August 06, 2017

માત્ર કાર્યકરો જીતાડી નહી શકે, યોગ્ય નેતાગીરી પણ જરુરી છે

By Dinesh Makwana  || 05 Aug 2017



જય મુલનિવાસી નામના એક ગ્રુપ પર જયા મોટા ભાગના મિત્રો ઉતર પ્રદેશ ના છે તેમાના એક મિત્રએ મને કહ્યુ કે દરેક વ્યકિત કોઇ એકાદ પક્ષની વિચાર ધારામાં તો માનતો જ હોય. ૨૧ વર્ષથી વધુ ઉંમરની વ્યકિત જે થોડું રાજકારણ વિશે જાણે છે તેના મનમાં એક પક્ષ પ્રત્યે ચોક્કસ લાગણી કે વફાદારી રહેવાની. આ પક્ષમાં માનવાની ચર્ચા થોડાક સમય પહેલા અને ખાસ કરીને યુપી ના પરિણામો પછી ખાસ થઇ. તેમાં કેટલાય મિત્રોએ મને પુછયુ હતું કે હુ પણ કોઇ પક્ષની વિચાર ધારામાં તો માનતો જ હોઉં.

ગુજરાતમાં આપણે ત્યાં માત્ર બે જ પક્ષ છે. કોગ્રેસ અને ભાજપ. આ બેમાથી કોઇ પક્ષને તમે માનતા હોય તે સ્વાભાવિક છે. પણ જેને પોતાનો કહી શકાય તેવો પક્ષ અહીં નથી. માત્ર યુપી મા જ તે બીએસપી ના નામે છે.

પણ ગઇ કાલે જે ગેંગમેન ની વાત કરી તેને અને બીએસપી ને શુ સંદર્ભ છે તેની વાત મારે કહેવાની છે જેમાં થોડાક હારના કારણો છે. દરેક પણ જીત પછી ખુશી મનાવતો હોય અને હાર પછી મનોમંથન. આ લેખ એક પ્રકારનું મનેમંથન છે. આ એટલા માટે લખવું પડે છે ગુજરાત મા પણ હવે ચુટણી આવી રહી છે તેમાં તમે સારુ પ્રદર્શન કેવી રીતે કરી શકો.

યુપીના પરિણામો પછી મારે ૨૭/૩/૨૦૧૭ થી ૭/૫/૨૦૧૭ સુધી ઉતર પ્રદેશમા રહેવાનું થયેલુ. તે સમય દરમિયાન હુ કેટલાય લોકોને મળ્યો છુ, દરેકને હારના કારણો પુછયા છે. અને એવા કેટલાય મળ્યા હતા તેમણે કહ્યુ કે સાહેબ બીએસપીને એક પણ સીટ નહી મળે તોય અમે ગેંગમેનની જેમ કામ કરીશું. આવુ કદાચ કુન્દને કહ્યુ હતું અને તેમાં આશિષે સમર્થન આપ્યું હતું.

પણ મીતેશભાઇ એ કહ્યુ તેમ રેલવે ગાડી ઓ સારી રીતે ચાલે તે માટે ગેંગમેન ની પ્રમાણિકતા થી કરેલી ફરજ કારણભુત છે. પણ માત્ર આ પુરુ સત્ય નથી.

મારે બીએસપીના સંદર્ભમાં વાત કરવાની છે તેથી કહુ માયાવતી માત્ર શીર્ષ નેતૃત્વ છે તેના પછી પ્રથમ કે બીજી હરોળ દેખાતી નથી. સીધા કાર્યકરો જ છે. આ કાર્યકરો સખત મહેનત કરે છે પણ પ્રથમ કે બીજી હરોળના એવા કોઇ નેતા નથી જેને લીધે આપણા માણસો આપણી તરફ ખેંચાઇ રહે. મોદી દરેક જગ્યાએ ના જાય તોય તે પણ ભાજપ મા એવા કેટલાય નેતાઓ છે જેને લીધે જનતા તેમની તરફ આકર્ષાયેલી રહે. માયાવતી દરેક જગ્યાએ જઇ ના શકે તે હકીકત છે તેથી પ્રથમ અને બીજી હરોળના ના નેતા ઉભા કરવાની જરુર છે જેઓ પ્રજામાં પણ લોકપ્રિય હોય. બાકી નીચેના કાર્યકરો તો ગેંગમેન ની જેમ જ આજેય હાર પામ્યા હોવા છતા કામ કરે છે.
કાદરખાન નો એક ડાયલોગ છે; सिपाही की तलवार पर जंग नही जीती जा सकती. મુળ ભાવાર્થ છે કે માત્ર કાર્યકરો જીતાડી નહી શકે, યોગ્ય નેતાગીરી પણ જરુરી છે.

૨૦૧૯ ની ચુટણી ની હજી બે વર્ષ બાકી છે તે સમય દરમિયાન બીએસપી આ વાતને મહત્વ આપીને આ દિશામાં કામ કરવાની જરુર છે. તેની પહેલા આ ચાર મહિના ગુજરાત મા મહેનત કરીને તમે માત્ર ૧૦ કે ૧૫ સીટ જે માત્ર બીએસપી ની હશે તો મોદી માટે તમાચા રુપ હશે.

કોઇ બીએસપી નો વિરોધ કરે કે માયાવતીનો વિરોધ કરે પણ દરેકે તે સમજવું પડશે કે પોતાનો કહી શકાય તેવો આ એક માત્ર પક્ષ છે. વામન મેશ્રામ જો બહુજનોનુ ભલું ઇચ્છતા હોય તો તેમણે બીએસપી સાથે મળીને કામ કરવું પડશે. માત્ર પ્રવચનોથી ક્રાંતિ ભારતમાં નથી આવતી. ભારતમાં સતા જરુરી છે. જેની પાસે સતા હોય તે બધુ કરી શકે છે. વામન મેશ્રામ અને માયાવતી બંને એકબીજાની વિરુદ્ધ કામ કરશે તો આખરે નુકસાન આપણા લોકોને છે. પેલા લોકોમાં ઘણા બધી પેટા સભા છે, હિન્દુ મહાસભા, ક્ષત્રિય સેના, RSS, બ્રાહમણ સમાજ, પરશુરામ સેના, કે અન્ય પણ આ તમામ નો રાજકીય પક્ષ માત્ર એક જ છે તે ભાજપ. આપણે કેટલાય ટુકડાઓમાં વહેંચાયેલા છીએ. પણ દરેક ની રાજકીય વિચારધારા બીએસપી હશે તે કોઇ તમને હરાવી શકશે નહી. આપણને આપણે જ હરાવ્યા છે. માત્ર ગેંગમેનોથી ચુટણી જીતી શકાતી નથી તેમના સુપરવાઇઝર સિનિયર સેકશન ઇન્જીન્યર નું યોગ્ય માર્ગદર્શન પણ જરુરી છે.

વિચારોનો વિરોધ ક્ષમ્ય છે પણ રાજકીય વિચારસરણી માટે તમારે તમામને બીએસપી ને માનવો પડશે તો અને તો તમે  આવનારી તમામ ચુટણીમા ફતેહ મેળવી શકશો.

દિનેશ મકવાણા
૫/૮/૨૦૧૭
વડોદરા

No comments:

Post a Comment