Showing posts with label death. Show all posts
Showing posts with label death. Show all posts

December 17, 2017

થાનગઢ હત્યાકાંડ ના આરોપી ચીફ ઓફીસર નહીં પણ મુખ્યમંત્રી છે..!!

By Kevalsinh Rathod |  14 December 2017 at 01:18 




ગુજરાત નાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ના આદેશ થી જ્યાં દલિત સમાજ ના ત્રણ-ત્રણ દુધમલ દિકરાઓને એકે47 જેવા ધાતક હથિયારો થી નકલી પોલીસ ગોળીબાર માં બેરહેમી થી મોત ને ઘાટ ઉતારવામાં આવેલા તે ગોઝારા થાનગઢ માં ગત્ તારીખ 11/12/2017 ના દિવસે બે યુવા સફાઈ કામદારો ને પણ સરકારી મોતે મારી નાખવામાં આવ્યા.

બનાવ ની હકિકત એવી છે કે, ગત્ તારીખ 11 ડિસેમ્બરે રાજીવ નગર બાયપાસ ઉપર નગર પાલિકા સમ્પ પાસે ભુગર્ભ ગટર બંધ થઈ ગયેલ જે સાફ કરવા માટે ચીફ ઓફીસરે સફાઈ કામદારો ના મુકાદમ ગેલાભાઈ સોઢા ને હુકમ કરતાં તેઓએ તેમની નીચે કામ કરતા મોહિત નાથાભાઈ સોલંકી તથા દિપક દિનેશભાઈ સોઢા સાથે ભુગર્ભ ગટર કરવા ગયેલ.

સફાઈ કામદારો ના મુકાદમ ગેલાભાઈ સોઢા એ નગરપાલિકા ના ચીફ ઓફીસર ચૌહાણ ભાઈ પાસે સફાઈ કામ વખતે નાં સલામતી ના સાધનો માગેલા પણ નગરપાલિકા પાસે સાધનો ન હોવાથી ચીફ ઓફીસરે સાધનો ઉપલબ્ધ નથી તેવું કહી આ માટે ના પાડેલી.

તે પછી, ભુગર્ભ ગટર અંદર જેટીંગ થી નોઝલ નાખી મોહિત નાથાભાઈ સોલંકી ગટર સાફ કરતા હતા તે દરમિયાન અચાનક ભુગર્ભ ગટર નો ગેસ છુંટતા તેને લાગી જતા તેણે શરીર નું સમતોલન ગુમાવેલ જેને પકડવા તેની પાછળ ઉભેલા દિપક દિનેશભાઈ સોઢા પણ ગટર માં પડી ગયેલ.

બંને જણ ને ગટર નો ઝેરી ગેસ લાગી ગયેલ, તરત જ તેમના મુકાદમ ગેલાભાઈ અને ડ્રાઈવર પંકજભાઈ એ બંને ને બહાર કાઢેલા અને 108 એમ્બ્યુલન્સ ના માધ્યમ થી થાનગઢ ની સરકારી હોસ્પીટલ પંહોચાડેલા, જ્યાં બંને ને મૃત જાહેર કરવામાં આવેલા.

આ બંને યુવાનો ની ઉંમર 26-26 વર્ષ હતી અને દુઃખ ની વાત તો એ હતી કે આ બેઉ ફક્ત રુપિયા 250/- ની મજુરી થી રોજમદાર તરીકે સફાઈ કામદાર નું કામ કરતા હતા.

આ બાબતે થાનગઢ ના તમામ સામાજીક કાર્યકર્તાઓ અને સફાઈ કામદારોએ ભેગા મળી બંને યુવકો ના મૃત્યુ પાછળ જવાબદારો સામે પગલાં લેવા ની માંગણી કરી અને લાશ સ્વીકારવાની ના પાડી.

અંતે પોલીસ ઈન્સપેકટર એમ.જી.ડામોરે થાનગઢ નગર પાલિકા ના ચીફ ઓફીસર અને આરોપી બી.સી.ચૌહાણ વિરુધ્ધ IPC 304, 336, 337, 114 તથા મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ 2013 (માનવ મળ વાળી ગટર સાફ કરવાનો કાયદો 2013) ની કલમ 5, 6, 7, 8, 9 તથા એટ્રોસીટી એમેન્ડમેન્ટ એક્ટ 2015 ની કલમ 3(1)(j), 3(2)(7) મુજબ ગુનો દાખલ કર્યો છે.

