January 04, 2018

પ્રોફેસર આનંદ તેલટુંબડે ના "ધ વાયર" મા લખાયેલ લેખ પર પ્રત્યુત્તર

By Rushang Borisa   || 3 January 2018



પ્રોફેસર આનંદ તેલટુંબડે એ ભીમા કોરેગાંવ ના ઇતિહાસ ઉપર વિશ્લેષણાત્મક લેખ લખ્યો હતો.

તેના મુખ્ય મુદ્દાઓ જાણીયે:-

૧) ભીમા કોરેગાંવની લડાઈ ને લઈને મહારોનો અભિગમ ખોટો છે.
૨) ભીમા કોરેગાંવની લડાઈમાં કોઈ જ્ઞાતિનું કે શોષણનું પાસું હતું નહીં.
૩) ભીમા કોરેગાંવની લડાઈમાં મહારોએ આર્થિક ફાયદા માટે બ્રિટિશર્સની મદદ કરી હતી.
૪ ) લડાઈ માત્ર ૨ સત્તાબળો વચ્ચેની હતી જેમાં મહારોએ માત્ર સૈનિકોનો રોલ ભજવ્યો.
૫) આંબેડકરે વ્યૂહાત્મકપણે આ લડાઈ વિષે ભ્રામક વાતો ઉમેરી તેમાં જ્ઞાતિનું તત્વ ઉમેર્યું; જે જુઠાણું હતું.
૬ ) દલિતોએ હવે વાસ્તવિકતા સ્વીકારવી પડશે કે ભીમા કોરેગાંવમાં જ્ઞાતિનું ગુમાન કરવા જેવું કઈ નથી; તે માત્ર ખોટો ઇતિહાસ હોય દલિતો જુઠા પ્રચારનો ભોગ બનેલ છે.
૭) આર્ટિકલના મૂળમાં પ્રોફેસર એવું કહે છે કે આવી જયંતિ ઉજવવી એ આઇડેન્ટિટી પોલિટિક્સ છે; જેના તથ્યો કવોસીં-હિસ્ટોરિકલ હોય દલિતોએ બિનજરૂરી અભિગમ ત્યજી વાસ્તવિક મુદ્દાઓ ઉપર સંઘર્ષ કરવો જોઈએ.

આનંદે બીજા જે પણ તર્કો આપેલ હોય છતાં મૂળ તેઓ એવું કહેવા માગે છે કે પેશ્વાઓની હારને લીધે મહારોએ બહાદુરીનું ગુમાન કરવાની જરૂર નથી; કારણ કે લડાઈમાં કોઈ કાસ્ટ ફેક્ટર જ નહતું.( મહારો જુઠા ઇતિહાસની ઉજવણી કરે છે.)

આનંદની રજૂઆત સાચી હોય કે કેમ; પણ આનંદ જે કહે છે કે મહારોએ કઈ જ્ઞાતિ શોષણને લીધે પેશ્વા વિરુદ્ધ હથિયાર ઉપાડ્યા નહતા તેની સાથે સહમત ના થઇ શકાય. પેશ્વા બ્રાહ્મણોનું શાશન શુદ્રો-દલિતો માટે અન્યાયી જ હતું તેના તો સ્પષ્ટ ઐતિહાસિક પુરાવા છે જ ! આ તથ્ય વિષે કેમ આનંદ ચૂપ રહ્યા? દલિતોને બાજુ પૂર રાખીયે ;પણ આ બ્રાહ્મણોએ તો રાજા શિવાજી ને નીચા દેખાડવાનું પણ ક્યાં બાકી રાખ્યું હતું? હવે જયારે આવા જાતિવાદી બ્રાહ્મણોનું શાશન આવે તો સહજ છે કે દલિતો ઉપર અત્યાચાર થવાના જ. વિચિત્ર એ જણાય છે કે આનંદ અંતમાં ખુદ કબૂલે છે કે પેશ્વાઈ શાશન ખોટું હતું. તો આનંદ એ કેમના ભૂલી ગયા કે આ અન્યાયી પેશ્વાઇનો સીધો ભોગ સ્વાભાવિક રીતે દલિતો જ બનવાના? જો કોઈ શાશનમાં શાષક પક્ષ કટ્ટર હિન્દુત્વ હોય તો સીધું છે કે તેઓ કટ્ટર જાતિવાદી હોય દલિતો ઉપર જાતજાતના અન્યાયી કાયદાઓ થોપવાના. ચાલો, આંબેડકરે વાર્તાઓ બનાવી તે વાત ૨ મિનિટ માટે માની પણ લઈએ; છતાં હિન્દૂ ઉચ્ચ જ્ઞાતિઓના અત્યાચારોના ઘણા બનાવો અંગ્રેજો આવ્યા ત્યારે બાદ પણ ચાલુ જ રહ્યા. તેનું રિપોર્ટિંગ પણ સામયિકો/પાત્રોમાં અધિકૃત રીતે થતું આવ્યું હતું. જો અંગ્રેજો બાદ પણ દલિતો ઉપર અત્યાચાર ચાલુ હતા; તો વિચારો તેમના પહેલા શું સ્થિતિ હશે? એટલે કે આંબેડરે જે કહ્યું કે પેશ્વાઓના રાજમાં મહારો ઉપર અત્યાચારો થતા હતા તે કોઈ ગપ્પુ ના હોય શકે.

