(1) “હિન્દુત્વના સિધ્ધાંત અસમાનતા અને અન્યાયનાં સિધ્ધાંત છે. અહીં ઉત્સાહિત થવાનો કોઇ અવસર જ પ્રાપ્ત નથી થતો, જો જીવનમાં ઉત્સાહ ન હો તો કશું જ પ્રાપ્ત નથી થઇ શકતું. ઉત્સાહ ભંગ કેવો હોય..? જ્યારે માનવીને પોતાની પ્રગતિના અવસર નથી મળતા ત્યારે એનો ઉત્સાહ ભંગ થાય છે.
ઉત્સાહ કેવી રીતે આવે..? જો વ્યક્તિને અનુકૂળ વાતાવરણ મળે જ્યાં એને પોતાના શ્રમનું યોગ્ય ફળ મળવાની અનુભૂતિ થાય ત્યારે પ્રેરણા મળે અને આશાનો સંચાર થાય છે.
---(2) આ બાબતે એક ઉદાહરણ આપતા બાબા સાહેબ જણાવે છે કે- ''શાળામાં કોઇ અશ્પૃશ્ય બાળક પ્રથમ ક્રમે આવે તો શાળાનાં સવણઁ શિક્ષકો જ કહેશે.. અરે..! આ અશ્પૃશ્ય જાતિનો છે.. આ કેવી રીતે પ્રથમ આવ્યો.....?????? આને પ્રથમ આવ્યે શું લેવા દેવા..? માત્ર બ્રાહ્મણ વિધાથીઁ જ પ્રથમ આવવો જોઇયે..જ્યારે આવી સ્થિતી હોય ત્યારે એક અશ્પૃશ્યમાં ઉત્સાહ, પ્રેરણા અને આશા ક્યાંથી દેખાય..? એક અશ્પૃશ્ય પોતાના જીવનમાં કેવી રીતે પ્રગતિ કરી શકે..?
---(3) હિન્દુ ધર્મમાં અશ્પૃશ્યોના માટે ઉત્સહિત થવાના કોઇ અવસર નથી. તેની સરખામણીમાં બ્રાહ્મણો માટે આવું વાતાવરણ નથી. બ્રાહ્મણ ક્ષત્રિયથી ઉંચા, ક્ષત્રિય વૈશ્યથી ઉંચા, વૈશ્ય શુદ્રોથી ઉંચા માનવામાં આવે છે. હિન્દુ ધર્મ માનવ માનવ વચ્ચે સમાનતાના સિધ્ધાંતનું પાલન કરતો નથી”
---(4) બાબા સાહેબે હિન્દુસ્તાનની વિવિધ આક્રમણકારીઓ સામે ગુલામ બનવાના કારણમાં મુખ્ય કારણ તરીકે વર્ષોથી ચાલી આવતી જાતિ આધારિત સમાજવ્યવસ્થાને દોષી ઠેરવતા જણાવ્યું કે –“ભારત દેશ વારંવાર ગુલામ કેમ થતો રહ્યો..? આપણા દેશ ઉપર વારંવાર વિદેશી શાસન કરતા રહ્યા. એનું મુખ્ય કારણ એ છે કે આપણે કદીય એક બનીને દુશ્મનોનો પ્રતિકાર કરવા ઉભા નથી થયા. આક્રમણકારી જે સમાજના માત્ર થોડાક જ ભાગને હરાવીને વિજેતા બની જતા હતા. આમ થવા પાછળ મુખ્ય કારણ હિન્દુઓમાં પ્રવર્તતી ઘાતક જાતિવ્યવસ્થા હતી. 1939-45 દરમિયાન યુરોપમાં દ્વિતિય વિશ્વયુધ્ધ લડાયું હતું. જે સિપાહી યુધ્ધમાં ખપી જતા હતા તેઓના સ્થાને તરત જ નવા સિપાહીઓ ભરતી થઇ જતા હતા .
યુધ્ધમાં વિજયનો શ્રેય કઇ જાતિ કે જાતિ સમુદાયને આપવામાં આવે છે એ જોવાની કોઇનેય નવરાશ ન હતી. આપણા ભારત દેશમાં જેટલા પણ યુધ્ધો થયા, એ બધા જ ક્ષત્રિય દ્વારા લડાયા. એ કાળની ચાતુવર્ણ વ્યવસ્થાના નિયમ મુજબ ક્ષત્રિય અને માત્ર ક્ષત્રિય જ યુધ્ધમાં ભાગ લઇ શકતા હતા. ભૂતકાળમાં આ જ થતું આવ્યું છે. આ જ કારણ હતું કે દેશ વારંવાર ગુલામ બનતો ગયો. જો તમામને શસ્ત્ર ધારણ કરવાની મનાઇ ન હોત તો આપણો દેશ ક્યારેય કોઇનોય ગુલામ ન બનત. કોઇ પણ આક્રમણકારી આપણને હરાવી ન શકત.
---(5) બાબા સાહેબ હિન્દુ ધર્મમાં શુદ્રોને ઉત્સાહ પુરો નહી પાડવાની વૃત્તિની વાત કરતા આગળ જણાવે છે કે –“ન તો હિન્દુત્વ કોઇને રક્ષી શકતો કે નથી કોઇનું કલ્યાણ કરી શકતો....
હિન્દુત્વના સિધ્ધાંત અનુસાર માત્ર કહેવાતી ઉચ્ચ જાતિઓને જ લાભ થતો રહ્યો છે. નથી હિન્દુઓમાં સહ્યદયનું વાતવરણ કે નથી સમાનતાની કોઇ ભાવના. આ ધર્મ અને સામાજિક વ્યવસ્થાએ આપણને બરબાદ કરી દીધા છે. પરંતુ આ બરબાદી અહીંથી અટકવાની નથી. એ હિન્દુઓને બરબાદ કરી દેશે અંતમાં હિન્દુસ્તાનને પણ બરબાદ કરશે.
---(6) શુદ્રો અને અશ્પૃશ્યોને અત્યાર સુધી શું મળ્યું..? જ્યારે પણ કોઇ બ્રાહ્મણ સ્ત્રી ગર્ભવતી થાય છે, એ વિચારે છે કે હાઇકોર્ટમાં ન્યાયાધિશની કઇ જગ્યા ખાલી છે..? પરંતુ જ્યારે દલિત સ્ત્રી ગર્ભવતી થાય છે તો મ્યુનિસિપાલિટીમાં સફાઇ કામદારની ખાલી જગ્યાથી વધારે કંઇ વિચારી શકતી નથી. આવું એટલા માટે કે બ્રાહ્મણોને એવી જ રીતની પ્રેરણા અપાય છે અને શુદ્રોને હતોત્સાહિત કરવામાં આવે છે.
(Source: Dr. Bhimrao Aambedkar, Author- Verinder Grover)
બાબા સાહેબના વિચારો વીજળીના ઝબકારા જેવા છે.. જે ગમેતેવી અંધારી રાતમાં પણ ઝબુકીને પછાતોને સાચો રાહ બતાવતા રહ્યા... બતાવતા રહે છે... બતાવતા રહેશે.
# જિગર શ્યામલન..
Facebook Post :-