January 17, 2018

તોગડીયાં : ફ્લેશબેક

By Jitu Gohil | 10 January 2018




૧૯૮૯માં બાબરી મસ્જીદ તોડવાની તૈયારી ના ભાગ રુપે ત્રણ જાહેરસભા થઈ હતી.
શંકરભુવન શાહપુર,
બાપુનગર ચાર રસ્તા,અને 
રાજેન્દ્રપાર્ક ઓઢવ.
આ ત્રણેય વિસ્તારોમાં સૌથી મોટી સંખ્યા ઓબીસી સમાજનાં દેવીપૂજક,ઠાકોર,રબારી,ભરવાડ,પાટીદાર તેમજ દલિત સમાજના લોકો હતા. જાહેરસભામાં ના મંચ પરથી
સાધ્વી રુંતુંભરા,ઉમા ભારતી,મુરલી મનોહર જોષી,અડવાણી,તેમજ તોગડિયા જેવા કટ્ટર કોમવાદી લોકો મુસલમાનો વિરુધ્ધ ઝેર ઓંકતા અને મુર્ખ દલિત અને ઓબીસી ના લબરમૂંછિયાં કિશોરો તે ઝેરનું રસપાન કરી ચાલીઓ.પોળો,મહોલ્લાઓમાં પેલા કોમવાદીઓએ પિવડાવેલ ઝેરની ઉલ્ટીઓ કરતાં.
જાહેરસભા અગાઉ અને બીજા દિવસથી શહેરમાં માહોલ અશાંત રહેતો.
બાબરી મસ્જીદ તોડવા માટે જે કોમવાદી જુથ કામ કરતું હતું તેમા ઉત્તર ભારતીય અને રાજસ્થાની પરપ્રાંતિય મુખ્ય હતાં જેઓ પોતાને હિંન્દુઓના મસિહાં તરીકે ઓળખાવતા હતા.
અમદાવાદ શહેર નાં દેવિપૂજક,ઠાકોર,રબારી,ભરવાડ,સમાજના લોકોનો આ પરપ્રાંતિયો ભરપુર ઉપયોગ કરી ઉશ્કેરતા હતાં.
દલિતો અને પાટીદારો પરપ્રાંતિયો ની ઝાળમાં ના ફસાતાં આ કામ તોગડિયા પોતે સંભાળતા હતા.
તોગડિયાંએ દલિતો અને પાટીદારોમાં પોતાનો પગ દંડો જમાવવા દલિતો ને પાટીદારમાં જે બાપકમાઈ ખાઈ પડી રહેતાં નવરાને બેકાર,દારુંડીયા,જુગારિયાં, લુખ્ખાઓને પોતાની સાથે લીધા.
દલિતો ને પાટીદારોનાં કેટલાક નવરા નખ્ખોદિયાં તત્વો આજે કોમવાદી હિંન્દુત્વના જોરે નાના મોટા નેતા બની ગયા છે.
૧૯૮૭ થી કોમવાદ નો પાયો નાંખનાર તોગડીયાં ને ખાસ કરીને દલિત અને પાટીદારને એ ખબર જ ના હતી કે તેઓ જે હિંન્દુવાદને સર્થન કરતા હતા તે હિંન્દુવાદ નહી પરંતુ નર્યું ઝેરી કોમવાદ હતું.
૧૯૮૭ થી ૨૦૧૭ સુધી જે હિંન્દુવાદ ની દુહાઈ આપીને તોગડીયાએ ભાજપ ને મોટું કરી ગુજરાતથી શરુ થયેલી કોમવાદી સફર આજે દિલ્લીનાં સિંહાસન પર બિરાજમાન કરાવનાર આજે બિચારો અને લાચાર બની ઢળતી ઉંમરે ફફડતાં જીવે બાકીની જીંદગી જીવવા તરફડીયા મારી રહ્યા છે તે એમના મોઢેં ભલે ના કહી શકતા હોય પણ તેમનો ચહેરો આજે પોતે શૂદ્ર હોવાની ચાડી ખાઈ રહ્યો છે.
આ ઢળતી ઉંમરે તેમની નજર સમક્ષ જુની ઘટનાઓ ફ્લેશબેક થઈ રહી છે જેમાની એક સ્વ.હેરેનભાઈ પંડ્યા નો હત્યાકાંડ પણ છે...

જય ભીમ

No comments:

Post a Comment