August 14, 2017

"भगवान" का बुद्ध के संदर्भ मे अर्थ

By Sanjay Patel Bauddha || 11 August 2017 at 23:19


कई लोगों का प्रश्न है कि सभी बौद्ध लोग भगवान या ईश्वर को नहीं मानते तो फिर बुद्ध को भगवान क्यों कहते है ?

सबसे पहले भगवान शब्द का प्रयोग ही बुद्ध के लिए हुआ था, बुद्ध की फिलोसोफी को काउंटर करने के लिए बुद्धिज़्म के कई सारे शब्द हिन्दू शास्त्रों में प्रयोग किये गए और आज लोग यह समझ रहे है कि यह शब्द तो हिन्दू का है लेकिन वास्तव में बुद्धिज़्म में उसका अर्थ अलग है ।
आइए भगवान का बुद्ध के लिए क्या अर्थ है वह समझते है ...

पालि का भगवान अथवा भगवतं दो शब्दों से बना है – भग + वान,
पालि में भग मायने होता है – भंग करना , तोडना , भाग करना उपलब्धि को बांटना आदि और वान्‌ का अर्थ है धारण्कर्ता , तृष्णा आदि । यानि जिसने तृष्णाओं को भंग कर दिया हो वह भगवान्‌।

पालि ग्रंथों मे बुद्ध के लिये प्रयुक्त भगवान्‌ अथवा भगवा शब्द को परिभाषित करने के बहुत से उदाहरण है :

‘भग्गरागोति भगवा ’ : जिसने राग भग्न किया कर लिया वह भगवान

‘भग्ग्दोसोति भगवा ’ : जिसने द्धेष भग्न किया हो वह भगवान

‘भग्गमोहोति भगवा , भग्गमानोति भगवा , भग्ग किलेसोति भगवा , भवानं अंतकरोति भगवा म भग्गकण्ड्कोति भगवा ’..: जिसने मोह भंग कर लिया , अभिमान नष्ट कर लिया , क्लेष भग्न कर लिया , भव संस्कारों का अंत कर लिया , कंटक भग्न कर लिये वह भगवान्‌।

‘भग्गमोहोति भगवा’: मोह भग्न कर लिया , इस अर्थ में भगवान।

‘भग्गमानोति भगवा’ : अभिमान नष्ट कर लिया , इस अर्थ में भगवान ।

‘भग्गदिट्‌ठीति भगवा’ : दार्शिनिक मान्याताओं को भग्न कर लिया , इस अर्थ में भगवान्‌ ।

‘भग्गकण्डकोति भगवा’: कंटक भग्न किया , इस अर्थ में भगवान ।

‘भग्गकिलेसोति भगवा’: क्लेश , काषाय भग्न कर लिये , इस अर्थ में भगवान ।

‘भजि विभजि पविभजि धम्म्रतन्तिभगवा’ : भजि यानी जिसने धर्म रत्न का भजन किया , यानी सेवन , इस माने भगवान ।

ऐसे न जाने कितने उदाहरण हैं जिसमॆ भगवान शब्द का अर्थ संस्कृत के शाब्दिक अर्थ से बिल्कुल अलग दिखता है ।

पालि में एक सुत्त है :

इतिपि सो भगवा , अरहं , सम्मासम्बुद्धो,

विज्जाचरणसम्पन्नो सुगुतो लोकविदू ,

अनुत्तरो पुरिस सम्म सारथी सत्था देवमनुस्सानं , बुद्धो भगवति ॥

ऐसे जो अहर्त है , सम्यक्‌ सम्बुद्ध हैं , संपूर्ण जागृत हैं , लोभ , द्धेष और मोह से मुक्त ऐसे भगवन्‌ हैं , सर्वज्ञ हैं , ज्ञान और आचरण में परिपूर्ण हैं , सुगति प्राप्त हैं , वर्तमान और भूत भविष्य को जानने वाले हैं , यथावादी तथाकारी , जैसा कहते हैं वैसा करते हैं , ऐसे आचरण वाले हैं , आदमी को लोभ , द्धेष और मोह से छुडाने वाले अप्रतिम सारथी हैं , देवता और मनुष्यों के सास्ता हैं , गुरु हैं , उपदेशक हैं , ऐसे मनुष्यों मे अनुपम श्रेष्ठतम भगवान्‌ बुद्ध हैं ।

આજે શીતળા સાતમ ના દિવસે શીતળા થી બચાવનાર ડૉ.એડવર્ડ જેનર ને યાદ કરીયે.




