May 19, 2017

બાબાસાહેબ લિખિત આ પત્ર વાંચી તમારી પાંપણ ભીંજાયા વગર રહેશે નહીં

મિત્રો,
બાબાસાહેબ લિખિત આ પત્ર વાંચી તમારી પાંપણ ભીંજાયા વગર રહેશે નહીં.... આશા છે પત્ર વાંચી પ્રતિક્રિયા જરૂર આપશો.

રમાં.... ! 
કેમ છે રમાં તું? આજે તારી, યશવંતની ખૂબ યાદ આવી. તમારી યાદોથી મન હળવું થઈ ગયું આજે. છેલ્લા અમુક દિવસોનું મારું ભાષણ ખૂબ વખણાયું. પરિષદમાંનું સર્વોત્કૃષ્ટ ભાષણ, પ્રભાવી વકૃત્વનો સર્વશ્રેષ્ઠ નમૂનો મારા ભાષણો બદ્દલ અહીંયા ના વર્તમાનપત્રોમાં લખી આવ્યું. આ પહેલી ગોલમેજ પરિષદમાં મારી ભૂમિકાનો વિચારકરતા આપણાં દેશનાં સર્વ પીડિતોનું સંસાર મારા આંખો સામે તરી ગયું. 

દુઃખના પહાડ હેઠળ આ માણસો હજારો વર્ષોથી દટાયેલા છે. અને આ દટાયેલાપણાંનો કોઈજ ઉપાય નથી તેવી તેમની સમજ છે. હું હેરાન થાવ છું રમાં! પણ હું લડત આપી રહ્યો છું. મારી બૌદ્ધિક શક્તિ પરમવીર થઈ હોય જાણે! મનની ભાવનાઓ ઉભરાઈ રહી છે. ખુબજ હળવું થયું છે મન. ખૂબ વ્યાકુળ થયું છે મન! અને તમારાં બધાંની યાદ આવી. તારી, યશવંતની.
તું મને બોટમાં છોડવા આવી હતી. મારા ના કહેવા છતાં તારા મનને તું રોકી શકી નહીં. હું ગોલમેજ પરિષદમાં જઈ રહ્યો હતો. સર્વત્ર મારો જયજયકાર શરૂ હતો. તું જોઈ રહી હતી. તારું મન ગદગદ થઈ રહ્યું હતું. કૃતાર્થથી તું છલકાઈ રહી હતી. તું શબ્દોથી બોલી રહી નોહતી; પણ તારી આંખો જે શબ્દોથી બોલી ન શકાય તે બધું બોલી રહી હતી. તારું મૌન શબ્દોથી વધારે બોલકું થયું હતું. હોંઠો ના શબ્દો કરતાં તારી આંખોના આંસુંની ભાષા તે સમયે તને મદદરૂપ થઇ હતી.
અને હમણાં અહીંયા લંડનમાં તે બધીજ વાતો મારાં મનમાં ઉભી રહી છે. મન નાઝૂક થયું છે. જીવમાં હલચલ થઈ રહી છે. કેવી છે રમાં તું? આપણો યશવંત કેમ છે? મને યાદ કરે છે કે? તેનાં સંધિવાતનો દુઃખાવો કેવો છે? તેની કાળજી લેજે રમાં! આપણા ચાર છોકરાઓ આપણને છોડી ચાલ્યા ગયા. હવે ફક્ત યશવંત જ છે. તે જ તારી માતૃત્વનો આધાર છે હવે. તેની આપણે કાળજી લેવી જોઈએ. યશવંતની કાળજી લે રમાં! યશવંતને ખૂબ અભ્યાસ કરવા લગાડ. તેને રાત્રે અભ્યાસમાટે ઉઠાવતી જા. મારા બાપુજી મને અભ્યાસમાટે રાત્રે ઉઠાવતાં. ત્યાં સુધી તે જાગ્યા રહેતાં. મને આ શિસ્ત તેમણે જ લગાવી. હું ઉઠ્યો, અભ્યાસ શુરું કર્યો કે તે સુઈ જતાં.
