June 15, 2017

"હનુમાન-જન્મ"ના ધાર્મિક યોગ

By Rushang Borisa

સામાન્ય રીતે આપણે હમુનાનને અંજની અને પવનના પુત્ર તરીકે સ્વીકારી "પવનપુત્ર" ની ઉપમા આપીયે છીએ.પણ બ્રાહ્મણગ્રંથોમાં હનુમાન વિષે કેવી કેવી કથાઓ રચાયેલ છે તે વિષે.....
 'વાલ્મિકી રામાયણ' અનુસાર અંજનીના રૂપથી મોહિત પવનદેવ તેની પાસે સમાગમની માંગણી કરે છે. બાદમાં અંજની જે બાળકને જન્મ આપે છે તેનું નામ "હનુમાન".
  'શિવ-પુરાણ' મુજબ મોહિની ને દેખી ઉત્તેજિત થયેલા મહાદેવ જયારે તેને પામવાના પ્રયાસો કરે છે ત્યારે મહાદેવનું વીર્યપાત થતા તે વીર્ય અશ્વિનીના શરીર માં પ્રવેશે છે.ગૌતમપુત્રી અશ્વિની જે બાળકને જન્મ આપે છે તે "હનુમાન".
  'ભવિષ્ય પુરાણ' મુજબ અપ્સરા અંજની અને પતિ કેસરી રમણ કરતા હોય છે ત્યારે મહાદેવ અને પવનદેવ પોતાના અંશ(વીર્ય?) અંજનીમાં સ્થાપે છે. કેસરી અને અંજનીના આ પુત્ર એટલે "હનુમાન".
  'રામકથા' મુજબ દશરથ જયારે પુત્રપ્રાપ્તિનો યજ્ઞ કરતા હતા ત્યારે જે ખીર(સંસ્કૃતમાં એક અર્થ "વીર્ય" થાય છે) રાણીઓને આપવામાં આવે છે તેમાંથી એક ભાગ બાજ પક્ષી ઉઠાવી અંજની જ્યાં વિરામ કરી રહ્યા હોય છે ત્યાં જાય છે. પવનદેવ તે ખીર(વીર્ય) અંજનીને આપે છે. તેના વડે અંજની જે બાળક ને જન્મ આપે તે "હનુમાન".
જેને જે માનવું હોય તે માને...પણ શ્રદ્ધાથી છેડો ના ફાડવો. તમારી ભક્તિ ના રહી તો અમે રાજ કોના ઉપર કરીશું? "હનુમાન ચાલીસા" અમે ૧૬ મી શદીમાં બનાવી છે. ૨૧ મી શદીમાં "વિભીષણ ચાલીસા" પણ બનાવી લઈશુ જો સંજોગો અનુકૂળ નીવડ્યા તો.
- રુશાંગ બોરીસા

No comments:

Post a Comment