પણ હકિકતે જોઈએ તો, આ નિર્દોષ સફાઈ કામદારો ના મોત પાછળ જવાબદાર આ ચીફ ઓફીસર નહીં પણ રાજ્ય નાં મુખ્યમંત્રી છે.

રાજ્ય માં છેલ્લા પાંચ વર્ષ માં કુલ 200 થી વધુ સફાઈ કામદારો નાં આ જ રીતે ભુગર્ભ ગટર માં ગુંગળાવાથી અથવા ઝેરી ગેસ ના કારણે મોત થયા છે.

સુપ્રિમ કોર્ટ ની સફાઈ કામદારો વિશે ની ગાઈડલાઈન તથા માનવ મળ વાળી ગટર સાફ કરવાના કાયદા નું રાજ્ય સરકાર એક ટકા પણ પાલન નથી કરતી, અને આના માટે રાજ્ય નાં મુખ્યમંત્રી સીધા જ જવાબદાર છે. આરોપી મુખ્યમંત્રી પર કાયદાકીય પગલાં લેવાવા જ જોઈએ તો અને તો જ આ સરકારી હત્યાઓ બંધ થશે.

આજે અમે તથા અમારી ટીમ સામાજીક એકતા અને જાગૃતિ મિશન ના સાથીઓ તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર સંધ નાં સંયોજક રાજેશ સોલંકી અને બીજા મિત્રો એ થાનગઢ ની મુલાકાત લઈ અને પિડીત પરીવારો ને સાંત્વના આપી.

અમારી સાથે થાનગઢ હત્યાકાંડ નાં શહિદ મેહુલ, પંકજ તથા પ્રકાશ નાં પરીવારજનો સહિત ઘણાં બધા સામાજીક કાર્યકર્તાઓ તથા બહેનો જોડાઈ હતી.

ધટના સ્થળે થી તમામ લોકો ની વચ્ચે જ ગુજરાત રાજ્ય નાં મુખ્ય સચિવ ડૉ. સિંઘ ને લાઉડસ્પીકર થી આ આખી ધટના થી માહિતગાર કર્યા તેમજ જેમ બને તેમ ઝડપ થી આ પરીવાર ને ન્યાય મળે તે માટે રજુઆત કરેલી જેથી મુખ્યસચિવે સુરેન્દ્રનગર ના જિલ્લા કલેકટર આ પિડીતો ની મુલાકાત લઈ એમને આર્થિક અને કાનુની મદદ કરે તે બાબતે અમોને આશ્વાસન આપેલું.

અનુસુચિત જાતિ નિયામક કે.ડી.કાપડીયા ને પણ ત્યાંથી જ ટેલિફોનિક વાત કરી અનસુચિત જાતિ અત્યાચાર નિવારણ ધારા અંતર્ગત પિડીતો ને આર્થિક સહાય ની તાત્કાલિક ચુકવણી તથા ભંગી જાતિ નાં તમામ 120 સફાઈ કામદાર પરીવાર ને સફાઈ કામદાર આવાસ યોજના અંતર્ગત મકાન સહાય ચુકવવા બાબતે પણ રજુઆત કરેલ હતી.

મૃતકો ના ધરે આજે ખુબ મોટી સંખ્યા માં લોકો હાજર રહ્યા હતા, અમારી હાજરી ની જાણ થતાં થાનગઢ નાં પોલીસ ઈન્સપેકટર એમ.જી.ડામોર પણ તુરંત પિડીતો ના ધરે દોડી આવેલ હતા અને તેમણે મૃતક ના પરીવાર ને તમામ કાયદાકિય મદદ કરવાની ખાત્રી આપેલી હતી.








હાજર તમામ લોકો એક સાથે એક સુર માં કહેતા હતા કે આ કેસ ના આરોપી ગુજરાત ના મુખ્યમંત્રી છે અને એફઆરઆઈ માં તેમનું નામ આરોપી તરીકે આવવું જોઈએ.

