January 17, 2018

मैं कम्युनिस्टों का एक शापित दुश्मन हूं : डो. आंबेडकर

By Jigar Shyamlan ||  13 January 2018


In September 1938 while addressing a district conference of the Depressed Classes at Masur, Dr Ambedkar categorically caste aside any idea of his joining the labour movement led by the communists. In that speech, he was reported to have declared:
‘It is absolutely impossible for me to keep relations with the communists. I am an implacable enemy of the Communists.’

हिन्दी अनुवाद..
सितंबर 1938 में मसूर में पिछडे वर्गोके एक जिला सम्मेलन के दौरान डो. आंबेडकर ने स्पष्ट रूप से साम्यवादियों के नेतृत्व में चल रहे श्रम आंदोलन में शामिल नही होने की बात अपने संबोधन में जाहीर कि थी।
आंबेडकर ने कहा था - ''कम्युनिस्टों के साथ संबंध रखना मेरे लिए यह बिल्कुल असंभव है। मैं कम्युनिस्टों का एक शापित दुश्मन हूं। ''

लाल सलाम मे शामिल होने से पहले बाबा साहब को पढ लो...

By Jigar Shyamlan ||  25 December 2017 at 01:35 

पता नही क्या हो रहा है..??
पिछले पांच सात महीनो से देख रहा हुं, पहले जो लोग जय भीम बोल रहे थे, लिख रहे थे ,आज साथ में लाल सलाम लिखना और बोलना सीख रहे है। यह मेरा अनुभव है।
मैं पसँनली लाल सलाम का विरोधी नही हुं। पर मैने बाबा साहब को पढा है।
बाबा साहबने ईससे दुर रहने की नसिहत दी है। अब मै बाबा साहब से ज्यादा ज्ञानी तो हुं नही।
आंबेडकर मिशन में यह सलाम की एंट्री होने की वजह से हम जो रेसीपी बनाना चाह रहे थे वह अब बिगडती मालूम हो रही है।
नव युवान झांसे में आ रहे है। और बाबा साहब को पढे बिना लाल सलाम में शामिल हो रहे है।
मेरी उन सबसे नम्र अपिल है कि पहले बाबा साहब को पढ ले। यह सब करके क्या हम खूद को आनेवाले समय में जोकर बने हूये देखना चाहते है..??
हमे माक्सँ की क्या आवश्यकता है..??
क्या कोई लाल सलाम ने जातीवाद हटाने के लिये कभी कोई आंदोलन चलाया है..??
हमारी जंग जातीवाद से है पूंजीवाद से नही। हमारा मिशन जातीवाद मिटाना है, अमीरी मिटाना नही।
हमने सदीयो तक कष्ट झैले हमारी पिछडी जाती के कारण, हमारी गरीबी के कारण नही।
आज भी हमे मंदीरो मे जाने की अनूमति नही..
हम गांव में शादीओ में बैन्ड बाजा, बारात नही निकाल पाते,
आज भी शादीओ में हमारे लडको को घोडी पर नही चडने दीया जाता..
ईन सबका कारण क्या हमारी गरीबी है..??? नही.. कभी नही। ईसका कारण हमारी गरीबी नही परंतु समाज में सदीयो से फैला जातीवाद है।
हमारा मिशन हमारा अपना है। जो हमे हमारे ही बहूजन महा नायको ने दिया है। तथागत बुध्ध, ज्योतिबा फूले, शाहूजी महाराज, बाबा साहब आंबेडकर, रामास्वामी पेरियार.. यह हमारे नायक हो सकते है। काल माक्सँ या कोमरैड लाल सलाम बोलनेवाले लोग नही।
हमको आज 70 साल लग गये कान्ग्रेस को समझने में।
हमे और 70 साल लाल सलाम कम्युनिस्ट को समझने में खराब नही करने है।
हमे जय भीम, जय भारत, या जय भीम, नमो बुध्धाय पर ही डंटे रहना है। यह लाल सलाम हमारे मिशन को ईतना बिगाड देगा कि हम सोचते ही रह जायेगें।
अब वक्त हमारे हाथो में है। हमे यह तय करना है कि हमे किसको चूनना है। यदी हमने गलत लोगो का साथ दे दिया तो फिर आनेवाले 70 साल के बाद हम फिर वही राग अलापेंगे की ब्राह्मण बहुत चालाक है , फिर दगा कर गया !!!!
आनेवाले भविष्य में हमारी हालत पर ब्राह्मण को दोष देने से अच्छा यह है कि हम बाबा साहब को पढे और समझदार बने।

ઇતિહાસના દરિયામાં ડૂબી ગયેલા સવાલો

By Rushang Borisa   || 16 January 2018


વિચિત્રતા, દંભ અને હકીકત

ઇતિહાસ અને વર્તમાન વચ્ચે કાયમ સુરેખ સંબંધો રહ્યા છે.કહેવાતો પરિવર્તનશીલ આજનો આધુનિકકાળ દેખાવે તો આપણી આંખો અંજાવી નાખે ;પણ સ્થાપિત હિતો પહેલા પણ દીર્ઘસ્થાયી હતા અને અત્યારે પણ છે.

