By Dinesh Makwana || Jan 2017
રક્ષાબંધન આવી રહી છે. જન્માષ્ટમી પણ પાછળ પાછળ ચાલી રહી છે. હિન્દુઓના સૌથી વધુ તહેવાર આ મહિનામાં આવે છે.
રક્ષાબંધન આવી રહી છે. જન્માષ્ટમી પણ પાછળ પાછળ ચાલી રહી છે. હિન્દુઓના સૌથી વધુ તહેવાર આ મહિનામાં આવે છે.
જય શ્રી ક્રિષ્ણ કહીને કૃતાર્થ થઇએ છે કરતા રહીયે છે ત્યારે એક ગ્રુપ પર જાન્યુઆરી મા લખેલો ફરીથી વાંચો.
સ્વામી સચ્ચિદાનંદ નું પુસ્તક ૧૯૮૮ મા આવ્યું.. "શ્રીક્રિષ્ણ લીલા રહસ્ય"
આ પુસ્તક મા સ્વામી ક્રિષ્ણની દરેક લીલાને રુપક દ્વારા સમજાવે છે અને કહે છે આવી કોઇ લીલા વાસ્તવિક રીતે શક્ય નથી તેથી તેને માત્ર રુપક રુપે સમજવી રહી. આ પુસ્તકના અંતે કદાચ સમાજ અને ખાસ વ્યક્તિઓના ડરને કારણે તે સ્વીકારવા તૈયાર નથી કે ક્ર્ષ્ણ ભગવાન નથી. તેઓ તેમને ભગવાન જ માને છે
નગીનદાસ સંઘવીનું પુસ્તક શ્રીક્રિષ્ણ એક મહામાનવ ૧૯૯૨ મા આવ્યું અને આ લેખકે તમામ રહસ્યો ખુલા કરી દીધા અને સ્પષ્ટ પણે સાબિત કરી દીધું કે આ ભગવાન હોઇ શકે જ નહી. બહુ મોટો વિવાદ થયો, પુસ્તક પાછું ખેંચાવાની વાતો થઇ પણ કશુ થયું નહી કારણ કે પુસ્તક મા માત્ર કલ્પના નથી, સાબિતીઓ છે.
આશ્લેષ શાહ ૨૦૧૩ મા એક પુસ્તક લઇ આવે છે 'મહારાજ' પુષ્ટિ માર્ગના વૈષ્ણવોના હવેલીના પુજારી જેને મહારાજ કહેવાય તે મહારાજ કેવા હોય છે તેનું માની ના શકાય તેવું વર્ણન કર્યું છે.હવેલીમાં ક્રિષ્ણની જ પુજા થાય છે અને મહારાજ પોતાને તેનો અવતાર ગણાવીને કેવી સેકસ લીલા કરે છે તેના વિશે ૧૮૮૦ મા મુંબઈ ની હાઇકોર્ટ મા કેસ થાય છે જે બહુ ચર્ચિત મહારાજ લાયેબલ કેસ તરીકે ઓળખાય છે અને તેમાં એક પુષ્ટિ માર્ગનો ભક્ત જ આ મહારાજના કરતૂતો ને ખુલ્લા પાડે છે અને કેસ જીતી જાય છે.
પણ આપણે કેમ જય શ્રી ક્રિષ્ણ બોલતા થયા કારણ કે ક્રિષ્ણ પર તો મોટા લોકોનો કબજો છે. પણ ઇતિહાસના પુસ્તકો વાંચતા અને આપણી સામાજિક વ્યવસ્થાને જોતા તેમ લાગે છે કે આપણે તેમને ભગવાન તરીકે માનતા નહોતા તેથી હજુ કોઇ દલિતોએ કૃષ્ણ નું મંદિર બનાવ્યું હોય તે ક્યાંય જણાતું નથી.
