July 18, 2018

જો બાબા સાહેબે લેખન કાર્ય ન કર્યુ હોત તો...

By Jigar Shyamlan ||  Written on 1 April 2018


મને એક વિચાર રોજ આવે છે કે સારૂ હતુ બાબા સાહેબે ખુદ લખવાનુ શરૂ કર્યુ હતુ. કારણ જો બાબા સાહેબે લેખન કાર્ય ન કર્યુ હોત તો આજે બહુજન સમાજની સામાજીક અને રાજકીય જાગૃતિ ક્યાં હોત..?

બાબા સાહેબ પોતાના પુસ્તકોનો એક અમૂલ્ય વારસો મૂકી ગયા છે જે એક વિશ્વવિધ્યાલયથી કમ નથી. જેના કારણે આજે વિચારધારાનો ઉદભવ થઈ શક્યો છે.

બાબા સાહેબે ઘણી બધી વાતો કહી છે. દરેક સમસ્યાઓની વિગતવાર ચર્ચા તથા તેનો ઉકેલ પણ બતાવ્યો છે.

આપણા યુવાનોને આક્રમક બાબા સાહેબ બહુ ગમે છે. હિન્દુ ધર્મના છોતરા કાઢનારા, રામ, કૃષ્ણ પર સવાલ ઉઠાવનારા, ગાંધીજી અને કોન્ગ્રેસની પોલ ખોલનારા પણ બૌધ્ધ ધમ્મ અંગિકાર કરનાર બોધિસત્વ બાબા સાહેબ આપણા યુવાનોને જચતા નથી.

કારણ મુખ્ય વસ્તુ એ છે કે આપણે બાબા સાહેબને વાંચતા નથી. અને વાંચીએ તોય એન્હીલેશન ઓફ કાસ્ટ, રીડલ્સ ઓફ હીન્દુઈઝમ અને હુ વેર ધ શુદ્રાઝ.. બસ આનાથી આગળ વાંચતા જ નથી. બુધ્ધા એન્ડ હીઝ ધમ્મા પણ દરેકે વાંચવી જ જોઈયે.

હિન્દુ ધર્મમાં અસ્પૃશ્ય સમાજને ભોગવવો પડતો જાતિગત ભેદભાવ દુર કરવા બાબા સાહેબે અનેક પ્રયાસ કર્યા. અને તે માટે અનેક ઉપાયો પણ સૂચવેલા છે.

આ જાતિગત ભેદભાવ માટે શરૂમાં બાબા સાહેબે એક વાત કહેલી જે પાછળથી એક સુત્ર જ બની ગયુ હતું.

એ વાત હતી..
શિક્ષિત બનો, 
સંગઠીત થાઓ અને 
સંધર્ષ કરો.. 
બસ આપણને બાબા સાહેબ આંબેડકરની આ એક જ વાત યાદ છે. આ વાત મોટાભાગના એસ.સી. સમાજના સંગઠનો , બાબા સાહેબના નામ કે વિચારો સાથે સંકળાયેલ સંગઠનો અને સંસ્થાઓના લેટરપેડ ઉપર અચૂક જોવા મળે છે.

આ વાતનો બહુ ઝાઝો પ્રચાર પ્રસાર થયો છે એટલે બાબા સાહેબનુ નામ આવે ત્યારે પહેલા આ ત્રણ વાતો યાદ આવી જાય છે.

પણ જ્યારે આ સુત્ર આપવામા આવેલ ત્યારે આપણા લોકોને શિક્ષણ મેળવવાનો અધિકાર તાજો જ મળ્યો હતો. એટલે એ સમય દરમિયાન આ વાત યોગ્ય હતી.
શિક્ષણ થકી જીવનધોરણમાં બદલાવ આવવા છતા પણ હિન્દુ સમાજમાં હજી પણ અસ્પૃશ્યોની હાલતમાં કોઈ ખાસ ફરક પડ્યો ન હતો.