ઉપસ્થિત તમામ લોકો એ પિડીતો ને ન્યાય નહીં મળે ત્યાં સુધી સફાઈ કામ બંધ કરી આંદોલન માં જોડાવાનો પણ સંકલ્પ કર્યો છે.

ગુજરાત નાં તમામ માનવતાવાદી મિડીયાકર્મીઓને વિનંતી છે કે, સફાઈ કામદારો ના હક્ક ની લડાઈ ને વાચા આપવા માટે મદદ કરો.

આ લડાઈ સત્તા કે સંપત્તિ માટે ની નહીં પણ આત્મસમ્માન અને સ્વાભિમાન માટે ની લડાઈ છે..!!

આપનો મિશનસાથી
- કેવલસિંહ રાઠોડ

August 17, 2017

गुजरात मे पिटाई से बुरी तरह घायल दलित युवक की मौत

By News Desk || 17 Aug 2017 || 09:00 PM

પ્રેસનોટ 

*વડગામ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં. ૪૨/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૦૨, ૩૪૨,૩૩૧, ૨૦૧, ૧૨૦(બી)  તથા એટ્રોસીટી એકટ કલમ ૩(૨) (૫)  મુજબના બનેલ દુખદ બનાવને શ્રી નીરજ કુમાર બડગૂજર પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા પાલનપુરનાઓએ ગંભીરતાથી લઇ તાત્કાલીક ગુનો દાખલ કરાવી એલ.સી. બી. તથા એસ.ઓ.જી.અને પરોલ ફર્લો સ્કોડની ટીમોનું ગઠન કરી તાત્કાલીક રાતોરાત ગુનાના ૭ આરોપીઓ પકડી પાડી આ ગુનાના સંબધે વાયરલ થયેલ વિડીયો આધારે ફલીત થયેલ અન્ય આરોપી મળી કુલ ૧૪ આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી પાડતી બનાસકાંઠા જિલ્લા પોલીસ*

