હજારોવાર
કતલ થયો છું.
ક્યારેક
તીક્ષ્ણ ખંજરોના વારથી
કદીક છાતીની
આરપાર
નિકળેલી તલવારથી
મને બેડીઓથી
જકડીને
સદીઓ બાંધી રખાયો છે.
શૂળીઓ પર ટાંગી
જાહેરમાં
પ્રદર્શિત કરાયો છે
યા તો
તેલ છાંટી જીવતો
સળગાવ્યો છે.
આજે પણ
તૂં મને બંદૂકની ગોળીથી
વીંધી નાખશે
એ હું જાણું છું
તેમ છતાંય મને ભરોસો છે કે,
હું
ફરી કોઇ મહેનતકશ
પરસેવાથી તરબતર
મહેંકતા શરીરોના સંસર્ગથી
ગુલામ જાંઘોની વચ્ચે
મુક્તિની ઝંખના સાથે પેદા થઇ જવાનો!
કેમકે
હું ક્રાંતિ છું..
અને ક્રાંતિ અમર રહે છે!
-વિજય મકવાણા 'આદત'
સુરેન્દ્રનગર
Facebook Post :
No comments:
Post a Comment