જો આપણે ઇતિહાસ અને વર્તમાન નું નિરીક્ષણ કરીયે તો આપણને કેટલીક વિચિત્ર બાબતો જાણવા મળે. પણ તે પાછળ કેવા પરિબળો હશે તેવું ઊંડું વિચારતા આપણે આળસ કરીયે છીએ. આખરે આપણે ઇરાદાપૂર્વક અજાણતા બની લોકશાહી અને ભાવિ પેઢીને શોષણના દ્વારે લાવી મુકીયે છીએ.

  • શું તમને અજુગતું નથી લાગતું કે જે કોંગ્રેસનો આંબેડકરે આખરી પળ સુધી સામનો કર્યો- વિરોધ કર્યો તે કોંગ્રેસ આંબેડકરના આજે ગુણગાન ગાય છે?!!! જે વિચારસરણી અને હિન્દૂ રાષ્ટ્રનો આંબેડકરે ઊંડાણપૂર્વક-વિશ્લેષણાત્મક રીતે કટ્ટર વિરોધ કર્યો તે જ આંબેડકરને RSS - ભાજપ પોસ્ટરમેન બનાવી રહ્યા છે?!!!
  • શું આ વિચિત્ર નથી કે શિવાજીએ પોતાનું કેન્દ્રસ્થાન શ્રમિકો અને ખેડૂતોના હિત રાખ્યું હતું ; પરધર્મને સ્વધર્મ સમાન માન આપ્યું હતું તે જ શિવાજીનો આજે કેટલાક ભગવા તત્વો “મુસલમાનવિરોધી” અને “ગૌ-બ્રાહ્મણ પ્રતિપાલક” તરીકે પ્રચાર કરી રહ્યા છે?!!!
  • શું તમે સ્વીકારી શકો કે જે કબીર નીડરતાથી ધર્મ-પાખંડ અને રિવાજો ઉપર પ્રહાર કરતા હતા તેમને આજે કેટલાક તત્વો ધાર્મિક સંત બનાવવા પેતરા આજમાવી રહ્યા છે?
  • શું આ અપવાદ હશે કે બ્રાહ્મણગ્રંથોમાં વિષ્ણુના લગભગ દરેક અવતાર ઉપર પુરાણો રચાયા ,પણ તે જ બ્રાહ્મણગ્રંથો "બુદ્ધ-પુરાણ" લખવાનું કેમના ભૂલ્યા હશે? જે બુદ્ધે સમકાલીન સમયે પ્રતિવિચારસરણીનો પાયો નાખ્યો તે જ બુદ્ધ ને સમતલ નજરે ચીતરવા આવે છે તે કેટલું ન્યાયી હશે??


આવા અગણિત સવાલો-કોયડાઓ હશે જે ઇતિહાસના દરિયામાં ડૂબી ગયા હશે.

પણ આવું કેમ થતું હશે? ક્યાં પરિબળો આ વિરોધાભાસ માટે નિમિત્ત બનતા હશે?

આ કોયડાનો ચોક્કસાઈથી જવાબ ગોવિંદ પાનસરે તેમની રચનાના એક ભાગમાં આપવાનો પ્રયાસ કર્યો હતો. (ગોવિંદ પાનસરે જાણીતા બૌદ્ધિક-ફ્રી થીન્કર હતા, જેમની ૨૦૧૫માં હત્યા કરવામાં આવી હતી. હત્યા પાછળ પ્રાથમિક ધોરણે કટ્ટર ભગવાધારીઓ નો હાથ છે તેવું તારણ આપવામાં આવે છે.)

ચાલો જાણીયે ગોવિંદ પાનસરે શું કહે છે...