શુરૂમાં અભ્યાસમાટે રાત્રે ઉઠવાનો આળસ આવતો. તે સમયે અભ્યાસ કરતાં ઉંઘ મહત્વની લાગતી હતી. હવે જીવનભરમાટે ઉંઘ કરતાં અભ્યાસ જ મૂલ્યવાન લાગતો રહ્યો. આ બધામાં સૌથી વધારે શ્રેય મારા બાપુજીનો છે. મારા અભ્યાસની જ્યોત સળગતી રહે માટે મારા બાપુજી તેલની જેમ બળતા રહ્યા. તેમણે રાત-દિવસ એક કરી. અંધારામાં પ્રકાશ પૂર્યો. મારા બાપુજીના મહેનતનું ફળ આવ્યું છે. ખૂબ ખૂબ આનંદ અનુભવું છું રમાં આજે. રમાં, યશવંતના મનમાં આવીજ રીતે અભ્યાસનો લવો લગાવો જોઈએ. તેણે ગ્રંથોનું મનન ચિંતન કરવું જોઈએ.
રમાં! વૈભવ, શ્રીમંતી આ વાતો નિરર્થક છે. તે તું તારી આસપાસ જોઇજ રહી છે. માણસો આવી જ વાતોમાં સતત પાછળ લાગેલો હોય છે. તેમનું જીવન જ્યાંથી શુરું થાય છે ત્યાંજ અટકાયેલું હોય છે. આવા લોકોનું જીવન જગ્યા બદલતું નથી. આપણને આમ જીવીને ચાલશે નહીં રમાં! આપણી પાસે દુઃખ સિવાય બીજું કંઈજ નથી. દરિદ્રતા, ગરીબી એમનાં સિવાય બીજું કાંઈ નથી. અડચણો અને સંકટો આપણને છોડતા નથી.અપમાન, છળ, તિરસ્કાર જેવી વાતો આપણને પડછાયાની જેમ ચોંટેલી છે.
પાછળ અંધાર છે. દુઃખનો સમુદ્ર છે. આપણો સૂર્યોદય અપણેજ થવા જોઈએ રમાં. આપણે જ આપણો માર્ગ થવા જોઈએ. તે માર્ગઉપર દિપોની હારમાળા આપણે જ થવા જોઈએ. તે માર્ગઉપર જીદ્દ નો પ્રવાસ આપણે જ થવા જોઈએ. આપણી દુનિયા નથી. આપણી દુનિયા આપણેજ નિર્માણ કરવી જોઈએ. આપણે આવા છીએ રમાં. માટે કહું છું યશવંતને ખૂબ અભ્યાસ કરવા લગાવ. તેના કપડાંની કાળજી લે. તેમાં સમજણ પુરાવ. તેની જીદ્દ જગાડ. મને તારી સતત યાદ આવે છે. યશવંતની યાદ આવે છે.
મને ખબર નથી એવું નથી રમાં, મને સમજાય છે કે તું દુઃખની આગમાં સળગી રહી છે. પાન સુકાઈ જવા અને જીવ મુરજાય એમ તું થઈ રહી છે. પણ રમાં હું શું કરું! એક તરફ હાથ ધોઈને પાછળ પડેલી દરિદ્રતા. બીજી તરફ મારી જીદ્દે લીધેલો ધ્યેય, ધ્યેય જ્ઞાનનો! હું જ્ઞાનના સાગરને ગ્રહણ કરી રહ્યોં છું. આ સમયે મને બીજી કંઈજ ભાન નથી; પણ મને આ શક્તિ મળવામાં તારો મોટો હાથ છે. તું અહીં મારો સંસાર સંભાળીને બેઠી છે. આંસુઓનું પાણી કરી તું મારું મનોબળ વધારી રહી છે. માટે જ હું બેભાન મનથી જ્ઞાનની ઊંડાણ નું માપ લઈ રહ્યો છું.