ધટનાક્રમની વિગતો:-
         વરવાડીયા ગામના કનુભાઇ વશરામભાઇ પરમાર તે તેના કુટુંબમા થતી પીતરાઇ બહેન નામે પાયલબેન ભલાભાઇ પરમાર બન્ને જણા નાસી ગયેલ હતા અને વરવાડીયા ગામના લોકો કિરણભાઇ માંનાભાઇ પરમાર રહે. ડાલવાણા તા. વડગામવાળા ઉપર શક હોય તેઓ કીરણભાઇને શોધતા હતા અને કિરણભાઇ તા.૧૪/૮/૧૭ના સાંજના સવા છ વાગ્યાની પાલનપુર સુરત બસ વાયા વડગામ-પીલુચાથી જતી હોઇ તે બસમા પીલુચાથી કીરણભાઇ સુરત જવાનો છે તેવી ખબર આરોપી રમેશભાઇ વસાભાઇ પરમાર રહે. વરવાડીયા વાળાને પડતા તેણે વરવાડીયા ગામે આવી તેના કુટુંબના માણસોને એકઠા કરેલા અને તેઓને જણાવેલ કે કનુ અને પાયલ ભાગી ગયા છે તે બાબત ડાલવાણાનો કીરણ માનાભાઇ પરમાર જાણે છે જેથી તેને બરાબર મેથીપાક આપો તો સાચુ બોલી જશે અને હાલ તે પાલનપુર સુરત બસમા સુરત બાજુ જાય છે ત્યારબાદ તેમણે વડગામની એક પ્રાઇવેટ ગાડી ટવેરા જીપ ગાડીનં. જીજે ૦૯ એઇ ૩૩૨૫ની ભાડાથી કરેલ તે ગાડીમા (૧) રમેશભાઇ વસાભાઇ પરમાર (૨) તળશીભાઇ જીવાભાઇ પરમાર (૩) બાબુભાઇ સવાભાઇ પરમાર (૪) ઇશ્વરભાઇ ભીખાભાઇ પરમાર (૫) અશોકભાઇ વાસ્તાભાઇ પરમાર (૬) રમેશભાઇ ધરમાભાઇ પરમાર (૭) વીરાભાઇ અમરાભાઇ પરમાર (૮) અમુમીયા પહાડખાન લોહાણી (જાગીર દાર) તમામ રહેવાસી વરવાડીયા તા. વડગામવાળાઓ તા.૧૪/૮/૧૭ રાત્રે સાડા દસેક વાગ્યાના સુમારે પાલનપુર સુરત બસનો પીછો કરતા રવાના થયેલ અને સાથેના અમુમીયા પહાડખાન લોહાણીએ રસ્તામા પાલનપુર સુરત બસનો નંબર વડોદરા મુકામે તેના મિત્ર આરોપી (૯)નયનભાઇ રવાભાઇ રબારીને ફોન કરી આપી કીરણભાઇ માનાભાઇ પરમારને બસમાંથી ઉતારી મેથીપાક આપવાનું કહેલ જેથી આરોપી નયનભાઇ રબારીએ તેના મિત્રો આરોપી (૧૦) વિજયસિહ ધુડાભાઇ પઢીયાર રહે.વડોદરા (૧૧) વિષ્ણુભાઇ મફાભાઇ રબારી રહે. વસ્રાપુર અમદાવાદ (૧૨) ઉમંગભાઇ રધુભાઇ રબારી રહે ધાટલોડીયા અમદાવાદ (૧૩) મુકેશભાઇ વેરશીભાઇ રબારી રહે વસ્રાપુર અમદાવાદ (૧૪) વિશ્વાસભાઇ હવાભાઇ રબારી રહે જીનેશ્વર સોસાયટી ઘાટલોડીયા અમદાવાદનાઓની મદદથી  મકરપુરા બસ સ્ટેન્ડ પર કીરણભાઇને બસમાંથી ઉતારી આઇ માતા હોટલ ઉપર લઇ ગયેલ અને ત્યાં ઉકત નં. ૧ થી ૮ ના આરોપીઓ પહોચી જઇ કીરણભાઇ માંનાભાઇ પરમારને આરોપીઓએ નાસી ગયેલ પાયલબેન તથા કનુભાઇ કયાં છે તે બતાવ તેમ કરી કબુલાત કરાવવા માટે લાકડાના ધોકા અને ગડદાપાટુનો માર મારી ગંભીર ઇજાઓ કરેલ અને આરોપી વિજયસિહ ધુડાભાઇ પઢીયાર રહે.વડોદરાનાએ તે ઘટનાનો વિડીયો બનાવી વાયરલ કરેલ અને ગંભીર ઇજાઓના કારણે  કીરણભાઇ માંનાભાઇ પરમારનું મોત નિપજતા આ અંગે વડગામ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં. ૪૨/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૦૨, ૩૪૨,૩૩૧,૨૦૧,૧૨૦(બી) તથા એટ્રોસીટી એકટ કલમ ૩ (૨) (૫) મુજબનો ગુનો દાખલ થતા શ્રી નીરજ કુમાર બડગૂજર પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા પાલનપુરના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી. બી. પાલનપુર તથા એસ.ઓ.જી.અને પરોલ ફર્લો સ્કોડ પાલનપુરનાઓની જુદી જુદી ટીમોએ બાકીના તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડેલ છે. આ ગુનાની ઉંડાણપૂર્વકની તપાસ શ્રી નીરજ કુમાર બડગૂજર પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા પાલનપુરના સીધા સુપરવિઝન હેઠળ શ્રીમતી હેતલબેન પટેલ નાયબ પોલીસ અધીક્ષક એસ.સી.એસ.ટી.પાલનપુરનાઓ કરી રહેલ છે અને પકડાયેલ તમામ આરોપીઓના પોલીસ રીમાન્ડ મેળવી ગુનાના ઘટનાક્રમનું રીકંસ્ટ્રકશન પંચનામુ કરી ક્રીમીનલ પ્રોસીઝર કોડ કલમ ૧૬૪ના નિવેદનો લેવડાવવાની તપાસ કાર્યવાહી હાથ ધરાયેલ છે.

