મનુષ્યનું મન જ મુખ્ય છે; મનુષ્યનું મન જ સર્વસ્વ છે; મનુષ્યનું મન જ સર્વત્ર છે અને મનુષ્યનું મન જ અગ્રેસર છે; એવી વિશ્વ સ્તરે કોઈ ધમસ્થાપકે જાહેરાત, હિમાયત અને આચરણ કરી સાબિત કર્યું હોય તો કદાચ લોકનાયક બુદ્ધ પ્રથમ છે. માટે જ
નેશનલ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ ઓફ બુદ્ધિસ્ટ એજ્યુકેશન એન્ડ કલ્ચર, ડાયરેકટર
ડો. જયવર્ધન હર્ષ લખે છે કે;
“....આધુનિક મનોવિજ્ઞાનના જનક અને પ્રથમ મનોવૈજ્ઞાનિક તથાગત બુદ્ધ છે....” (“મનની શક્તિનું પ્રતીક: ધમ્મપદ”, લે-ડૉ. બી.એચ. સોમૈયા, પૃ-15)
વિશ્વગુરુ તરીકે ગૌતમ બુદ્ધનું સ્થાન પ્રથમ છે.
કદાચ વિશ્વમાં ભગવાન બુદ્ધ જ એક એવા ભારતીય અને આંતરરાષ્ટ્રીય “ધર્મ સ્થાપક”, “સંસ્થાપક”, “વાહક”, “ધર્મગુરુ’ અને ધર્મવિભૂતિ” છે; કે જેઓએ પોતાના ધર્મમાં પોતાના માટે “કોઈ વિશેષ સ્થાન” આપ્યું નથી.
એટલું જ નહિં; શાક્યસિંહે ક્યારેય પોતાને “ઈશ્વર”, “ઈશ્વરપુત્ર”, ઈશ્વરદૂત”, “ઈશ્વરસદેશક” કે “ચમત્કારિક ધર્મગુરુ” છે; એવો દાવો કર્યો નથી.
અને તેથી જ
વિદ્વાન
પ્રોફેસર તુષાર સંબોધી
નોંધે છે કે
;”..આધ્યાત્મિક ધર્મગુરુઓમાં વિશ્વગુરુ તરીકે ગૌતમ બુદ્ધનું સ્થાન પ્રથમ છે. આજે વિશ્વના 41 જેટલા દેશોમાં તેમણે પ્રબોધેલો બૌદ્ધ ધર્મ ફેંલાઈ ચૂક્યો છે.....”(“મનની શક્તિનું પ્રતીક: ધમ્મપદ”, લે-ડૉ. બી.એચ. સોમૈયા, પૃ-18 )
જેણે મનને કલુષિત થતું; કટ્ટર થતું રોકવાની વાતો કરી
અર્હંતે “મનોવિજ્ઞાનનો પરિવર્તનનો નિયમ” અને “વિચાર કે મનના આકર્ષણનો નિયમ”ની બતાવ્યો છે; તે સકારાત્મક મન, નકારાત્મક, મન, પ્રતિકારાત્મક જ કેન્દ્રિત છે.
તેથી જ અભ્યાસુ વિદ્વાન
સદધમ્મચારિક જનબંધુ કૌશાંબીએ તારવ્યું છે કે;
“......તથાગત બુદ્ધ જ એવી વિભૂતિ પ્રાચીન વિશ્વમાં થઈ હતી કે જેણે મનને કલુષિત થતું; કટ્ટર થતું રોકવાની વાતો કરી તેની પદ્ધતિ જગતને બતાવી છે....” (“મનની શક્તિનું પ્રતીક: ધમ્મપદ”, લે-ડૉ. બી.એચ. સોમૈયા, પૃ-21)
બુદ્ધે નિર્દેશેલો “ધમ્મ”નો માર્ગ આજે પણ એટલો જ; બલ્કે વિશેષ રૂપે પ્રસ્તુત છે.....
ગુજરાતની વિખ્યાત વિદ્યાપીઠ
“ગુજરાત વિદ્યાપીઠ”ના
બૌદ્ધ દર્શન વિભાગના
પૂર્વ ડાયરેકટર
ડૉ. નિરેંજનાબેન વોરા
મારા પીએચ.ડી.ના ગ્રંથની પ્રસ્તાવનામાં નોધેં છે કે:
“........ઈ.પૂ. 500માં ગૌતમ બુદ્ધે નિર્દેશેલો “ધમ્મ”નો માર્ગ આજે પણ એટલો જ; બલ્કે વિશેષ રૂપે પ્રસ્તુત છે.....આ દષ્ટિએ પ્રસ્તુત ગ્રંથ અનેક રીતે આવકાર્ય છે....”( (“ધર્માનંદ કોસંબી: જીવન અને સાહિત્ય”, લે-ડૉ. બી.એચ. સોમૈયા, પૃ-ix)
“....જો આજની સંસ્કૃતિને બચાવવી હોય તો......