બાબા સાહેબે સંવિધાન થકી અધિકાર અપાવી અસ્પૃશ્યોને સમાજની મુખ્ય ધારામાં સામેલ કરવા તમામ પ્રયાસો કરી જોયા પરંતુ હિન્દુ સમાજે અસ્પૃશ્યોને સ્વમાન, સન્માન અને આદર આપવાની જરીક પણ વૃત્તિ બતાવી ન હતી. ઉલટાના ભેદભાવ વધુ જડ બની રહ્યા હતા.

તમામ પ્રયાસો કરવા છતા કોઈ ખાસ પરિણામ ન દેખાતા આખરે બાબા સાહેબે હિન્દુ સમાજને પડતો મૂકી ખુદને બદલવાની વાત કરી હતી. બાબા સાહેબે બૌધ્ધ ધમ્મ તરફ પ્રયાણ કર્યુ અને પોતે બૌધ્ધ બની ગયા.

એ વખતે બાબા સાહેબે આ સમસ્યાના નિવારણ માટે એક બીજી વાત કહી હતી જે યોગ્ય હતી. પરંતુ બાબા સાહેબની આ બીજી વાત એટલી પ્રચલિત ન બની જેટલી પહેલી વાત બનેલી. એ બાબતે બહુ ઓછા લોકો જાગૃત છે.

એ બીજી વાત હતી..
નામાંતર કરો...
ધર્માતર કરો...
સ્થળાંતર કરો...

પણ એક મહત્વપૂર્ણ વાત એ છે કે હજી સુધી આપણે શિક્ષિત બનો, સંગઠીત થાઓ અને સંધર્ષ કરો.. પછીની બાબા સાહેબે કહેલી સ્ટ્રેટેજીને બહુ ગંભીરતાથી લીધી જ નથી.
- જિગર શ્યામલન



Facebook Post :

ક્રાંતિકારી માતંગ ઋષિનું પરાકલ્પન

By Raju Solanki  || Written on 15 July 2018



આ દેશમાં દલિત જાતિઓ ભારતીય સભ્યતા અને સંસ્કૃિતના દંભી પ્રવક્તાઓને હંમેશાં પડકારતી રહી છે. આ જાતિઓ આપણને એવા ભયાનક ઇતિહાસનું સ્મરણ કરાવે છે, જેના પર આજે સમયની રાખ વળી ગઈ છે. આંધ્રપ્રદેશની માતંગ એવી એક જાતિ છે, જે તમને મહાભારતકાળની યાદ અપાવે છે.

મહાભારતમાં જ્યારે ભીષ્મ બાણશૈયા પર પોઢ્યો હતો, ત્યારે યુધિષ્ઠિર એને પૂછે છે કે જો કોઈ ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવા ઇચ્છે તો તે કઈ રીતે મેળવી શકે. જવાબમાં ભીષ્મ તેને પ્રાચીન ઇતિહાસનું એક દ્રષ્ટાંત સંભળાવે છે. આ કહાની બહુ રસપ્રદ છે અને એના તાર વર્તમાન સમય સાથે ચોક્કસ જોડાયેલા છે.

વાર્તા આવી છે: એક સમયે કોઈ બ્રાહ્મણને માતંગ નામે પુત્ર હતો. એકવાર પિતાની આજ્ઞાથી યજ્ઞકાર્ય માટે રથ સાથે ગધેડી અને તેના બાળકને જોડીને ચાલતો હતો. રસ્તામાં તે ગધેડી અને તેના પુત્ર ગર્દભને ચાબુક ફટકારતો હતો. દુખી ગધેડીએ તેના બાળકને કહ્યું કે રથ પર સવાર માણસ કોઈ ચાંડાળ છે, બ્રાહ્મણ નથી. માતંગ મા-દિકરા વચ્ચેનો ડાયલોગ સાંભળી ગયા અને તેને પૂછ્યું કે તું મને કેમ ચાંડાળ કહે છે. ગધેડી જવાબમાં માતંગને કહે છે કે, તારી માતા બ્રાહ્મણી હતી, પરંતુ યુવાનીને કારણે તે મદમાતી બની ત્યારે તેણે શુદ્ર જાતિના વાળંદ સાથે વ્યભિચાર કર્યો. એમાંથી તું ચાંડાળ પેદા થયો.

