હા હા ! જુસ્સાથી તબિયતથી અત્યાચારીઓને જવાબ આપવાની વાત અહીં ગુજરાતી માં પોસ્ટરૂપે કરીને તેના પડઘા યુ.પી ના સરહાનપુરમાં પડ્યા ને એ ભડકાએ અનેક લોકોની ઊંઘ હરામ કરી દીધી .
ભીમ આર્મી થી એવી તો કેવી ફાટી ગઇ તમારી કે સંઘ,હિંદુ યુવા વાહીની,રણવીર સેના જેવા લોકોએ એક થવું પડ્યું. ગામ આખાને ખબર છે કે ઉપદ્રવી અને તોફાનીઓ કોણ છે . રણવીર સેના,સંઘ, વી.એચ.પી. બંજરંગ દળ,હિન્દુ યુવા વાહીની આ બધાઓ દલિતો પર અત્યાચાર ને તોફાનો કરેલા જ છે. તેઓ ક્યાં દૂધે ધોયેલા છે તોપણ કોઈ સરકારની હજુ હિમ્મતથી થઈ કે તેમને પડકારી શકે.
એક ભીમ આર્મીએ શું તમારી બેન્ડ બજાવી દીધી તમે તો ભેગા થઇ હા હા મચાવી દીધી કે દલિતો ની ગુંડા ટોળકીએ તોફાનો કરાવ્યા. એમના પર કેસ ચલાવ્યા ફલાણું કરો.... ઢિકણું કરો.....
સાલું આટ આટલા સંગઠનો હોવા છતાં તમે એક ભીમ આર્મી થી બીવાઈ ગયા. આંતકવાદી ટોળકી એવું નામ આપી દીધ્યું. આ તો હજુ એક ભીમ આર્મી ઉભી થઇ છે. જ્યારે ગામે ગામ આવી ભીમ આર્મી ઉભી થશે . એની રચના થશે ત્યારે તેમને તમારી અસલ પરિસ્થિતિનું જ્ઞાન થશે.
જાતિનું ગૌરવ લઈને ફરનારા આજે ભીમ આર્મીથી થર-થર ધ્રુજી રહ્યા છે.આ એક ચોક્કસ નવી શરૂઆત છે.
#વેલ ડન_ભીમઆર્મી
-- પ્રશાંત લેઉવા
Facebook Post :-
No comments:
Post a Comment