જાણીતા ચિંતક
રોહિત મહેતા દર્શાવે છે કે;
“....જો આજની સંસ્કૃતિને બચાવવી હોય તો બુદ્ધનો માર્ગ અને એમનું વ્યક્તિત્વ સમજવાં અત્યંત આવશ્યક છે....”(“કરુણામૂર્તિ બુદ્ધ”, લે-ગુણવંત શાહ, પૃ-8)
તારો, ઉદ્ધારક તું જ છે. કોઈની કૃપા કે દયાથી તારું કલ્યાણ થવાનું નથી.....”
જાણીતા લેખિકા
જયા મહેતાએ પોતાના પુસ્તકમાં તારવ્યું છે કે;
”...બુદ્ધે ઈશ્વર છે કે નથી એ વિશે સ્પષ્ટ પણે કંઈ જ કહ્યું નથી....આત્મા-પરમાત્મા, પરલોક, મોક્ષ, વગેરે સબંધી પ્રશ્નોને ટાળ્યા છે. આનંદ, તારો, ઉદ્ધારક તું જ છે. કોઈની કૃપા કે દયાથી તારું કલ્યાણ થવાનું નથી.....” (“ભગવાન બુદ્ધ અને બૌદ્ધ ધર્મચિંતન”, પૃ-47)
શાક્યમૂનિ બુદ્ધના અંત:દર્શન પર ધ્યાન કેન્દ્રિત કરો.....”
જાપાનના “હેપ્પી સાયન્સ”ના અધ્યક્ષ અને પ્રખ્યાત લેખક
રયુહો ઓકાવા
એ સાબિત કર્યું છે કે
;”.....જ્યારે બધું તમારી વિરુદ્ધમાં જાય ત્યારે શાક્યમૂનિ બુદ્ધના અંત:દર્શન પર ધ્યાન કેન્દ્રિત કરો.....”(“ઈન્વીસીબલ થિન્કીગ”, પૃ-132)
આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”
ભારતરત્ન, આંતરરાષ્ટ્રીય વિદ્વાન વિભૂતિ,
સંશોધનાત્મક લેખક,
પ્રભાવશાળી વક્તા,
ભારતીય બંધારણા ઘડવૈયા,
બૌદ્ધ ધર્મને પુન: ભારતમાં પ્રસ્થાપિત કરનાર મહાન બૌદ્ધ
અને બંધારણ દ્વારા
અનુસૂચિત જાતિ,
અનુસૂચિત જનજાતિ,
અન્ય પછાત વર્ગ,
મહિલા કામદારો,
મહિલા કર્મચારીઓ,
મહિલા અધિકારીઓ,
મહિલા નેતાઓ,
કામદારો,
ખેડૂતો
અને
શ્રમિકો જેવા
અધિકારવંચિત ભારતીયોને અધિકારોથી સંપન્ન કરીને.........
આલિશાન બંગલો,
લેટેસ્ટ કાર,
ભવ્યજીવન શૈલી,
સન્માન,
નામના,
પ્રતિષ્ઠા
અને
રાજકીય સત્તાની ભેટ આપનાર
ડો. બાબાસાહેબ આંબેડકર
પોતાના સંશોધનાત્મક અને વિસ્તૃત ગ્રંથ
“ધ બુદ્ધા અન્ડ હિઝ ધમ્મા”માં
બૌદ્ધ ધર્મને માનનારા બૌદ્ધોની જીવનશૈલી કેવી હોવી જોઈએ તેનો ઉલ્લેખ કરતા
“ધ બુદ્ધિસ્ટ વે ઓફ લાઈફ” ચેપ્ટરમાં
આલેખે છે કે;”......
