May 15, 2017

સત્ય કડવું હોય છે વાંચો કેથરીન મેયો નામની મહિલા લેખિકાએ 1927માં લખેલ પુસ્તક 'મદર ઇન્ડીયા' માં નો એક પ્રસંગ


''...1926 ની ગરમીના દિવસો છે. કાલીઘાટના એક બ્રાહ્મણ મિ.હલ્દર મને પોતાની માલિકીના સ્થાનીક ગામમાં આવેલા કાલી માતાના મંદિરે લઇ જાય છે. ત્યાં બે બ્રાહ્મણ ઉભા છે. તેમાંથી એક બ્રાહ્મણ બકરાને પકડીને ઉભો છે. બીજા બ્રાહ્મણના હાથમાં તલવાર છે. તે એકજ ઝાટકે બકરાને કાપી નાખે છે. લોહીની ધારા વહેવા લાગે છે. તે વખતે તેમની પાછળ એક નાની વયની સ્ત્રી ઉભી હોય છે તે ચોપગી થઇ જાય છે અને તે વહી રહેલાં રક્તને ચાટવા લાગે છે. આવું તે એટલાં માટે કરી રહી હોય છે કેમ કે, તેને પુત્રરત્નની પ્રાપ્તિ થાય. મિ.હલ્દર મને જણાવે છે કે, અહીં રોજના 150 થી 200 બકરા કપાય છે. તેનું માંસ બ્રાહ્મણ પરીવારોના કામમાં આવે છે...''
(આ વર્ણન કેથરીન મેયો નામની મહિલા લેખિકાએ 1927માં પોતાના પુસ્તક 'મદર ઇન્ડીયા' ના 6 અને 7માં પેજ પર લખી છે. હું તમારા માટે સ્ક્રિનશોટ પણ મુકી રહ્યો છું)
427 પેજનું આ પુસ્તકમાં ચિત્રો અને દસ્તાવેજી પુરાવાઓ સાથે આ ઘટનાથી શરુ થાય છે અને આવી ઘણીય ઘટનાઓ સાથે પુરું થાય છે. આજથી નેવું વરસ પહેલાં લખાયું છે. આ પુસ્તકના લખાણમાં બારુદ ભરેલો હતો કે શી ખબર તાત્કાલીક અસરથી બ્રિટીશ સરકારે તેને ભારતમાં વેચવા કે વાંચવા પર પ્રતિબંધ મુક્યો હતો. ઓરીજનલ પુસ્તક ભારતમાં ક્યારેય ન આવ્યું. પણ તેને કાઉન્ટર કરવા બીજા કેટલાંય પુસ્તકો લખાયાં! જેમાં ડો. માર્ગારેટ બલ્ફોર, લાલા લજપતરાય, એચ.એ.પોપલે, રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, ડીચેર, અને રામાસ્વામી ઐયરએ પુસ્તકોની શ્રેણીઓ લખી! એક પુસ્તકને કાઉન્ટર કરવા આખા ભારતનું તોપખાનું ઉતરી પડ્યું. તમે અંદાજો લગાવો આગ કેટલી જોરદાર લાગી હશે!
હાલ આ પુસ્તક ઇન્ટરનેટ પર મફતમાં પીડીએફ સ્વરુપે મળે છે. નિચે પ્રથમ કોમેન્ટમાં લીંક મુકી રહ્યો છું..
https://ia800301.us.archive.org/7/items/motherindia035442mbp/motherindia035442mbp.pdf


Facebook Post :-

No comments:

Post a Comment