May 19, 2017

સુલતાનો ના સુલતાન ટીપુ સુલ્તાન : વિજય મકવાણા

મહાન સમ્રાટ ટીપુ સુલતાન! ભારતના વીર સપૂતને સલામ!
(20 November 1750 – 4 May 1799),
પુનમની મધરાતે ઝુંપડીની છતના બાકોરાંમાંથી આવતા આછા અજવાસમાં એક શુદ્ર સ્ત્રી પોતાના પતિને કહે છે...
''તમે આંખો બંધ કરો હું તમને એક ચીજ દેખાડું''
(પતિએ આંખો બંદ કરી..)
થોડીવાર પછી પત્ની બોલી
''હવે ખોલો''
પતિ પોતાની પત્નીને સુંદર કમખા માં જોઇ રોમાંચિત થઇ ગયો..કેટલીય ચૂમીઓ ભર્યા પછી એકાએક ઉદાસ થઇ ગયો
બોલ્યો: 'કાશ! તું દિવસે કમખો પહેરી શકતી હોત તો...ઉતારી નાખ! હમણા સવાર પડશે અને કોઇ જાણી ગયું કે તારી પાસે કમખો છે તો તારી-મારી ચામડી ઉતરડી લેશે પેલાં ઉજળીયાતો!
થોડાંક દિવસ વીત્યાં..
પત્ની નાગી ઉઘાડી છાતીએ દોડતી દોડતી પતિ પાસે આવી..હાંફતા હાંફતા..હરખાતાં હરખાતાં..
''સાંભળ્યું તમે??''
''શું??''
''હવે હું દિવસેય કમખો પહેરી શકીશ! છુટ મળી..!''
''હોય નહી? કોણે કહ્યું મુખ્ય પંડીતજીએ?''
''હુડ્ડ્, નામ ન લો એ લફંગાઓનું''
''તો કોણે કહ્યું ગાંડી??''
''આપણા મહારાજ, સુલતાનો ના સુલતાન ટીપુજીએ..!!''
''જુગ જુગ જીવો સુલતાન જુગ જુગ જીવો!!''
-વિજય મકવાણા
નોંધ:- મદ્રાસ રાજ્યના સરકારી ગેઝેટમાં આ મહાન કાર્ય મહાન સુલતાન ટીપુના નામે બોલે છે..




















Facebook Post:-

No comments:

Post a Comment