गुजरात के बनासकांठा जिले के वडगाम तहसील के गांव वरवाडीया मे कुछ समय पहले एक प्रेमी जोडे ने प्रेम विवाह कीया था. उस विवाह के सबंध मे लडकी वालों को (जो की देसाई, रबारी समाज  OBC से तालुक रखते है)   ऐसा शक था, की इस विवाह मे डालवाणा गांव के किरणभाई मोनाभाई ने प्रेमी जोडे को भागने मे सहायता की थी. ईसी शक के आघार पर 15/08/2017 के दिन मृतक किरणभाई को सुरत जाने वाली बस में से बरोडा बस अड्डे से अगुआ कर लिया. अगुआ करने वाले बहोत लोग थे और मृतक अकेला ही था.  बाद मे उसे किसी अनजान जगह पर लेजा कर बहोत ही अमानवीय तरिको से मारा गया. मार पीट का विडीयो भी इन गुंडो ने बनाया. और खुद वाईरल भी कीया. विडीयो मे हम देख सकते है कितनी बुरी तरह से मृतक को मारा पीटा गया है और मा बहन कि गालीया भी दी गई है. मृतक किरण के परीवार मे कोई नही था और वह कोइ होटल मे वेईटर कि नौकरी कर के अपना जिवन नीर्वाह करता था. मृतक का प्रेम विवाह से कोइ सबंध नही था. प्रेम विवाह करने वाला कोइ और था और अपनी नाकामी का गुस्सा जातीय भेदभाव की वजह से किरण पर निकाला हो ऐसा मालुम पड रहा है. अभी तक की जानकारी के अनुसार पुलीस ने 14 लोगो को गिरफ्तार कीया है.
नीचे दीये गये विडीयो मे आप देख सक्ते है किस तरह से मृतक को अपमानीत और अमानवीय ढंग से पीटा गया. विडियो गुजराती मे है और उसमे अश्लील शब्द भी है तो पाठक अपनी विवेकबुद्धी का उपयोग करके हि इसे देखे.




