✴ મહાભારત ✴
પ્રજાપતિ મનુના પુત્ર-ઈશ્વાકુ. ઇશ્વાકુના ૧૦માં પુત્ર-દશવ.દશવના પુત્ર-મદિરાષવ.મદિરાષવ પુત્ર-દ્યુતિમત.દ્યુતિમતપુત્ર- સુવીર.સુવીરપુત્ર-દુર્જય. દુર્જય પુત્ર- દુર્યોધન. અને દુર્યોધનના પુત્રી- સુદર્શના. (આખો વંશ ક્ષત્રિય - શું સંયોગ છે? વર્ણવ્યવસ્થા કર્મધારિત હોય તમામ કર્મમુજબ ક્ષત્રિય હતા)
卐 કથાના શ્રીગણેશ: 卐
સુદર્શના ના લગ્ન અગ્નિદેવ સાથે થાય છે.(બંનેના લગ્નની પણ "ભવ્ય" કથા છે.)અગ્નિ અને સુદર્શનાના પુત્ર- "સુદર્શન". સુદર્શનના લગ્ન રાજકુમારી "ઓધવતી" સાથે થાય છે.બંને કુરુક્ષેત્રમાં સાધારણ ગૃહસ્થ જીવન વિતાવે છે.સુદર્શન વર્ણાશ્રમ મૂજબ સન્યાસનો માર્ગ અનુસરતા નથી અને પોતે ગૃહસ્થ જીવન પ્રમાણે મોક્ષપ્રાપ્તિ મેળવશે તેવી આશા રાખે છે.ગૃહસ્થ જીવનમાં શક્ય તમામ સદ્કર્મો વડે "સત્ય" ને પ્રાપ્ત કરવાનું નક્કી કરે છે. તે માટે તેઓ પત્ની ઓધવતીને અતિથિની વિશેષ સેવા કરવાનો આદેશ આપે છે.
એક વખત સુદર્શન કોઈ કામે ઘરથી દૂર ગયા હોય છે.ત્યારે એક બ્રાહ્મણ અતિથિરૂપે તેમના નિવાસે પહોંચે છે.ઓધવતી તેમનું સ્વાગત કરી આવકારે છે અને સેવા અંગે પૂછે છે. બ્રાહ્મણ ઓધવતી પાસે સમાગમની માંગણી કરે છે.ઓધવતી શરૂઆતમાં ગભરાય છે, બાદમાં પતિનો આદેશ યાદ આવતા માગણીનો સ્વીકાર કરે છે.બ્રાહ્મણ ઓધવતી ઉપર બળાત્કાર કરે છે.
તે દરમ્યાન સુદર્શન પોતાના નિવાસે પરત ફરે છે.તે ઓધવતીને પુકારે છે.ઓધવતી "સેવા"માં વ્યસ્ત હોય જવાબ આપતા નથી. બ્રાહ્મણ પોતાની ભૂખ સંતોષાયા બાદ ખુદ સુદર્શનને સમગ્ર ઘટના જણાવે છે.
સુદર્શન ધન્યતાની લાગણી અનુભવે છે.પોતાના નીવાસે એક બ્રાહ્મણ અતિથિની મનોકામના પૂર્ણ થતા સુદર્શનને અલૌકિકરૂપે "સત્ય"ની પ્રાપ્તિ થાય છે.બાદમાં બ્રાહ્મણ આકાશમાં અદ્રશ્ય થાય છે અને સાથે આકાશવાણી થાય છે કે "હું ધર્મદેવ છું." ધર્મદેવ સુદર્શનને મોક્ષ આપે છે અને સાથે સાથે ઓધવતીના ગુણગાન ગાય તેને અમરત્વ આપવા નદી બનવાનું વરદાન આપે છે.
ॐ ॐ ॐ -કથાનો "સુખદ" અંત- ॐ ॐ ॐ
"અતિથિ દેવો ભવ" - આપણી સંસ્કૃતિનો અવિભાજ્ય હિસ્સો છે. પણ, અત્યારે તેનું ૧૦૦% પાલન શક્ય છે? જો ના તો, "મહાન" સંસ્કૃતિ તરફ પુનઃ ડગલાં ભરતા પહેલા વિચારવું રહ્યું.
જેવી રીતે દેવો અપ્સરાઓ સાથે કઈ પણ કરવા મુક્ત હતા , તેમ આપણી "મહાન" સંસ્કૃતિમાં "ભૂદેવો" સ્ત્રીઓ સાથે સંબંધ બનાવવા સ્વતંત્ર હતા.ધર્મ અને સંસ્કૃતિ કોઈ પણ કાળે પુરુષપ્રધાન રહી હોય સ્ત્રીએ બલિદાન આપવું એ ધાર્મિક ફરજ છે.
વિચિત્ર લાગે કે અત્યારે હિંદુઓ આસારામ,નિત્યાનંદ કે બીજા કોઈ સ્વામી-ગુરુ ની પાપલીલા નો વિરોધ કરે છે! જયારે તેઓ તો ખરેખર ધર્મ-સંસ્કૃતિનું જ શુદ્ધ પાલન કરે છે.
ફોટો : શા માટે "અતિથિ દેવો ભવ" ના હોર્ડિગ્સમાં સ્ત્રીનો જ પ્રતીકરૂપે ઉપયોગ થતો હશે?કદાચ હવે સમજાયું!
- રુશાંગ બોરીસા
No comments:
Post a Comment