May 19, 2017

બ્રાહ્મણોના દુરંદર્શી ષડયંત્ર "સ્તરીય" વ્યવસ્થાનુ પરિણામ: "સવર્ણ" પટેલ(નીઓ ક્ષત્રિય) : રુશાંગ બોરીસા

"નીઓ ક્ષત્રિય" શબ્દથી લોકો અવગત હશે.આ વર્ગ વર્તમાન રાજકીયતંત્રને લક્ષ્યમાં રાખી હિન્દુવાદીતત્વો લોકશાહીમાં પોતાનું સ્થાન ઉપર રાખવા માટે રચેલ છે.હાલમાં ક્ષત્રિય વર્ગનું ખાસ વજૂદ નથી,તેમની પાસે રહેલી રાજસત્તા નાશ પામેલ હોય હિન્દૂ વર્ણવ્યવસ્થામાં શોભાના ગાંઠિયા જેવું સ્થાન જોવા મળે છે.આવી પરિસ્થિતિમાં હિન્દુવાદીતત્વોએ સત્તા જાળવી રાખવા વૈશ્ય અને શુદ્રો તરફ નજર કરવી રહી.બ્રિટિશકાળ અને તે બાદ થયેલ સુધારાઓ-બંધારણીય અધિકારોને કારણે શુદ્ર વર્ગની જ્ઞાતિઓમાં જે આશાઓ ઉદ્ભવી તેનો ફાયદો હિન્દૂ જાતિવાદે ઉઠાવ્યો."નીઓ ક્ષત્રિય" એ એવી જ્ઞાતિઓનો સમૂહ છે જે ક્ષત્રિય નહિ શુદ્ર હોય છતાં ક્ષત્રિયગીરી કરે છે.આવી કેટલીક જ્ઞાતિઓમાં ઠાકોર,યાદવ,પટેલ,કામા વગેરેનો સમાવેશ કરી શકાય.એક નોંધનીય બાબત એ પણ છે કે દલિતો ઉપર થતા અત્યાચારો-ભેદભાવમાં ક્રમશઃ બ્રાહ્મણ-વૈશ્યનો રેશિઓ ઘટી રહ્યો છે જયારે શુદ્ર જ્ઞાતિઓનો રેસીઓ વધી રહ્યો છે.આ ફેરફારનું અર્થઘટન કરવા બ્રાહ્મણવાદને ઊંડાણમાં સમજવું રહ્યું.