August 14, 2017

સામુહિક બાળ સંહારમા પણ અસંવેદનશીલતા

By Rahul Vaghela || 14 Aug 2017



વોટ્સએપના એક ગૃપમાં, ભગવાના એક અંધભક્ત (સામુહિક બાળ સંહારમા પણ અસંવેદનશીલ) તરફથી જોગી બાબાના લુલા બચાવમાં એન્સેફેલાઈટીસથી પાછલાં વર્ષોમાં થયેલા મૃત્યુના આંકડા રજુ કર્યા અને એવો તર્ક રજુ કરવા પ્રયત્ન કરવામાં આવ્યો કે દરેક વર્ષે ઓગસ્ટ મહીનામાં આ વર્ષે થયા તેટલા જ કે તેથી વધુ બાળકોના મૃત્યુ થાય છે અને આ BRD હોસ્પિટલમાં સરેરાશ રોજ 17-18 મૃત્યુ થાય છે એટલે કે સાબીત અને સમજાવવા એવુ માંગે છે કે થયેલ મૃત્યુએ સ્વાભાવિક અને દર વર્ષે થાય જ છે, કોઈએ નવાઇ પામવું નહીં અને એ મૃત્યુ માટે કોઇ પણ હાલનાં કે ભુતકાળના નેતા કે સરકારી બાબુઓ જવાબદાર નથી!! અને વધુંમાં ભક્તે રજુ કર્યું કે હાલનું રાજય શાસન આ રોગને નીયંત્રીત કરવા નક્ક પગલાં મે-17થી ભરી જ રહી છે.....
એરે મારા અંધભક્ત, માનવતાની સંવેદનાવાળી આંખો ખોલ અને વાસ્તવિકતામાં મગજને ચલાવી વીચારો, 
મૃત્યુ કોઇ રોગના કારણે કુદરતી રીતે થઇ છે એ વાતનો કોઇ પ્રશ્ન અત્યારે છે જ નહીં, અને જો રોગનાં કારણે જ ઓગસ્ટમાં જ આટલા મૃત્યુ થતાં હોત તો ચોકકસ પાછલા વર્ષોમાં આથી પણ વધું જ મૃત્યુ થયા હશે કારણ રોગને કંટ્રોલ કરવાનું કામ તો હમણાંથી જ ચાલું થયું હશે, તો પછી અત્યારે જે પીંજણ, હોબાળો,હુડીયો અને બખેડો (ગોરખપુર ઇસ્યુ પર) વર્તમાન રાજય શાસન અને હોસ્પિટલ શાસન પર છે તેનાથી વધુ અથવા તેટલો દેકારો પાછલા વર્ષોમાં થયો હોવો જ જોઇએ, પણ શા માટે આવું ક્યારેય ભુતકાળમાં સાંભળવામાં આવ્યું નથી? 
વધુમાં આપણે આ પ્રકારના સામુહિક બાળ સંહારના કીસ્સામાં પણ એક માનવીય સંવેદના દર્શાવી શકતા નથી અને કોઇ એક ઇસ્યુમાં થયેલ ગંભીર બેદરકારીનો લુલો બચાવ કરવા હવાતીયા મારીએ છીએ. BRD હોસ્પિટલ બનાવમાં ડોળાવગરના કોઇ પણ ડફોળીયાને પણ સમજાય કે જે બાળકોએ પોતાના જાન ગુમાવ્યા છે તે ફક્તને ફક્ત ગંભીર બેદરકારીના કારણે જ ગુમાવ્યા છે (ઓક્સીજન સપ્લાય કરતી કંપની પુષ્પા સેલ્સના નીવેદનો પરથી કારણ સ્પષ્ટ છે). પણ ના એવા બેજવાબદાર નીવેદનો એવી એવી વ્યક્તિઓ તરફથી આવી રહ્યા છે કે ગંદકીના કારણે મૃત્યુ થયા(તો ગંદકી સાફ કરાવવીએ કોની જવાબદારી), ઓગસ્ટ મહીનામાં મૃત્યુ આંક વધું જ હોય છે (તો શું આ પહેલીવાર જ જાહેર થયું છે?) અને એવું જ હોય તો શા માટે કોલેજ પ્રિન્સીપાલને સસ્પેન્ડ કર્યા? શા માટે એનઆઇસીયુ વિભાગના વડા પર પણ પગલા? (જો બાળકોના મૃત્યુ દર વર્ષે ઓગસ્ટમાં જ થતા હોય તો)...
તો પ્લીઝ અંધભક્તો બાળકોના મૃત્યુ પર રાજકારણ ના કરો અને ખોટા હવાતીયા ના મારો..
આ પોસ્ટ અને પાછલી અમુક પોસ્ટ પરથી ધણાને એવું લાગશે કે આ ઓવર સેન્ટીમેન્ટ છે..તો હા છે જ કારણ હું આ બનાવને કોઇ રાજકીય પક્ષના તરફી/વિરોધી તરીકે નહીં, કોઇ એક વિચારધારામાં માનનાર તરીકે નહીં, કે કોઇ એક વર્ગ સમુહની સમસ્યાને વાચા કે થયેલ અન્યાયનાં વિરોધકર્તા તરીકે નથી લઇ રહ્યો..પરંતુ આ બનાવમાં એક પિતા કે માઁ એ પોતાના વહાલસોયાને ગુમાવ્યા હોય અને જે જ્વાળા હ્રદયમાં સળગતી હોય એવાં માઁ-બાપ તરીકે લખી અને લઇ રહ્યો છું અને આ જ લાગણી/પ્રતીભાવ કોઇ પણ બેદરકારીના કારણે બાળ/બળકોના અપમૃત્યુ પર રહેશે જ.
અંતે આ લાંબુલચક લેકચર અને બળાપો લખવાનો અન્ય એક હેતું એપણ છે કે કોઇ પણ આવી દુ:ખદ સામાજિક ઘટનાઓમાં જે કોઇ પણ સરકારી બાબુ જવાબદાર હોય તો તેની સામે ગંભીર પગલાં લેવાય, કોઇ રાજકીય નેતા જવાબદાર હોય તો તેની સામે પગલાં લેવાય અને તેનો બહીષ્કાર થાય અને લોકતંત્રનું મુળ અંગ "લોકો" પહેલાં ચશ્મા ઉતારે અને સંવેદનશીલ તથા તટસ્થ રહી મુળ મુદ્દે વિરોધ નોંધાવે...
રાહુલ વાધેલા 
જય ભારત...જય સંવિધાન...