By Dinesh Makwana || 05 Aug 2017
બાબા ને માનનારી નવી પેઢીએ મંદિરોને લાત મારવાની વાત કહી છે. અંધશ્રદ્ધા માથી બહાર નીકળવા માટે હિમાયત કરી છે. આ વાત સાથે હુ થોડોક સંમત છુ. અંધશ્રદ્ધા ની વાત સાથે પુરેપુરો સંમત છુ.
કેટલીય વાર મે કહ્યું છે તેમ આપણી પાસે એક જગ્યાએ ભેગા થવાનું કોઇ વિશેષ પ્લેટફોર્મ નથી અને નથી જ. દાત
મુસ્લિમ- મસ્જિદ
ખ્રિસ્ત - ચર્ચ
શિખ- ગુરદ્રારા
વૈષ્ણવ- હવેલી
પટેલ- સ્વામીનારાયણ મંદિર
અને ખાસ વાત યાદ રાખવાની છે ઉપરની તમામ જાતિઓમાં વિવિધ પેટાજ્ઞાતિઓ છે જેમાં આજે પણ લગ્નનો વ્યવહાર નથી. ઓદિચ્ય બ્રાહ્મણો પોતાને સૌથી ઉપર માને છે. આના વિશે અલગથી મે લેખ લખ્યો હતો તેથી તેનું પુનરાવર્તન નહી કરુ. કોઇ મિત્ર ને ફરી વાંચવો હોય તો મને કહે.
મુળ આ બધી જાતિના લોકો કોઇ એક જગ્યાએ તો ભેગા થતા. આપણે લડવા માટે ફળિયામાં પણ ભેગા થતા નહી. આજે પણ દરેક ફળિયામાં એક મંદિર તો છે જ પણ તેનો ઉપયોગ જો વિવિધ પ્રવુતિઓ માટે થયો હોત અને દરેક પ્રસંગે આપણા લોકો ત્યાં ભેગા થયા હોત તો આ એકતા વધારે મજબુત થઇ શકી હોત. SC ની તમામ જાતિ છોડો આપણે ફળિયાના તમામ વ્યકિતઓને એક છત નીચે લાવીયે તોય ઘણી સફળતા મળી શકે છે.
પણ આ સમય સંક્રમણ નો છે જેને અંગ્રેજીમાં transition કહે છે એટલે કે નવી પેઢી અને જુની પેઢી વચ્ચે સૌથી મોટી ખાઇ અત્યારના સમયમાં ચાલી રહી છે. હજુ કેટલાય નવયુવાનો જે ખરેખર આજ્ઞાંકિત દીકરા છે તે તેમના માતા પિતાને અનુસરીને મંદિરના દર્શન કરે જ છે. તેમના માટે તેમના માતા પિતા વધારે મહત્વના છે અને આ પેઢીને તમે ગાળો બોલીને, તેમના માટે નકામા શબ્દો વાપરીને મંદિર કે કહેવાતા ભગવાનથી દુર કરવાની વાતો કરો છો ત્યારે તેઓ દુર નહી જ થાય કારણ કે તેમને લાગશે તેમણે માતા પિતાને દુર કર્યા.
અશોકભાઇ રાઠોડ બહુ સરસ વાત કહે થે. જય ભીમ તે એક વિચારધારા છે. આ વાત સાથે હુ સંમત છુ પણ આ વિચારધારા કોઇના વિરુદ્ધ બોલવા માટે નથી. મને રામાયણ કે ગીતા વાંચ્યા પછી ના ગમતું હોય તે મારો અંગત પ્રશ્ન છે પણ તેજ ગીતા કે રામાયણ વિશે જ્યારે હુ જાહેરમા હુ કોઇ કોમેન્ટ કરુ ત્યારે બંધારણની જોગવાઈઓનો પણ ભંગ થાય છે. મારી માન્યતા બીજાની ઉપર થોપવા માટે નથી.
બાબાના વિચારો સાથે જોડાયેલા તમામ ગ્રુપમા આ ઘેટાચાલ ચાલી રહી છે. હિન્દુ ધર્મ કે તેને લગતી કોઇ પણ બાબતનો વિરોધ કરો. દુનિયામાં કોઇ ક્રાંતિ નકારાત્મક વિચારોને આધારે સફળ થઇ જ નથી. તેથી આ ગ્રુપો માત્ર વિચારો સુધી સિમિત રહી જમીન પરના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગયા છે.
કોઇ એક વ્યકિત નો અંગત અનુભવ વિચારધારા બની શકે જ નહી. હા તે આવા અનુભવો ધરાવતી વ્યકિતઓ સાથે ચાલી શકે પણ વિચારઘારા માટે જે પ્લેટફોરમ જોઇએ તે તેમને મળી શકતું નથી.
કેટલીય વાર કહ્યું કે દુનિયામાં દરેક જગ્યાએ કશુ ને કશુ ખરાબ ચાલી રહ્યું છે પણ તમારે નક્કી કરવાનું છે તમારે તે ખરાબ ચીજોનો સંગ કરવો કે નહી.