" મહાન નાયકો વારંવારં દુર્ભાગ્યનો ભોગ બનતા આવ્યા છે.જયારે આ મહાન નાયકો જીવતા હોય છે, ત્યારે સત્તાપક્ષો તેમને દબાવે છે, તેમના માર્ગમાં બાધાઓ લાવે છે.સત્તાબળોતેમના સિદ્ધાંતોનો વિરોધ કરે છે; નાયકોએ જે જવાબદારીભર્યું સાહસિક-કામ ઉપાડ્યું હોય તેમાં અવરોધ પેદા કરે છે.એટલું જ નહીં સત્તાબળો ક્યારેક તેમને મારી નાખવાના પણ પ્રયાસો કરે છે અને તેમના કાર્યોનો સત્યાનાશ કરી નાખે છે.પણ કમનસીબે આ સ્થાપિત હિતો નાયકોની મહાનતાને નષ્ટ કરવામાં સફળ થતા નથી.કારણ કે સામાન્ય લોકો નાયકોના સાહસને વધાવે છે એટલુંજ નહીં તેમના મોત બાદ તેમના વિચારોને અપનાવી લે છે.લોકો તેમનું અનુકરણ પણ કરે છે.
જે તત્વો નાયકોનો વિરોધ કરતા આવ્યા હતા તેઓ તેમના મોત બાદ ચબરાકી રમત રમતા હોય છે. તેઓ પોતે જ આ નાયકોના અતિઉત્સાહી અનુયાયી બની જાય છે! તેઓ નાયકની પૂજા કરવા લાગે છે, નાયકની જયંતિઓ મનાવે છે, મંદિરો બનાવે છે અને તેમના ફોટા-ચિત્રો ચોંટાડે છે. જયારે આ તત્વો આ કાર્યોમાં વ્યસ્ત હોય છે ત્યારે ખરેખર તો તેઓ ઊંડી રમત રમી રહ્યા હોય છે. લોકકલ્યાણના જે લક્ષ્યો નાયકોએ સેવ્યા હતા તેને આવી તરકીબો વડે તેઓ વિકૃત બનાવે છે ; નાયકોના અસલી ઇતિહાસને ભૂંસવા માટે તેઓ સતત કઠિન પ્રયાસો કરે છે.નાયકો જે અન્યાયી સજ્જડ વ્યવસ્થાને ઉખેડવા મહેનત કરતા હતા તે હકીકતથી જ નવી પેઢી અજાણ રહે તે માટે પૂરતી કાળજી આ તત્વો લે છે. આ તત્વો પૂરતો ખ્યાલ રાખે છે કે જે સ્થાપિત હિતો વિરુદ્ધ નાયકોએ પ્રતિકાર-બળવાની શીખ આપી હતી તે શિખામણ શોષિત વર્ગ સુધી પહોંચે નહીં. આ તત્વો લોકોને છેતરી ને ખોટો ઇતિહાસ લખે છે. લોકોને જૂઠી કથાઓ ભણાવે છે.તેઓ મિશ્રિત-છહ્મ ઇતિહાસ લખે છે જે થોડોક સાચો અને બહોળો ખોટો હોય છે. રૂઢિવાદી તત્વો પોતાનું પરંપરાગત સ્થાન મજબૂત કરવા આવી હલકી રમતો વડે નાયકોની "એન્ટી-એસ્ટાબ્લીશ" વિચારધારાને જ વાપરી ખાય છે. કપટી તત્વો સમાજના નેતાનો ડગલો પહેરે છે; લોકો જેને પૂજે છે તેની તસવીરો અને નિશાનીઓ વાપરે છે.પોતાના સ્વાર્થ હેતુ નાયકોની નિશાનીઓ વિકૃત કરે છે અને આખરે નાયક ના મૂળવિચારોને જ વિકૃત કરે છે. આ સ્થાપિત તત્વો ઘણા ચાલાક હોય છે. સમાજના ઉપલા વર્ગો, ધનવાનો અને દબંગવર્ગો જ આ ચાલાક તત્વો છે."

ગોવિંદ પાનસરે આગળ સંત તુકારામના ઉદાહરણ વડે આ મુદ્દો સમજ્વ્યો હતો.

આજની પેઢીએ; ખાસ કરીને ભારત જેવા સાપેક્ષ પછાત દેશમાં નાગરિકોનું શોષણ ના થાય કે નાગરિકો હકોનું ઉલ્લંઘન ના થાય તે માટે સ્થાપિત તત્વોની હકીકતો અને કાવાદાવાઓ છતા કરવા રહ્યા. ન્યાયના શત્રુઓ અને શોષણકર્તા સ્થાપિત હિતો ચાહે કેટલીય ગંદી-હલકી- ઊંડી રમતો રમે ;છતા લોકજુવાળ અને લોકજાગૃકતાનો ડર હંમેશા તેમના સ્થાપિત હિતોમાં જ ગૂંથાયેલો હોય છે.