“......... સારા (બંધારણીય) કાર્યો કરો. ખોટા(ગેરબંધારણીય) સહયોગ ન આપો. કોઈ પણ પ્રકારના પાપ (અનૈતિક) કાર્યો ન કરો.....આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........” ”........લોભ અને વિષય વાસનાને વસીભૂત ન થાઓ.....આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”
“.........કોઈને દુખી ન કરો. કોઈ વિશે દ્વેષ ન રાખો..... આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”
“.........ક્રોધ ન કરો. દુશ્મનીને ભૂલી જાઓ. પોતાના દુશ્મનો(પ્રતિસ્પર્ધીઓ) ને મૈત્રી (પ્રેમ)થી જીતો...... આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”
“.......મનુષ્ય તેવો જ બને છે જેવું તેનું મન તેને બનાવે છે. સન્માર્ગે (શીલ-ચારિત્ર્ય) આગળ વધવા માટે મનની સાધના તે પ્રથમ કદમ છે......... આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”
“.....જેણે પોતાને જાણ્યો હોય તો તે મનુષ્યે પોતાના પર (પોતાના સ્વભાવ) વિજય મેળવવો જોઈએ... આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”
“.........બુદ્ધિમાન બનો. ન્યાયશીલ રહો અને સારી સંગત કરો...... આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”
“........પ્રત્યેક કાર્ય કરતી વખતે જાગૃત (સાવચેત) રહો. પ્રત્યેક કાર્ય સમજી વિચારીને કરો. દરેક બાબતે બિનાઅળસુ અને ઉત્સાહી રહો..... આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”
“......ગરીબીથી દુ:ખ ઉત્પન થાય છે. પરંતુ એવું પણ નથી કે ગરીબી દૂર થવાથી મનુષ્ય સુખી થઈ જાય છે. સુખનો મૂળમંત્ર ઊંચું જીવન ધોરણ નહીં. પરંતુ ઊચ્ચ આચરણ છે... આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”
“......કોઈને કડવા વેણ ન કહો. બીજો મનુષ્ય પણ આવો જ જવાબ આપશે. ક્રોધયુક્ત વાણી દુ:ખદાયી છે. કોઈના(વાણી દ્વારા) પર તમે પ્રહાર કરશો તો તે પણ તમારા ઉપર (વાણી) દ્વારા પ્રહાર કરશે. સ્વતંત્રતા, સૌજન્યતા, શુભેચ્છા અને નિ:સ્વાર્થપણું આ સઘળા સંસારમાં એવું મહત્વ છે કે જેમ પૈડાની ધરીનું મહત્વ છે....... આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”
“.........જૂઠ્ઠું ના બોલો. બીજાઓને જૂઠ્ઠું બોલવાની પ્રેરણા ન આપો. કોઈના જૂઠ્ઠંનું સમર્થન ન કરો. સર્વ પ્રકારના મિથ્યા (ખોટા-બકવાસ) ભાષણોથી દૂર રહો. જેવી રીતે ભગવાન બુદ્ધ ઉપદેશ આપે છે તેવી રીતનું તેમનું આચરણ હોય છે. જેવું તેમનું આચરણ તેવો તેમનો ઉપદેશ હોય છે. એટલે જ ભગવાન બુદ્ધ.......તથાગત....કહેવાય છે..... આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”
“......”સાચા માર્ગ”
(સ્પષ્ટ લક્ષ્ય,
લક્ષ્યને હાંસલ કરવા
દ્ઢ સંકલ્પિત જીવન,
વિવેકપૂર્ણ વાણીનું પ્રયોજન,
નૈતિક અને બંધારણીય કર્મ કરવા,
પવિત્ર અને પ્રામાણિક માર્ગે આજીવિકા કમાવવી,
લક્ષ્યસબંધીત નિરંતત પ્રયત્નશીલ રહેવું,
લક્ષ્યકેન્દ્રિત જ જાગૃતિ દાખવવી,
લક્ષ્ય પ્રાપ્ત કરીને જ ઝંપવું.)
ને જ પસંદ કરો.
“સાચા માર્ગ”
(સ્પષ્ટ લક્ષ્ય, લક્ષ્યને હાંસલ કરવા દ્ઢ સંકલ્પિત જીવન, વિવેકપૂર્ણ વાણીનું પ્રયોજન, નૈતિક અને બંધારણીય કર્મ કરવા, પવિત્ર અને પ્રામાણિક માર્ગે આજીવિકા કમાવવી, લક્ષ્યસબંધીત નિરંતત પ્રયત્નશીલ રહેવું, લક્ષ્યકેન્દ્રિત જ જાગૃતિ દાખવવી, લક્ષ્ય પ્રાપ્ત કરીને જ ઝંપવું.)થી વિચલિત ન થાઓ.
જો કે આમ તો ઘણા માર્ગો માટે નહિ પરંતુ સર્વેને સુખી કરવા માટે છે.
તે આરંભમાં કલ્યાણકારી, મધ્યમાં કલ્યાણકારી અને અંતમાં કલ્યાણકારી હોવો જોઈએ.
“સાચા માર્ગે”
(સ્પષ્ટ લક્ષ્ય, લક્ષ્યને હાંસલ કરવા દ્ઢ સંકલ્પિત જીવન, વિવેકપૂર્ણ વાણીનું પ્રયોજન, નૈતિક અને બંધારણીય કર્મ કરવા, પવિત્ર અને પ્રામાણિક માર્ગે આજીવિકા કમાવવી, લક્ષ્યસબંધીત નિરંતત પ્રયત્નશીલ રહેવું, લક્ષ્યકેન્દ્રિત જ જાગૃતિ દાખવવી, લક્ષ્ય પ્રાપ્ત કરીને જ ઝંપવું.) ચાલવું તેનો અર્થ..... આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”
- ડૉ. ભાણજી એચ.સોમૈયા
M.A.,LL.B.SPECIAL, Ph.D., NET-UGC