ઉમરેઠમાં આપણા ફળિયાની સામે એક ઠાકોર દારુ વેચતો હતો, તેના ત્યાં દારુ વેચનારો આપણો રોહિત ભાઇ હવે ફળિયામાં જ અંગ્રેજી શરાબ વેચે છે. આ ભાઇ બહુ સાત્વિક છે, પોતે દારુ પીતો નથી. નાસિક સાંઇબાબા અને નાથદ્રારામા શ્રીનાથજીના દર્શન કરવા મહિનામાં બે વાર જાય છે. આ દારુની દુકાન વાળાને ગાળો બોલવાથી કઇ નથી થવાનું, તે કહે છે આ મારો ધંધો છે.
ખરાબ તે નથી જે આ ધંધો કરે છે સારા લોકો એ છે જે આટલો નજીકમાં શરાબ મળતો હોવા છતા ત્યાં શરાબ પીવા જતા નથી.
તેજ પ્રમાણે મંદિર છે તેને ખરાબ કહેવાથી કશુ જ થવાનું નથી. તમે નહી જાઓ તો બીજા મુર્ખા તૈયાર છે પણ મારે એ કહેવુ છે કે કોઇ પણ વિચારધારાનો વિરોધ કરવો હોય તો સમાંતર બીજી વિચારધારા બનાવો જે પેલી વિચારધારાનો વિરોધ કર્યા વિના કાર્ય કરે.
પટેલો ખોડલધામ બનાવે છે, વૈષ્ણવો ભવ્ય હવેલીનું નિર્માણ વડોદરામા કરી રહ્યા છે. અમેરિકામાં સ્વામીનારાયણનું ભવ્ય મંદિર બની રહ્યું છે. નાથદ્રારામાં ૭૦ ફિટ ઉચા મહાદેવનું લિંગ બની રહ્યું છે. આપણા લોકોએ હમણા જ ભાલેજ પાસેના નાના ગામમાં પ્રાણપ્રતિષ્ઠા નો કાર્યક્રમ રાખ્યો હતો અને ઘણા લોકો ત્યાં ભેગા થયા હતા. હકીકત એ છે જેનો આપણે સૌથી વધુ વિરોધ કરીયે છે તેના તરફ લોકો જઇ રહ્યા છે.
બાબાના વિચારો ખરેખર વિચારધારા બની જ શકે. માત્ર બાબાના વિચારોને જ ફેલાવાની વાતો કરશો તો લોકો જરુરથી સ્વીકારશે. તેમના સમયમાં જે અસમાનતા હતી તે અત્યારે નથી. આજે પણ ગામડાઓમાં જનરલ લોકો આપણા લોકોને મદદ કરી રહ્યા છે. જે અંતર હતું તે ઘટી રહ્યું છે. બાબા આજે હોત અને આજની પરિસ્થિતિ જોઇ હોત તો કદાચ ઘણું બધુ બીજું કહ્યું હોત. અપવાદો સિવાય તમે આજે કોઇ પણ મંદિરમાં જઇ શકો છો. તમે અત્યાર સુધી જે પ્રગતિ કરી છે તે પ્રગતિ કોઇ સમાજ કે વ્યકિતની વિરુદ્ધ બોલ્યા વિના કરી છે તો અત્યારે કેમ?
આપણે આપણી વાત કરો, આપણી સમસ્યા પર ધ્યાન આપો, બીજાને ખરાબ કહેવાથી આપણે સારા થઇ જતા નથી. કોઇ એક મેસેજ હિન્દુ કે બ્રાહ્મણની વિરુદ્ધ કોઇ લખે તો ગ્રુપમાંથી અડધા લોકો અંગુઠો બતાવીને તેની વાહવાહી કરશે.
હુ માનું છુ નવી પેઢી ખુબ જ જાગૃત છે. તેમને નકારાત્મક વિચારો કરતા હકારાત્મક વિચારો પર લઇ જઇને કાર્ય કરવાની જરુર છે. આપણે આપણું જ જોઇએ, બીજા શુ કરે છે તેને જવા દો.
કારણ કે ગીતાને વિરોધ બીજા જનરલ ના માણસને નહી ગમે, તેની લાગણીઓ ઘવાશે અને તે બાબા કે તમને ગાળો બોલશે. આ વર્ગ વિગ્રહના એંધાણ છે. હુ તો બહુ નિરાશ છુ આપણે નવી પેઢીને શુ આપી રહ્યા છે.
અને છેલ્લે આ સંવેદનશીલ સમયમાં તમે આ નક્કી નહી કરી શકો શુ ખોટું છે તો તમને આવનારી પેઢી માફ નહી જ કે છે જ્યારે તેમની પાસે કશુ જ નહી હોય.
બાબાના અનુયાયીઓ શાંતિથી અને ગંભીરતાથી વિચારો.
જય ભીમ, જો વિચારધારા થઇ શકતી હોય
દિનેશ મકવાણા.