August 04, 2017

સારા સમયમાં લીધેલા ખરાબ નિર્ણય કરતા ખરાબ સમયમાં લીધેલો એક સારો નિર્ણય વધુ સારો છે

By Dinesh Makwana  || 02 Aug 2017


When TIME  never stops for us, Why do we always WAIT for the Right Time...      
There is Never a WRONG TIME to do the RIGHT THING.

ગુજરાતીમાં એક વાક્ય વાંચ્યું હતું કે સારા સમયમાં લીધેલા ખરાબ નિર્ણય કરતા ખરાબ સમયમાં લીધેલો એક સારો નિર્ણય વધુ સારો છે.

આ સામાન્ય વાક્ય છે દરેક વિશેષ પરિસ્થિતિ મા લાગુ પડતુ નથી. કારણ કે પરીક્ષા તેના સમયે જ આવશે અને ત્યાં સુધી તમારે રાહ જોવાની છે પણ બીજા સંજોગોમાં આ વાક્ય તદન લાગુ પડે છે. જેને ક્રિકેટની ભાષામાં ફોર્મ કહે છે. મહાન ક્રિકેટર બ્રાયન લારા કહે છે ફોર્મ જેવી કોઇ વસ્તુ નથી. ખરેખર તમારો આત્મવિશ્વાસ જ્યારે ઓછો હશે કે નહી હોય ત્યારે તમારી બોડી લેન્ગવેજ, તમારી ચાલ મા દેખાઇ આવશે. તેથી જે બોલ પર તમે પહેલા ચોક્કો મારતા હતા તે બોલ પર તમે આઉટ થઇ જાઓ છો.

મને જીવન ક્રિકેટ અને ફિલ્મોએ શિખવાડ્યું.

બેટસમેન પહેલા બોલે ચુકી ગયા અને આઉટ થતા બચી ગયા તો તે બોલને તમારે ભુલીને ચાલવાનું છે.

You should forget every previous ball by which you were beaten.
- Sir Ian Botham

જો તમારી પર પાછલા બોલની અસર રહેશે તો તે ઓવરમા આઉટ થવાના પુરા ચાન્સ હશે.

જો બેટસમેને પહેલા બોલે છક્કો માર્યો હોય તોય બોલરે નિરાશ થવાની જરુર નથી. તમે તે બોલને ભુલીને તમારી ક્ષમતા પ્રમાણે આગળનો બોલ નાંખતા રહો.

ક્રિકેટ શારીરિક કરતા માનસિક રમત વધુ છે. જ્યારે બેટસમેન વિચારતો હોય કે હવે ઓફ સ્ટમ્પ ની બહાર બોલ આવશે ત્યારે તે અંદર આવશે અને આઉટ થશે. બેટસમેન અને બોલર એકબીજાના મગજની કસોટી કરતા રહે છે. માત્ર ગાવસ્કર અને સચિન જ બોલ છુટયા પછી જાણી શકતા હતા કે બોલ કયાં આવશે.

ક્રિકેટ તમને વિચારવાનો બહુ સમય નથી આપતું. તમારે ત્વરિત નિર્ણય લેવા પડે છે. તેથી ઉપર કહ્યુ તેમ સારો સમય આવશે તેની રાહ જોઇને બેસી ના રહો. સારુ કાર્ય કરવા માટે કોઇ સમય ખરાબ નથી.

નવી પેઢી ક્રિકેટને ભુલી રહી છે. તેમને રમવા કરતા માત્ર જોવામા વધુ રસ છે. તમારો માનસિક વિકાસ કરવો હોય તો તમે કોઇ પણ સ્પોર્ટસ સાથે જોડાયેલા હોવા જોઇએ.


દિનેશ મકવાણા
૨/૮/૨૦૧૭ અજમેર

No comments:

Post a Comment