સાચું કહું રમાં, હું નિર્દયી નથી. પણ જીદ્દના પંખ પસારી આકાશમાં ઉડનારા મને કોઈએ હાક મારી, તો યાતના થાય છે. મારા મનને ડંખે છે અને મારા કાળનો ભડકો ઉઠે છે. મને પણ હૃદય છે રમાં! હું અકળાવ છું. પણ હું બંધાયેલો છું ક્રાંતિ થી! માટે મને મારી પોતાની ભાવનાઓ ચિતા ઉપર મુકવી પડે છે. અને ક્યારેક તેની ઝાળ તારાં અને યશવંત સુધી પણ પોહચે છે. તે સાચું છે; પણ આ સમયે હું રમાં આ જમણે હાથે લખી રહ્યો છું તો ડાબે હાથે મારી આંખોથી છલકાયેલા આંસુ લુછી રહ્યો છું. સુડકયાને સંભાળ રમાં. તેને મારતી નહીં. મેં તેને આવી રીતે માર્યો છે તેવી યાદ પણ તેને અપાવતી નહીં. તેજ તારાં કાળજાનો એકનો એક ટુકડો છે.
માણસની ધાર્મિક ગુલામગીરીનો, આર્થિક અને સામાજિક ઉચ્ચનીચતાનો અને માનસિક ગુલામગીરીનો પત્તો શોધવો છે. માણસના જીવનમાં આ વસ્તુઓ પલાંઠી મારી બેઠાં છે. તેને છેક સળગાવવા, દાટતા આવડવું જોઈએ. સમાજના સ્મરણ માંથી અને સંસ્કાર માંથી આ વાતો ન ને બરાબર થવી જોઈએ.
રમાં! તું આ વાંચી રહી છે અને તારી આંખોથી આંસુઓ છલકાઈ રહ્યાં છે. ગળું ભરાઈ રહ્યું છે. હોંઠ થરથરી રહ્યાં છે. મનમાં ઊભાં થયેલ શબ્દો હોંઠ સુધી પોહચી પણ નથી શકી રહ્યા. એટલી તું વ્યાકુળ થઈ છે.
રમાં, તું મારા જીવનમાં આવી ન હોત તો? તું મનઃસાથી તરીકે મળી ન હોત તો? તો શું થાત? ફક્ત સંસારસુખને ધ્યેય સમજનારી સ્ત્રી મને છોડીને ગઈ હોત. અર્ધા પેટે રહેવું, છાણ વહેંચવા જવું અથવા છાણ લીપવાના કામમાં જવું કોને ગમશે? રસોઈમાટે ઇંધણ ભેગું કરવાં જવું, મુંબઈમાં કોણ પસંદ કરશે? ગાબડાં પડેલ ઘરના ગાબડાં પુરવા, ફાટેલ વસ્ત્રોને સિવતું રહેવું, એટલી દીવાસળી માં મહિનો નિકળવો જોઈએ, આટલું ધાન્ય, આટલું તેલ-મીઠું પૂરું પડવું જોઈએ. મારા મુખથી નીકળેલ આ ગરીબીના આદેશો સારાં નહીં લાગ્યા હોત તો? તો મારું મન ફાંટી ગયું હોત. મારી જીદ્દમાં તિરાડ પડી હોત. મને ભરતી આવી હોત અને તે તે સમયે ઓટપણ આવી હોત. મારૂ સ્વપ્ન વિખરાઈ ગયું હોત રમાં! મારા જીવનનો બધો સુર બેસુંરો થયો હોત, બધીજ મોડતોડ થઈ હોત. કદાચ એક જગ્યાએ પડેલી વનસ્પતિ થયો હોત. રાખ ખુદને જેમ રાખે છે મને. જલ્દી જ આવવા નિકળીશ કાળજી ન કરતી.
સૌને કુશળ કેજે.....! 
તારો.... ભીમરાવ...!
લંડન, ૩૦ ડિસેમ્બર ૧૯૩૦.

સંદર્ભ -: 'રમાઈ'
લેખક -: યશવંત મનોહર




No comments:

Post a Comment