By Rushang Borisa
એક પુરુષવાદી માનસિકતા દર્શાવતી પોસ્ટ શેર થઇ હતી.વળી, તેઓ મહિલાઓ પ્રત્યે લાગણી દર્શવતા તેમણે પ્રાચીન સંસ્કૃતિનું પાલન કરવાની સલાહ પણ આપી.
ચાલો..આપણી પ્રાચીન "ભવ્ય" આર્યસંસ્કૃતિ ના દર્શન કરાવું...
હમણાં દીર્ઘતમા ની "મહાન" આર્યકથા જણાવી હતી ( ધાર્મિક-સાંસ્કૃતિક બળાત્કાર ).તેનાથી આગળ જઈએ;
➤ દીર્ઘતમાના પત્ની પ્રદ્વેષી.તેમના મોટા દીકરા-ગૌતમ ઋષિ.પતિ અંધ હોય પ્રદ્વેશી પુત્રોની પ્રાપ્તિ બાદ સ્વચ્છન્દ બને છે.આ વાતની જાણ દીર્ઘતમાને થતા તે પ્રદ્વેષીને ઠપકો આપે છે.પ્રદ્વેષી પ્રત્યુત્તર આપે છે કે તમે મને ખુશ નથી રાખતા; મારુ રક્ષણ કરવા સક્ષમ નથી.ક્રોધિત દીર્ઘતમા શ્રાપ આપે છે કે સ્ત્રીજાતિએ એક જ પુરુષ સાથે જીવન વિતાવવું.વ્યથિત પ્રદ્વેષી પુત્ર ગૌતમને આદેશ આપે છે કે પિતાને ગંગામાં ફેંકી દો.ગૌતમ વીના સંકોચે દીર્ઘતમાને ગંગામાં વહાવે છે.(પરશુરામ યાદ આવ્યા...પોતાના પિતાના આદેશથી માતા અને ભાઈઓની હત્યા કરી હતી)દીર્ઘતમાનો ભેટો રાજા બલિ સાથે થાય છે.બાદમાં હાસ્યાસ્પદ રીતે નિયોગવિધિથી દીર્ઘતમા રાજાની દાસી સાથે સહવાસ કરી ૧૧ પુત્રો પેદા કરે છે.(પત્નીએ એક જ પુરુષ ને વફાદાર રહેવું અને પતિ એ અનેક સ્ત્રી સાથે વફાદાર રહેવું?)
➤ ઋષિ ભારદ્વાજ : એવું કહેવાય છે કે ભારદ્વાજ ઉતથ્ય અને બૃહસ્પતિના પુત્ર છે.પણ,ઉતથ્ય અને બૃહસ્પતિ તો ભાઈ છે! હકીકતે ભરદ્વાજ ઉતથ્ય,બૃહસ્પતિ અને મમતાના પુત્ર છે.ભારદ્વાજ એટલે બે વીર્યના ભારથી પેદા થયેલ.(સમજી જવાનું... મહાન આર્યસંસ્કૃતિ)ભારદ્વાજ વેદોમાં નિપુણતા મેળવે છે..મહાન બ્રાહ્મણ બને છે.પણ એક વાર દૂરથી ઘ્રુતાચી નામક અપ્સરાને દેખતા આ બ્રાહ્મણજન શીઘ્રસ્ખ્લન કરી બેસે છે અને વીર્ય એક વાસણમાં પડે છે જેમાંથી દ્રોણાચાર્યનો જન્મ થાય છે.
➤ ગૌતમ ઋષિ (દીર્ઘતમા અને પ્રદ્વેષીના જ્યેષ્ઠ પુત્ર) ના પત્ની અહલ્યા.અહલ્યા એટલે બ્રહ્માપુત્રી.પોતાની પુત્રીના પુરુષ ખુદ બ્રહ્મા શોધે છે કે જે મહર્ષિ હોય.આ એ જ મહર્ષિ છે જેમણે પોતાના પિતાને નદીમાં ફેંકી દીધા હતા.ગૌતમના પુત્ર શરદ્વાન. શરદ્વાન ને સ્વર્ગ પ્રાપ્તિની ઈચ્છા જન્મે છે અને તે ઘોર તપ કરે છે.(ખબર નહીં બ્રહ્નને પ્રાપ્ત કરેલ બ્રાહ્મણને હજુ પણ શું લાલચ બાકી રહે ?)ઇન્દ્ર શરદ્વાનને રોકવા જાનપદી નામક અપ્સરા ભેટ આપે છે.બસ પછી શું જોઈએ આર્યસભ્યતાને? સ્ત્રી મળતા જ ભરદ્વાનને ઇન્દ્રને બક્ષે છે અને જાનપદી વડે જોડિયા બાળકોને જન્મ આપે છે-કૃપ અને કૃપી.(કૃપ એટલે મહાભારતના કૃપાચાર્ય) કૃપી એ દ્રોણાચાર્યની સ્ત્રી બને છે.