              સાતમી સદીમાં જાપાન માં ત્રીજા ભાગની વસ્તી શીતળા ના લીધે મૃત્યુ પામી હતી, 8 મી સદીથી માંડી 16 મી સદી સુઘી તે યુરોપ, ભારત ,ચીન માં વ્યાપ્ત હતો,અને ૧૮મી સદીના અંત સુધીમાં શીતળા તે વિશ્વ ના લગભગ તમામ ભાગમાં ફેલાયેલ હતો અને કેવો કાળો કેર વર્તાવ્યો હતો તે સમયે યુરોપમાં દર વર્ષે લગભગ છ કરોડ લોકો શીતળાના રોગના કારણે અવસાન પામતા અને 20 મી સદીમાં અંદાજિત 300 થી 500 મિલિયન લોકો શીતળા થી મૃત્યુ પામ્યા હોવાનું અનુમાન છે. જે બાળકો ને આ રોગ લાગુ પડતો તેમાથી 80% -90% મૃત્યુ પામતા.. અને બાકીના તે કોર્નિયલ અલ્સરેશન અને કોર્નિયલ સ્કારીંગથી અંધાપા નો ભોગ બનતા, હોસ્ટેઓમાંયેલાઇટીસ અને આરથાઇટિસ થકી પગ ની ખોડખાપણ નો ભોગ બનતા.

         આજે સમગ્ર વિશ્વમાં શીતળા રોગ નાબૂદ થઇ ચૂક્યો છે. તેનો  શ્રેય ડૉ.એડવર્ડ જેનર નામના તબીબને ફાળે જાય છે. આ તબીબે શીતળાની રસી મુકવાનો સિધ્ધાંત ઈ.સ. ૧૭૯૬માંશોધી કાઢ્યો હતો.  તેમનો જન્મ તા. ૧૭/૫/૧૭૪૯ના રોજ ઈંગ્લેન્ડમાં  હતો.   ઈ.સ.૧૭૭૦માં તેઓ લંડન ગયા. અને ત્યાં ડૉ. જ્હોન હંટરના તેઓ શિષ્ય બન્યા. તેમણે પ્રાણીઓની વિગતો ભેગી કરવાની અને એનું સંકલન કરવાનું હતું. આ પ્રવૃત્તિ દરમ્યાન જાણવા મળ્યું કે ગાયના બળિયામાં બે રોગનું મિશ્રણ છે. જેમાં માત્ર એક રોગના જીવાણું બળિયાના રોગ અટકાવવા માટે ખૂબ ઉપયોગમાં આવે તેમ છે. આ ઉપરથી તેમણે ગાયના બળિયાની રસી જો માનવીના શરીરમાં દાખલ કરવામાં આવે તો માનવી શીતળાના રોગથી બચી જાય છે. તેમણે જેમ્સ ફિપ્સ નામના આઠ વર્ષના બાળકના શરીરમાં આ COWPOX થી ગ્રસિત જાનવર ની ફિડકલીઓમાંથી મેળવેલ પરુદ્રવ્ય દાખલ કર્યું. આથી એ બાળકને જીવનભર શીતળા નીકળ્યા નહિ. ત્યારપછી શીતળા રસીનો તેમણે ખૂબ પ્રચાર કર્યો.  આજે આપણે જાત જાતના રોગોની રસીઓ બજારમાં ઉપલબ્ધ છે. કોલેરા, પ્લેગ, ડીપ્થેરીયા અને પોલીયો જેવા રોગો હવે રસી વડે કાબૂમાં આવી શક્યા છે. આ બધી રસીઓમાં મૂળમાં રહેલો સિધાંત શોધી કાઢનાર ડૉ.એડવર્ડ જેનર હતા. તેમને રોકપ્રતિકારકશાસ્ત્ર ના પિતા (Father of Immunology) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના વિરુદ્ધ બ્રિટનના પાદરીઓ અને જુનવાણી તબીબોએ વિરોધનો વંટોળ ઉભો કર્યો. ડૉ.એડવર્ડ જેનર બહાર નીકળે તો તેના પર પથ્થર ફેંકવામાં આવતા હતા પરંતુ જેનર એનાથી હતાશ થયા વિના એમને ખુદ પોતાના પુત્ર પર શીતળાની રસીનો પ્રયોગ કરી બતાવ્યો હતો. આખરે ડૉ.એડવર્ડ જેનર સામેનું તોફાન શાંત થયું. અને આ શોધનો સ્વીકાર કર્યો. બ્રિટીશ સરકારે ડૉ.એડવર્ડ જેનરને નાઈટહૂડની ઉપાધી આપી ૨૦ હજાર પાઉન્ડ આપ્યા હતા. જેમાંથી જેનરે નેશનલ વેક્સીન ઇન્સ્ટીટયુટની સ્થાપના કરી. આ ઉપરાંત રશિયાના ઝારે (રશિયા ના સમ્રાટ) એમનું સુવર્ણ મુદ્રીકાથી સન્માનિત કર્યા હતા. શીતળાના રોગનો સચોટ ઉપાય બતાવનાર ,શીતળાની રસીના શોધક ડૉ.એડવર્ડ જેનર ને યાદ કરીએ.
આભાર માનીએ કે,
તેમને માનવજાત ને શીતળા (Smallpox) થી બચાવી,
આભાર માનીયે કે તેમણે રોગપ્રતિકારક રસીઓ શોધવાનો સિદ્ધાંત આપ્યો.
આભાર માનીએ કે માનવજાત ને લુપ્ત થતા બચાવી...