માટે જ તેઓ જાગૃત લોકશાહીથી ગૂંગળામણ અનુભવી ભાગલાવાદી પ્રવૃર્તીઓ કરે છે. જયારે હકીકતે જે લોકો ક્રાંતિકારો-સુધારકોના માર્ગે ચાલે છે તેને રાજકીય-પ્રચાર-બળવંત સાધનો વડે સ્થાપિત-હિતો દેશદ્રોહી-સમાજદ્રોહી તરીકે ચીતરે છે. સ્થાપિત-હિતોને સમયનો એક એવો મજબૂત-અતૂટ ફાયદો રહ્યો છે જેના ઉપયોગ વડે તેઓ બહોળા વર્ગને ભ્રમિત કરી શકે છે.

પોતાના ભૂતપૂર્વ વિરોધી-વિદ્રોહીઓનો સ્થાપિત-હિતો સામ અને ભેદની નીતિ વડે ઉપયોગ કરી સુધારકોના સ્વપનાને જ વિકૃત કેવી રીતે અને કેમ કરવામાં આવે છે તે હવે સમજી શકાય છે હવે.

ફોટો: ઘણા સભ્યો સવાલ પૂછતાં હોય છે કે શા માટે બૌધિકો-વૈચારિકો પોતાના ઉમદા કાર્યોમાં સફળ થતા નથી? આંબેડકરે તેનો જવાબ આપ્યો હતો તે જવાબનો એક હિસ્સો.

તોગડીયાં : ફ્લેશબેક

By Jitu Gohil | 10 January 2018




૧૯૮૯માં બાબરી મસ્જીદ તોડવાની તૈયારી ના ભાગ રુપે ત્રણ જાહેરસભા થઈ હતી.
શંકરભુવન શાહપુર,
બાપુનગર ચાર રસ્તા,અને 
રાજેન્દ્રપાર્ક ઓઢવ.
આ ત્રણેય વિસ્તારોમાં સૌથી મોટી સંખ્યા ઓબીસી સમાજનાં દેવીપૂજક,ઠાકોર,રબારી,ભરવાડ,પાટીદાર તેમજ દલિત સમાજના લોકો હતા. જાહેરસભામાં ના મંચ પરથી
સાધ્વી રુંતુંભરા,ઉમા ભારતી,મુરલી મનોહર જોષી,અડવાણી,તેમજ તોગડિયા જેવા કટ્ટર કોમવાદી લોકો મુસલમાનો વિરુધ્ધ ઝેર ઓંકતા અને મુર્ખ દલિત અને ઓબીસી ના લબરમૂંછિયાં કિશોરો તે ઝેરનું રસપાન કરી ચાલીઓ.પોળો,મહોલ્લાઓમાં પેલા કોમવાદીઓએ પિવડાવેલ ઝેરની ઉલ્ટીઓ કરતાં.
જાહેરસભા અગાઉ અને બીજા દિવસથી શહેરમાં માહોલ અશાંત રહેતો.
બાબરી મસ્જીદ તોડવા માટે જે કોમવાદી જુથ કામ કરતું હતું તેમા ઉત્તર ભારતીય અને રાજસ્થાની પરપ્રાંતિય મુખ્ય હતાં જેઓ પોતાને હિંન્દુઓના મસિહાં તરીકે ઓળખાવતા હતા.
અમદાવાદ શહેર નાં દેવિપૂજક,ઠાકોર,રબારી,ભરવાડ,સમાજના લોકોનો આ પરપ્રાંતિયો ભરપુર ઉપયોગ કરી ઉશ્કેરતા હતાં.
દલિતો અને પાટીદારો પરપ્રાંતિયો ની ઝાળમાં ના ફસાતાં આ કામ તોગડિયા પોતે સંભાળતા હતા.
તોગડિયાંએ દલિતો અને પાટીદારોમાં પોતાનો પગ દંડો જમાવવા દલિતો ને પાટીદારમાં જે બાપકમાઈ ખાઈ પડી રહેતાં નવરાને બેકાર,દારુંડીયા,જુગારિયાં, લુખ્ખાઓને પોતાની સાથે લીધા.
દલિતો ને પાટીદારોનાં કેટલાક નવરા નખ્ખોદિયાં તત્વો આજે કોમવાદી હિંન્દુત્વના જોરે નાના મોટા નેતા બની ગયા છે.
૧૯૮૭ થી કોમવાદ નો પાયો નાંખનાર તોગડીયાં ને ખાસ કરીને દલિત અને પાટીદારને એ ખબર જ ના હતી કે તેઓ જે હિંન્દુવાદને સર્થન કરતા હતા તે હિંન્દુવાદ નહી પરંતુ નર્યું ઝેરી કોમવાદ હતું.
૧૯૮૭ થી ૨૦૧૭ સુધી જે હિંન્દુવાદ ની દુહાઈ આપીને તોગડીયાએ ભાજપ ને મોટું કરી ગુજરાતથી શરુ થયેલી કોમવાદી સફર આજે દિલ્લીનાં સિંહાસન પર બિરાજમાન કરાવનાર આજે બિચારો અને લાચાર બની ઢળતી ઉંમરે ફફડતાં જીવે બાકીની જીંદગી જીવવા તરફડીયા મારી રહ્યા છે તે એમના મોઢેં ભલે ના કહી શકતા હોય પણ તેમનો ચહેરો આજે પોતે શૂદ્ર હોવાની ચાડી ખાઈ રહ્યો છે.
આ ઢળતી ઉંમરે તેમની નજર સમક્ષ જુની ઘટનાઓ ફ્લેશબેક થઈ રહી છે જેમાની એક સ્વ.હેરેનભાઈ પંડ્યા નો હત્યાકાંડ પણ છે...