➤ કશ્યપ-બ્રહ્માના માનસપુત્ર.ઇન્દ્ર એ કશ્યપના પુત્ર.હવે ઇન્દ્ર અને અહલ્યાની કથા નથી જણાવવી.
આપણી મહાન આર્યસંકૃતિનો ઇતિહાસ (સોરી,મિથીહાસ)સાંભળી આધ્યાત્મિક તો નથી થઇ ગયા ને???
🔁હવે કેટલુંક ક્રોસ-કનેકશન જાણીયે:
🔄 દીર્ઘતમા અને ભારદ્વાજ બન્ને ભાઈઓ.ગૌતમ એ ભારદ્વાજના ભત્રીજા.ગૌતમપુત્ર શરદ્વાનએ ભારદ્વાજના પૌત્ર.ભરદ્વાજનાં પુત્રના પત્ની બીજું કોઈ નહીં પણ શરદ્વાનના પુત્રી. એટલે દ્રોણાચાર્ય ખરેખર તો પોતાની પત્નીના જ કાકા હતા!
🔄 ઇન્દ્ર બ્રહ્માના પૌત્ર અને અહલ્યા બ્રહ્માપુત્રી.એટલે ઇન્દ્રે પોતાની ફોઈ ઉપર જ બળાત્કાર કર્યો??!!
નોંધવા જેવી બાબત એ છે કે મહાન આર્યસંસ્કૃતિમાં શ્રેષ્ઠ વર્ણના લોકોને અપ્સરાનો જબરો મોહ હોય છે.(શરદ્વાન અને વિશ્વામિત્ર ની કથા એકસરખી તો છે)
આ મહાન સંસ્કૃતિમાં દાસીઓની સ્થિતિ દયનિય હતી.દાસીઓ સાથે કોઈ પણ ઉચ્ચ પુરુષ જે કરવું હોય તે કરવા સ્વતંત્ર હતા.વળી,લોકો દાસીઓની અદલાબદલી પણ કરતા! આ એ જ સંસ્કૃતિ છે જે નારીને તાડન(સજા) ને લાયક ગણાવે છે.
બ્રાહ્મણગ્રંથમાં સાફ લખ્યું છે કે જો બ્રાહ્મણ કોઈ પતિ પાસે સ્ત્રીની માંગણી કરે તો પતિએ પત્ની બ્રાહ્મણને સોંપવી.જો પતિ પોતાની પત્નીને નિયોગ માટે બ્રાહ્મણ સાથે સંભોગ કરવાનો આદેશ કરે તો પત્નીએ તેનું પાલન કરવું.
આર્યસંસ્કૃતિમાં સ્ત્રીને ઉપભોગના વસ્તુ માનવામાં આવતા તેવું કહીયે તો પણ અતિશયોક્તિ ના જણાય.આટલું જાણ્યા પછી તમે "મહાન" સંસ્કૃતિની મહાનતા સમજી ગયા હશો.?જે હિન્દુવાદીઓ સંસ્કૃતિની દુહાઈ આપી તેનું પાલન કરવા કહે છે તેમનો એવો તો કયો શોખ આ જમાનામાં બાકી રહી ગયો હશે?
આધુનિક સમયના મહિલા કદાચ અત્યાર સુધીના શ્રેષ્ઠ તબક્કામાં હશે.પ્રાચીન સંસ્કૃતિએ તો નારીને નર્કના દ્વારથી સુશોભિત કર્યા હતા!
સમાજ અને સ્ત્રી-પુરુષને લઈને જે નૈતિકપ્રથા જોવા મળે છે તે ધર્મ-સંસ્કૃતિ નહીં ,પણ સ્ત્રી-પુરુષના કુદરતી પ્રેમને આભારી છે.કુદરતી ગુણોને ધર્મ-સંસ્કૃતિના નામે કેદ ના કરી શકાય.જે છે એ ભવિષ્ય જ છે...નારીને લઈને ભૂતકાળના પુનરાવર્તનના સપના જોવાનું છોડી દ્યો.
- રુશાંગ બોરીસા
No comments:
Post a Comment