(સંદર્ભ -ઇન્ટરનેટ)
(Created By Vishal Sonara)

સામુહિક બાળ સંહારમા પણ અસંવેદનશીલતા

By Rahul Vaghela || 14 Aug 2017



વોટ્સએપના એક ગૃપમાં, ભગવાના એક અંધભક્ત (સામુહિક બાળ સંહારમા પણ અસંવેદનશીલ) તરફથી જોગી બાબાના લુલા બચાવમાં એન્સેફેલાઈટીસથી પાછલાં વર્ષોમાં થયેલા મૃત્યુના આંકડા રજુ કર્યા અને એવો તર્ક રજુ કરવા પ્રયત્ન કરવામાં આવ્યો કે દરેક વર્ષે ઓગસ્ટ મહીનામાં આ વર્ષે થયા તેટલા જ કે તેથી વધુ બાળકોના મૃત્યુ થાય છે અને આ BRD હોસ્પિટલમાં સરેરાશ રોજ 17-18 મૃત્યુ થાય છે એટલે કે સાબીત અને સમજાવવા એવુ માંગે છે કે થયેલ મૃત્યુએ સ્વાભાવિક અને દર વર્ષે થાય જ છે, કોઈએ નવાઇ પામવું નહીં અને એ મૃત્યુ માટે કોઇ પણ હાલનાં કે ભુતકાળના નેતા કે સરકારી બાબુઓ જવાબદાર નથી!! અને વધુંમાં ભક્તે રજુ કર્યું કે હાલનું રાજય શાસન આ રોગને નીયંત્રીત કરવા નક્ક પગલાં મે-17થી ભરી જ રહી છે.....
એરે મારા અંધભક્ત, માનવતાની સંવેદનાવાળી આંખો ખોલ અને વાસ્તવિકતામાં મગજને ચલાવી વીચારો, 
મૃત્યુ કોઇ રોગના કારણે કુદરતી રીતે થઇ છે એ વાતનો કોઇ પ્રશ્ન અત્યારે છે જ નહીં, અને જો રોગનાં કારણે જ ઓગસ્ટમાં જ આટલા મૃત્યુ થતાં હોત તો ચોકકસ પાછલા વર્ષોમાં આથી પણ વધું જ મૃત્યુ થયા હશે કારણ રોગને કંટ્રોલ કરવાનું કામ તો હમણાંથી જ ચાલું થયું હશે, તો પછી અત્યારે જે પીંજણ, હોબાળો,હુડીયો અને બખેડો (ગોરખપુર ઇસ્યુ પર) વર્તમાન રાજય શાસન અને હોસ્પિટલ શાસન પર છે તેનાથી વધુ અથવા તેટલો દેકારો પાછલા વર્ષોમાં થયો હોવો જ જોઇએ, પણ શા માટે આવું ક્યારેય ભુતકાળમાં સાંભળવામાં આવ્યું નથી? 
વધુમાં આપણે આ પ્રકારના સામુહિક બાળ સંહારના કીસ્સામાં પણ એક માનવીય સંવેદના દર્શાવી શકતા નથી અને કોઇ એક ઇસ્યુમાં થયેલ ગંભીર બેદરકારીનો લુલો બચાવ કરવા હવાતીયા મારીએ છીએ. BRD હોસ્પિટલ બનાવમાં ડોળાવગરના કોઇ પણ ડફોળીયાને પણ સમજાય કે જે બાળકોએ પોતાના જાન ગુમાવ્યા છે તે ફક્તને ફક્ત ગંભીર બેદરકારીના કારણે જ ગુમાવ્યા છે (ઓક્સીજન સપ્લાય કરતી કંપની પુષ્પા સેલ્સના નીવેદનો પરથી કારણ સ્પષ્ટ છે). પણ ના એવા બેજવાબદાર નીવેદનો એવી એવી વ્યક્તિઓ તરફથી આવી રહ્યા છે કે ગંદકીના કારણે મૃત્યુ થયા(તો ગંદકી સાફ કરાવવીએ કોની જવાબદારી), ઓગસ્ટ મહીનામાં મૃત્યુ આંક વધું જ હોય છે (તો શું આ પહેલીવાર જ જાહેર થયું છે?) અને એવું જ હોય તો શા માટે કોલેજ પ્રિન્સીપાલને સસ્પેન્ડ કર્યા? શા માટે એનઆઇસીયુ વિભાગના વડા પર પણ પગલા? (જો બાળકોના મૃત્યુ દર વર્ષે ઓગસ્ટમાં જ થતા હોય તો)...
તો પ્લીઝ અંધભક્તો બાળકોના મૃત્યુ પર રાજકારણ ના કરો અને ખોટા હવાતીયા ના મારો..
આ પોસ્ટ અને પાછલી અમુક પોસ્ટ પરથી ધણાને એવું લાગશે કે આ ઓવર સેન્ટીમેન્ટ છે..તો હા છે જ કારણ હું આ બનાવને કોઇ રાજકીય પક્ષના તરફી/વિરોધી તરીકે નહીં, કોઇ એક વિચારધારામાં માનનાર તરીકે નહીં, કે કોઇ એક વર્ગ સમુહની સમસ્યાને વાચા કે થયેલ અન્યાયનાં વિરોધકર્તા તરીકે નથી લઇ રહ્યો..પરંતુ આ બનાવમાં એક પિતા કે માઁ એ પોતાના વહાલસોયાને ગુમાવ્યા હોય અને જે જ્વાળા હ્રદયમાં સળગતી હોય એવાં માઁ-બાપ તરીકે લખી અને લઇ રહ્યો છું અને આ જ લાગણી/પ્રતીભાવ કોઇ પણ બેદરકારીના કારણે બાળ/બળકોના અપમૃત્યુ પર રહેશે જ.
અંતે આ લાંબુલચક લેકચર અને બળાપો લખવાનો અન્ય એક હેતું એપણ છે કે કોઇ પણ આવી દુ:ખદ સામાજિક ઘટનાઓમાં જે કોઇ પણ સરકારી બાબુ જવાબદાર હોય તો તેની સામે ગંભીર પગલાં લેવાય, કોઇ રાજકીય નેતા જવાબદાર હોય તો તેની સામે પગલાં લેવાય અને તેનો બહીષ્કાર થાય અને લોકતંત્રનું મુળ અંગ "લોકો" પહેલાં ચશ્મા ઉતારે અને સંવેદનશીલ તથા તટસ્થ રહી મુળ મુદ્દે વિરોધ નોંધાવે...
રાહુલ વાધેલા 
જય ભારત...જય સંવિધાન...  