જો કે અહીં કેન્દ્રમાં પટેલ જ્ઞાતિ લીધેલ છે.સામાન્ય રીતે આપણે એવી સમજણ ધરાવીએ છીએ કે શિક્ષણ વડે લોકોમાં જાગૃતતા વધતા જાતિવાદ જેવા દુષણો દૂર થઇ શકે છે.હકીત એ રહી કે શૈક્ષણિક જાગૃતતાના ફાયદાઓમાં જાતિવાદ અપવાદરૂપ છે.જેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતના પટેલો છે.ફરી ધ્યાન દોરું અહીં મુખ્ય વિલન બ્રાહ્મણવાદી ષડયંત્ર છે,જેનો શિકાર પટેલ જેવી જ્ઞાતિઓ બને છે.પટેલને કેન્દ્રમાં રાખવાનું મુખ્ય ૨ કારણ છે: ૧)તેઓ અન્ય શુદ્ર જ્ઞાતિઓની તુલનામાં વધુ શિક્ષિત છે.૨)તેઓ પોતાને સવર્ણ સમજે છે.
હિંદુઓ જેટલા વધુ ધાર્મિક બને છે,તેટલા વધુ જાતિવાદી બને છે;કારણ કે વર્ણવ્યસ્થા હિન્દૂ ધર્મનો બેજોડ સિદ્ધાંત છે.આ જ કારણ છે કે મહેનતુ કણબી જ્ઞાતિ આજે "સવર્ણ” હોવાનું ગુમાન ધરાવે છે.હિંદુઓમાં વર્ણવ્યવસ્થાને લઈને એવો પ્રભાવ છે કે તેઓ એવું સમજે છે -જે ઉપરા વર્ણમાં છે તેઓ વધુ સજ્જન-પ્રગતિશીલ-આધ્યાત્મિક કે પછી સર્વગુણસંપન્ન છે અને નીચલા વર્ણમાં રહેતા તેઓ પછાત બની રહેશે.આ માનસિકતા ખતરનાક સ્પર્ધાને જન્મ આપે છે.પટેલોના વર્તમાન જાતિવાદનું એક કારણ વલ્લભભાઈ પટેલે કરેલ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર પણ છે.મહદંશે શુદ્ર જ્ઞાતિઓને મંદિરોના ટ્રસ્ટમંડળમાં સ્થાન ના હતું પરંતુ વલ્લભભાઈ કરેલ સોમનાથના જીર્ણોદ્ધારથી પટેલ જ્ઞાતિને દાખલો મળ્યો.વધુ હિન્દુવાદી થતા સહજ રીતે વધુ જાતિવાદી-ઘમંડી બન્યા.અહીં એક બાબત નોંધવી રહી કે ૨૦૦૨ના રમખાણોમાં પણ પટેલોનું પ્રતિનિધિત્વ વધુ રહ્યું હતું.
નીઓ ક્ષત્રિય જ્ઞાતિનો જન્મ મૂળે તો હિન્દૂ વર્ણવ્યવસ્થાની સ્તરીય અસમાનતાના પાયાને આભારી છે.આ વ્યવસ્થા શદીઓ સુધી ટકી શકી તેનું એકમાત્ર કારણ સ્તરીય અસમાનતા છે.અહીં બ્રાહ્મણ સર્વોપરી છે જ્યારે બાકીની જ્ઞાતિઓ ચડસાચડસી માં વ્યસ્ત રહે છે અને દલિતોને કોઈ અવકાશ નથી.સોરી,દલિત મૂળે હિન્દૂ જ નથી.બ્રિટિશકાળ અને આઝાદી બાદ શુદ્ર જ્ઞાતિઓને અભૂતપૂર્વ તકો-અવકાશ પ્રાપ્ત થયા તેનો લાભ એ રહ્યો કે તેમના જીવનધોરણમાં સુધારો થયો.નુકશાન એ રહ્યું કે જાગૃતતા-શિક્ષણ હોવા છતાં તેઓમાં જાતિવાદ વકર્યો છે.જમીન ફાળવણીમાં પટેલોને અન્ય શુદ્ર જ્ઞાતિની તુલનામાં વધુ જમીન મળી;જેથી સ્તરીય અસમાનતાના ભાગરૂપે તેઓ પોતાના શુદ્રપણામાંથી બહાર નીકળવા અને સવર્ણ બનવા વધુ જાતિવાદી બન્યા.જો આ જ પ્રકિયા ભારત બહાર બની હોત તો પટેલો વધુ સુધારાવાદી હોત(કદાચ જાપાનીઓની સમકક્ષ) અને જાતિવાદ વધવાને બદલે દૂર થયો હોત.હું ઘણો ખરો નાસ્તિક હોવા છતાં દલિતોના ધર્માંતરણના પગલાંને સમર્થન આપું છું;કારણ કે ભવિષ્યમાં જો દલિતોની સ્થતિ પટેલો જેવી બની તો તેઓ ખુદ નીઓ ક્ષત્રિય બાદ બ્રાહ્મણ બનવા બિનજરૂરી રસ્તાઓ અપનાવશે અને સમસ્યા વધુ જટિલ બનશે.
સરેરાશ પટેલો જ્યારે બંધારણના ગુણગાન ગાય (સહજ છે કે તેમાં અનામતની બાદબાકી હોય)ત્યારે એવી દલીલ કરે છે કે બંધારણ એકલા આંબેડકરે લખ્યું નથી,અન્ય મહાનુભાવોનો પણ ફાળો હતો. સાથે સાથે ભારતની અખંડિતતાના વિષયે વલ્લભભાઈના ગુણગાન ગાય પૂરો શ્રેય આપે છે.જો કે આ કાર્યમાં લોર્ડ માઉન્ટબેટન,વી.પી.મેનનનો મહત્વનો ભાગ હતો.(વી.પી મેનને જાનના જોખમે આ કામ કરેલું!)વળી, "અઢારેય વર્ણ અમારા ભાઈઓ છે"તેવું વિધાન આપતા વલ્લભભાઈ પોતે જાતિવાદી હતા. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ સંદર્ભે જયારે પત્રકારે વલ્લભભાઈને સવાલો પૂછ્યા હતા ત્યારે વલ્લભભાઈએ પછાત વર્ગોની હાંસી ઉડાવી નફરત દર્શાવી હતી.
આધુનિક યુગમાં જોવા મળતી ચડસાચડસી-વધુ સારું જીવનધોરણ હાંસલ કરવાની ચાહમાં હિંદુઓ જાતિવાદનો સીડી તરીકે ઉપયોગ કરે છે.હકીકતે તો આધુનિક અને કહેવાતા શિક્ષિત "સુધરેલા" હિંદુઓ જાતિવાદની સમસ્યા સમજવા સક્ષમ નથી અને વધુ કટ્ટર જાતિવાદ અપનાવે છે.દર દાયકાએ એક નવી "નીઓ ક્ષત્રિય" જ્ઞાતિનો ઉમેરો થાય છે.ઘણું કહેવું છે પણ લખી શકતો નથી.



ફોટોલાઇન: "જેના મિત્ર નથી તેના મિત્ર બનવું એ મારો સ્વભાવ છે." : સરદાર પટેલ 




- રુશાંગ બોરીસા


No comments:

Post a Comment