પ્રાચીન કાળમાં નાલાયક મનુએ આંતરલગ્નો પર પ્રતિબંધ મુકેલો અને એમાં પણ પ્રતિલોમ એટલે કે નીચી જાતિના પુરુષ સાથેના સંબંધ પર તો કઠોરતમ નિયંત્રણો હતા. ક્રાંતિકારી, પ્રગતિશીલ બ્રાહ્મણ સ્ત્રીઓ ત્યારે મનુના બંધનો ફગાવીને શુદ્ર સાથે લગ્ન કરતી તો તેમના સંતાનોને ચાંડાળ કહેવામાં આવતા હતા. અહીં મહાભારતકાર એક પવિત્ર લગ્નસંબંધને ‘વ્યભિચાર’ કહે છે, એમાં તેની હલકટ મનોવૃત્તિનું જ પ્રતિબિંબ પડે છે.

માતંગને ગધેડીની વાત સાંભળીને બહુ જ માઠુ લાગે છે અને પછી તેઓ કહેવાતું બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવા કઠોર તપશ્ચર્યા કરે છે એવી વાત છે. દલિતો આજે પણ માતંગ ઋષિને યાદ કરે છે. પણ ભાગ્યે જ કોઇને આ કથાના આધૂનિક પરીમાણો સમજવાની ફુરસદ છે. માતંગ જાતિનું બીજુ નામ યેલ્લમા વંડલુ છે. યેલ્લમા માતાના મંદિરમાં કુંવારી માતંગ સ્ત્રીને દેવદાસી બનાવવામાં આવે છે અને ગામના કહેવાતા સવર્ણો દેવદાસીનું જાતિય શોષણ કરે છે. હજુ એકવીસમી સદીમાં પણ આ પ્રથા નેસ્તનાબૂદ થઈ નથી. ક્રાંતિકારી ઋષિ માતંગનું પરાકલ્પન (મીથક) તમારા બાળકોને કહેવાનું ભૂલતા નહીં. ઉના-ભારતના મૂળ મહાભારતમાં છે. યાદ રાખજો.

હસ્યા વિના છૂટકો નથી

By Raju Solanki  || Written on 14 July 2018

Image may contain: 29 people, people smiling

ચેમ્બર ઑફ કોમર્સે જીએસટી પર બોલાવેલા વેપારીઓના સંમેલનમાં જ્યારે જ્યારે વેપારીઓ સવાલો પૂછતા ત્યારે સરકારી અધિકારીઓ પાસેથી એક જ જવાબ મળતો કે “અમે જોઈ લઇશું.” ત્રીસ વખત “અમે જોઈ લઇશું” એવો જવાબ મળ્યો. આવો જવાબ સાંભળીને ઉપસ્થિત વેપારીઓ હસતા હતા. એની છે આ તસવીર. એક અખબારે આ ઘટનાનું રીપોર્ટીંગ કરતા લખ્યું કે, “કવિ સંમેલન નહીં, આ જીએસટી સેમિનાર છે.”

ખરેખર તો લખવાનું હતું કે “તમાચા મારીને ગાલ લાલ રાખતા સવર્ણ વેપારીઓ, જેમણે ચૂંટી છે આ બકવાસ સરકારને. દાયકાઓથી આ નાલાયક વેપારીઓ જ ભાજપનો એક માત્ર નાણાકીય સ્રોત રહ્યા છે અને હવે એમની જ પથારી ફેરવી રહી છે સરકાર. હવે હસ્યા વિના છૂટકો નથી એમનો.”


Facebook Post :