જય ભીમ

શુ પતંગ ઉત્સવ (Kite Festival) એ હીંદુ તહેવાર છે?

By Vijay Jadav ||  14 January 2018




પતંગ ની શોધ ચાયનામાં થયેલ તો પછી ઉત્તરાયણ, મકર સંક્રાંતિ વગેરે જેવા શબ્દો વાપરી આ ઉત્સવ કેમ મનાવવામાં આવે છે. શુ પતંગ ઉત્સવ એ હીંદુ તહેવાર છે? 

પતંગની શોધ ઇ.સ.પુર્વે ત્રીજી સદીમાં થયેલો. ચીન પછી પતંગોનો ફેલાવો જાપાન,  કોરીયા, થાઇલેન્ડ, બર્મા, ભારત તથા ઉત્તર આફ્રીકા સુધી થયો. ભારતમાં મુખ્યત્વે કાગળના પતંગનો ઉપયોગ જોવા મળે છે. આ મુજબ પતંગ નો ઇતિહાસ 2300 વર્ષ પહેલાનો છે.
ભારતમાં પતંગ મહોત્સવને ઇતિહાસમાં તોડી મરોડી સંદર્ભ કરવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે હિંદુ ભગવાન શ્રી રામે પણ પતંગ ચગાવેલ હતો. રામચરિતમાનસ માં ઉલ્લેખ કરેલ છે કે એમનો પતંગ ઉપર ઇન્દ્રલોક સુધી પહોંચી ગયેલો. મને સવાલ થયો કે 5000 વાર દોરી ની ફીરકી જો આટલી મોટી અને વજનદાર હોય છે તો ભગવાન રામે જે પતંગ ચકાવેલ જે છેક ઇન્દ્રલોક પહોંચી ગયેલ એ ફીરકો કેટલો મોટો હશે? તેનો વજન કેટલો હશે? તે પતંગ પણ કેટલો મોટો હશે કે જે આટલે ઉંચે થી જોઇ શકાયો હશે??? ખેર એ શ્રદ્ધાનો વિષય છે, હુ વધુ કંઇ વિચારી ના શકુ.

પરંતુ મારી જાણ મુજબ ભારતમાં તો ઉત્તરાયણ (પતંગ ઉત્સવ) હંમેશા 14મી જાન્યુઆરીએ આવે છે, જે ઇંગ્લીશ કેલેન્ડર છે. જ્યારે તમામ હીંદુ ઉત્સવો તો હીંદુ કેલેન્ડર પ્રમાણે તીથી અને મુર્હુત ના આધારે જ ઉજવાય છે. તો આ ઉત્તરાયણ ને 14મી જાન્યુઆરી સાથે શુ લેવા દેવા? જે હીંદુ કેલેન્ડર પ્રમાણે કેમ ઉજવવામાં આવતો નથી?

મારા મુજબ તો આ અેક આંતરરાષ્ટ્રીય ઉત્સવ છે જેને કોઇ પણ જાતની માન્યતા વગર ઉજવવો જોઇએ. જેને કોઇ ધાર્મિક ઉજવણી સાથે જોડવો ના જોઇએ.

દરેકને પતંગ ઉત્સવ ની શુભેચ્છા.

પ્રથમ બે તસવીર ભગવાન શ્રીરામ પતંગ ઉડાડતા હતા એના વિશે છે. ત્રીજી તસવીર જાપાનમાં યોજાતા પતંગ ઉત્સવની છે જે દર વર્ષે મે મહીનાના ચોથા રવિવારે મનાવાય છે.

#વિજય_જાદવ