આનંદ કહે છે કે મહારોના પક્ષે કોઈ અધિકૃત ઇતિહાસ નથી. પણ ભાઈ મારા, સદીઓથી ઇતિહાસની દોર તો બ્રાહ્મણવાદીઓના હાથમાં જ રહી છે. એટલે જ તો દલિતો ને જવા દ્યો; આદિવાસીઓનો પણ ક્યાં કોઈ અધિકૃત ઇતિહાસ છે? શું લેખિત ઇતિહાસ ના હોવા એનો મતલબ એમ કે બધું ખોટું જ રહ્યું?

મહારોએ બ્રિટિશરોને સાથ આપ્યો તેનું કારણ આનંદ આર્થિક હિત જણાવે છે.પણ તે એક માત્ર કારણ ન હોય શકે. મહારો પાસે તેથી પણ વિશેષ કારણ હોવું રહ્યું ; તેથી જ તેઓ અસાધારણ ઝનૂનથી પેશ્વાની સેનાએ સામે લડ્યા. નક્કી આ કારણ શોષણ સામેનો પ્રતિકાર હોવો રહ્યો.

આનંદ એવું પણ કહે છે કે લડાઈમાં કોઈ કાસ્ટ ફેક્ટર નથી. તેથી પણ આગળ તેઓ કહે છે કે અંગ્રેજો આવ્યા તે પૂર્વે દેશમાં જાતિવાદ સામે અવાઝ ઠ્યા નહતા; કારણ કે અંગ્રેજો આવ્યા બાદ દલિતોમાં શિક્ષણનો ફેલાવો થયો અને તેના ફળરૂપે દલિતોએ જાતિવાદ સામે આંદોલનો કર્યા.

આનંદ કહે છે કે અંગ્રેજો પૂર્વે દેશમાં જ્ઞાતિનો સ્વીકાર સમાજના દરેક સમૂહમાં હતો. એટલે કે સૌ પોતાની મરજીથી રાજીખુશી જ્ઞાતિગત કામો કરતા હતા.આનંદના આ તર્ક ને શિવાજી જ બુઠું સાબિત કરે છે. જો મહારોને પોતાના જ્ઞાતિગત કાર્યથી ખુશ હતા તો પછી શા માટે તેમને અંગ્રેજો સામે સૈન્યમાં કાયમી ભરતીની અપીલ કરી હશે? મહારો યુદ્ધ બાદ પણ સૈન્યમાં કાયમી પદ મેળવવા માંગતા હતા શું એ સ્પષ્ટ સંકેત નથી કે દલિતોમાં જ્ઞાતિગત કાર્યોને લીધે અસંતોષ હતો જ? સમગ્ર આર્ટિકલમાં આ મુદ્દો મને વધુ ખૂંચ્યો કે કેવી રીતે પ્રોફેસર આનંદ પોતાના વિશ્લેષણમાં થાપ ખાય શકે?

પ્રોફેસર મુજબ બ્રિટિશરોને અલગ-અલગ લડાઈમાં અલગ-અલગ સ્થાનિક સમૂહોએ મદદ કરી હતી; જેમાં મહાર સિવાય પરૈયા (એક સમયની તમિલ અછૂત જ્ઞાતિ) પણ મદદ કરી હતી.પણ અહીં ભીમા કોરેગાંવની લડાય માં શહીદોનું સ્મારક એ એક પ્રેરક બળ છે ; જેવું પરૈયા કે બીજા કિસ્સાઓમાં નહીં હોય.

બ્રિટિશર્સ વિરુદ્ધ પેશ્વા ની ભીમા કોરેગાંવની લડાય માં ચાહે જેટલા પણ પરિબળો સામેલ હોય; પણ મહારો માત્ર આર્થિક લાભ ખાતર મદદ કરે તે સંપૂર્ણ હકીકત ના હોય શકે. મહારો ચોક્કસ પોતાનું શાપિત જીવનધોરણ સુધારવા માટે જોડાયા હશે તે પણ મુખ્ય કારણ હોવું રહ્યું.

અહીં અટકીએ.

વેલ, આનંદનો લેખ એવું જણાવે છે કે પેશ્વાનું કુલ લશ્કર ૨૮૦૦૦ બળનું હતું જેમાં, આશરે ૨૦૦૦ જેટલા સૈનિકોએ ભીમા કોરેગાંવની લડાય લડી હતી. જયારે બ્રિટિશરોનું લશ્કર ૮૦૦ બળ નું હતું જેમાં મહારોની સંખ્યા આશરે ૫૦૦ જેટલી હતી. વળી, ૪૮ શહીદોની યાદીમાં ૨૨ મહાર હતા.