August 04, 2017

ડો. આંબેડકરના વિચાર “અખિલ ભારતીય અનુસૂચિત જાતિસભા”ના ચૂંટણી ઢંઢેરાનો સારાંશ

By Jigar Shyamlan ||  04 Aug 2017 at 11:00 


બાબા સાહેબ કોઈ પણ ભોગે, કોઈ પણ પરિસ્થિતીમાં   કોન્ગ્રેસ.., હિન્દુ મહાસભા.., રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને માક્સઁવાદી ડાબેરી વિચારસરણીવાળા કોઈ પણ પક્ષ સાથે જોડાણ કરવા સંમત ન હતા...

ડો. આંબેડકરના મત મુજબ કોઇ પણ પક્ષનો ચૂંટણી ઢંઢેરો કેટલાક નિશ્ચિત સિધ્ધાંતો પર આધારિત હોવો જોઇયે. વધુમાં તેમાં આમ પ્રજાની સમસ્યાઓ પર પક્ષના કેવા વિચાર છે..??? એ બાબતે સ્પષ્ટ પ્રકાશ પડવો જોઇયે.  
એક પક્ષ તરીકે કેવી આચાર સંહિતા હોવી જોઇયે..? 
એ બાબત પર ડો. આંબેડકરના વિચાર “અખિલ ભારતીય અનુસૂચિત જાતિસભા”ના ચૂંટણી ઢંઢેરાનો સારાંશમાં જોઇ ચોક્કસ સમજાઇ જશે.  
  1. અનુસુચિત જાતિ સંઘ એવા કોઇ પણ પક્ષ સાથે જોડાણ નહી કરે જે પક્ષ દ્વારા પોતાના સિધ્ધાંત ખુલીને સામે ન રાખ્યા હોય, અથવા જેના સિધ્ધાંત સંઘના સિધ્ધાતથી વિરૂધ્ધ હોય.
  2. અનુસુચિત જાતિ સંઘ અપક્ષ ઉમેદવારોને  સમર્થન આપશે નહી. 
  3. અનુસુચિત જાતિ સંઘ પછત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ સાથે મળીને કામ કરવા માંગશે, કારણ આ જાતિઓની દશા પણ અનુસૂચિત જાતિઓ જેવી જ છે. 
  4. પ્રતિક્રિયાવાદી પક્ષ જેવા કે હિન્દુ મહાસભા કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે કોઇ પણ જોડાણ નહી કરવામાં આવે. 
  5. અનુસુચિત જાતિ સંઘ ડાબેરી વિચારસરણી ધરાવતા પક્ષો સાથે કોઇ જોડાણ નહી કરે જેઓનો ઉદ્દેશ વ્યક્તિગત સ્વતંત્રતા તેમજ લોકતંત્ર નષ્ટ કરી એની જગ્યાએ તાનાશાહી સ્થાપિત કરવા માંગે. 
  6. અનુસુચિત જાતિ સંઘ પોતાની પરિપૂર્ણતા પર વિશ્વાસ નથી રાખતો અને એવા કોઇ પણ પક્ષ સાથે નહી જોડાય જે પક્ષ સ્વયંને પહેલાથી જ પરિપૂર્ણ માનતો હોય અને વિરોધી પક્ષને વિકસિત ન થવા દેતો હોય.
  7. અનુસુચિત જાતિ સંઘ ઘણા રાજકીય પક્ષોને વિકસિત થવાનો વિરોધ કરે છે, જેમ કે બ્રિટિશ લેબર પાર્ટી જે એક સંઘીય પાર્ટી છે.
  8. અનુસુચિત જાતિ સંઘ એવા સંઘીય દળનો ભાગ બનવા તૈયાર છે જેણે પોતાના સિધ્ધાંત સ્પષ્ટરૂપે સામે રાખ્યા હોય, કે જેના સિધ્ધાંત સંઘના સિધ્ધાંતથી વિરૂધ્ધ ન હોય. જે પણ દળ જોડાણ કરવા ઇચ્છ ધરાવતા હોય એમણે વચન આપવું પડશે કે અનુસૂચિત જાતિના સામાજિક અને આર્થિક ઉથાનના કાર્યક્રમોનું સદાય સમર્થન કરશે. આવા દળે એ વાત પર પણ સહમત થવું પડશે કે સંઘ દળનો ભાગ બની રહીને પોતાની આંતરિક સ્વતંત્રતા કાયમ રાખશે અને કોઇ પણ દશામાં કોઇ એવી પાર્‍તી સાથે સબંધ નહી રાખે જેને દળે પોતાના ભાગના સ્વરૂપમાં સ્વિકૃતિ ન આપી હોય. 
  9. કોઇ પણ વ્યક્તિ જે અનુસુચિત જાતિ સંઘની સભ્યપદ પ્રાપ્ત કરવા માંગતો હોય એણે સંઘના સભ્ય બનવું પડશે અને પોતે સંઘના સિધ્ધાંતો, નિયમો, યોજનાઓ અને અનુશાસનના નિયમોને સ્વિકાર કરે છે એ હેતુના શપથપત્ર પર સહી કરવી પડશે.

આમ એક રીતે જોઇયે તો અનુસુચિત જાતિ સંઘ પોતાના સિધ્ધાંતથી વિપરીત સિધ્ધાંત ધરાવતા કોઇ પણ દળ સાથે જોડાણ કરવા રાજી ન હતો. વધુમાં અનુસુચિત જાતિ સંઘ કોન્ગ્રેસ, હિન્દુ મહાસભા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ ડાબેરીઓ સાથે કોઇ જોડાણ કરવા માંગતો ન હતો.
આ બાબતો એ વાત સ્પષ્ટ કરે છે કે બાબા સાહેબ કોઈ પણ ભોગે, કોઈ પણ પરિસ્થિતીમાં   કોન્ગ્રેસ.., હિન્દુ મહાસભા.., રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને માક્સઁવાદી વિચારસરણીવાળા કોઈ પણ પક્ષ સાથે જોડાણ કરવા સંમત ન હતા...
- જિગર શ્યામલન

No comments:

Post a Comment