કૃષ્ણ ને તેમની ઉંમર પ્રમાણે એકલા કે જોડી મા જુદી જુદી જાતિઓ કે સમુદાય પુજે છે. પણ કોઇ યુવાન કૃષ્ણને માનવા તૈયાર નથી કારણ કે યુવા કૃષ્ણ બહુપત્નીત્વ ધરાવે છે તેમને સેકસ પ્રત્યે કોઇ છોછ નથી અને અસંખ્ય ગોપીઓ સાથે રાસલીલા કરતા વર્ણનો મળે છે. મુળ યુવા કૃષ્ણ વ્યભિચારી છે. તેથી યુવા કૃષ્ણનાં મંદિરો લગભગ મથુરા કે દ્વારકા સિવાય બહુ જ ઓછા જોવા મળે છે. પણ આપણે કૃષ્ણ કરતા તેમના સ્વરૂપોને વધારે માનીયે છે તેથી કેટલીય જગ્યા એ રાધા કૃષ્ણના મંદિર જોવા મળે છે તો રાજસ્થાનના સાવરીયાજી, શ્રીનાથજી કે ગુજરાતમા શામળાજી કે ડાકોર અથવા બીજા જે મંદિરો છે તે મુળ કૃષ્ણનાં જુદા જુદા સ્વરૂપો માત્ર છે.
પણ મારો મુદો એ છે કે આપણે કેમ ક્રિષ્ણ ને માનીયે છીયે, કે કેમ જય શ્રી ક્રિષ્ણ કહીયે છે?? બહુ તપાસ કરતા જોવા મળે છે વર્ષો પહેલા આપણો રોજગાર બીજાની પર આધારે હતો તે ખાસ કરીને પટેલ પ્રજા ક્રિષ્ણ ને બહુ માનતી હતી પાછળ થી તેમાં ભાગલા પડી ને હવે સ્વામીનારાયણ તરફ વળી ગયા પરંતુ પહેલા આ સ્થિતિ નહોતી. આ પટેલોના ખેતરમાં મજુરી કરવા જઇએ કે તેમના મરેલા જાનવર ને ઉંચકતા આપણે પણ શબ્દો સાંભળ્યા કે જય શ્રી ક્રિષ્ણ. મુળ ગરીબ અભણ એવી આપણી પ્રજાને એવું લાગ્યું કે લગાડવામાં આવ્યું કે આ ભગવાન છે અને તેથી જય શ્રી ક્રિષ્ણ શબ્દનો પ્રવેશ આપણા સમાજમાં થયો હોય તેમ લાગે છે.
બીજું આપણા ગુરુઓએ આપણી ધારણા વધુ મજબૂત કરી. આપણા તમામ ગુરુઓ કૃષ્ણ ને જ માનતા હતા અને તેમના જ ભજનો ગાતા હતા. તે ભજનો યાદ કરો તો મારી વાત સમજાશે. ભક્તિના રુપે આપણે ગાંમડામાં દર પંદર દિવસે અથવા ચોક્કસ સમયે ભજન કે પાઠ કરતા અને તેમાં પણ કૃષ્ણ મધ્યમાં રહેતા. આના કારણે ક્રષ્ણનુ મંદિર નહી હોવા છતા આપણે માત્ર ફોટાના આધારે તેમને ભગવાન ગણીને અને જય શ્રી ક્રિષ્ણ કહીને કૃતજ્ઞ થતા રહ્યા.
ભારતમાં જેટલા સાધુઓ સેકસ કાંડમાં પકડાયા છે કે જાહેર થયા છે તે તમામ નો ભગવાન કે રોલ મોડેલ આ ક્રિષ્ણ હતો કારણ કે ભોળી પ્રજા ને ફસાવવી હોય તો તમે આવા કામ માટે કૃષ્ણ સિવાયના ઉદાહરણો ના આપી શકો.
થોડા વર્ષો પછી આપણે રોજગાર અર્થે શહેરમાં આવ્યા ત્યારે બીજી જનરલ કેટેગરી ને શુભેચ્છા આપવા કે ખુશ રાખવા આપણે જય શ્રી ક્રિષ્ણ કહેતા થયા અને આજે પણ દિવાળી પછીના નવા વર્ષે પુરુષો સાલ મુબારક કહે છે પણ સ્ત્રીઓ જય શ્રી ક્રિષ્ણ જ કહે છે.
જેનું મંદિર આપણા ફળિયામાં નથી, જે વ્યભિચારી છે તેને આપણે ભગવાન માનીને જય શ્રી ક્રિષ્ણ કહીયે છે તે યોગ્ય છે?
તમે જાતે નક્કી કરો
દિનેશ મકવાણા
અજમેર
No comments:
Post a Comment