गोरखपुर नरसंहार पर कविता : मासूम बच्चो के मां बाप के दर्द को महसूस करते हुये

By Veeru Ji  ||  13 Aug 2017 at 15:00


 कितनी मिन्नतों के बाद उसे पाया होगा।
तब जाके खुशियों का मौका आया होगा

कभी हाथों में तो कभी पलने में झुलाया होगा।
तब जाके बच्चे को चैन से सुलाया होगा।

उसकी किलकारी से पूरा घर चहकाया होगा।
उसे देख मां बाप का चैहरा मुशकुराया होगा ।

बच्चे को बुखार थोडा आया होगा
तब उसे गौरखपुर लाया होगा।

सहम कर डर चैहरे पे उतर आया होगा
जब बच्चे के मास्क में ऑक्सीजन न आया होगा।

आंखों से समंदर भी निकल आया होगा
जब जिगर के टुकडे को तडपता हुआ पाया होगा।

थम गंई होंगी सांसे जब बच्चे को खामौश पाया होगा।
जम गये होंगे होंठ जब बच्चे की लाश को उठाया होगा।

कल वो रोता था अब मां बाप को रुलाया होगा।
छोड गया लाल ये भी यंकी न आया होगा ।

कैसे अपने आप को समझाया होगा।
जब अपने कलेजे के टुकडे को दफनाया होगा।

चीख पुकार और मातम का साया होगा।
ये देख शर्म से आसमां भी शर्माया होगा

अभी तलक अन्न न खाया होगा
जब अांचल से दूध को बहाया होगा

हर बार बच्चे का चैहरा अपनी आंखों मे आया होगा।

जब अपने सामने बच्चे को खोया होगा...