May 15, 2017

દલિતો પ્રત્યે કેટલાક કહેવાતા ઉચ્ચ વર્ણ ના લોકોની માનસિકતા છતી કરતી અદભુત કવિતા : શંકર પેન્ટર

આપણા સમાજ માં આજે પણ
દલિતો પ્રત્યે કેટલાક કહેવાતા ઉચ્ચ વર્ણ ના લોકોની માનસિકતા છતી કરતી અદભુત કવિતા......
ચ્યમ’લ્યા આટલું ફાટ્ટી જ્યું સ્ ?
ચ્યમ’લ્યા આટલું ફાટ્ટી જ્યું સ્ ?
મારાં હોમું હેંડત હાળા,
લગીરેય તન બીક ના લાજી ?
પૂછજે તારા વાહમાં જઇન
કુણ શુ...
તન કેહ એ તો
લેંબડે બાંધી બાપ ન તારા
ધોકે ધોકે ધધડાયો’તો !
મેલ્લામાંથી ડોશીઓ આયી
ખોળા પાથરી સોડાયો’તો !
દૂણી લઈન સાસ લેવા ,
આવજે હવ ગામમાં હાળા,
હાદ પડાવું આંયથી જઈને,
બંધ કરી દો દાડિયાઓન,
પોલીસ પટલ, સરપંચ મારો,
તલાટી ન મંતરી મારો,
ગામનો આખો ચોરો મારો,
તાલુકાનો ફોજદાર મારો,
જોઈ લે આખો જિલ્લો મારો,
મોટ્ટામ મોટો પરધાન મારો,
દિલ્લી હુદી વટ્ટ મારો.
કુણ સ્ તારું? કુણ સ્ તારું?
કુણ સ્ તારું? કુણ સ્ તારું?
ધારું તો લ્યા ઠેર મારું,
ચ્યમ’લ્યા આટલું ફાટ્ટી જ્યું સ્ ?
મારાં હોમું હેંડત હાળા,
લગીરેય તન બીક ના લાજી ?
-શંકર પેન્ટર
ગુજરાતી દલિત સાહિત્ય ના મહાન કવિ
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ આ હૃદયષ્પરશી, વેદના દર્શાવતી રચના ના કવિશ્રી શંકર પેન્ટર ને"સ્વાભિમાન"યુક્ત શત શત વન્દન ...

જય ભીમ.


No comments:

Post a Comment