By Vijay Jadav || 14 January 2018
પતંગ ની શોધ ચાયનામાં થયેલ તો પછી ઉત્તરાયણ, મકર સંક્રાંતિ વગેરે જેવા શબ્દો વાપરી આ ઉત્સવ કેમ મનાવવામાં આવે છે. શુ પતંગ ઉત્સવ એ હીંદુ તહેવાર છે?
પતંગની શોધ ઇ.સ.પુર્વે ત્રીજી સદીમાં થયેલો. ચીન પછી પતંગોનો ફેલાવો જાપાન, કોરીયા, થાઇલેન્ડ, બર્મા, ભારત તથા ઉત્તર આફ્રીકા સુધી થયો. ભારતમાં મુખ્યત્વે કાગળના પતંગનો ઉપયોગ જોવા મળે છે. આ મુજબ પતંગ નો ઇતિહાસ 2300 વર્ષ પહેલાનો છે.
ભારતમાં પતંગ મહોત્સવને ઇતિહાસમાં તોડી મરોડી સંદર્ભ કરવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે હિંદુ ભગવાન શ્રી રામે પણ પતંગ ચગાવેલ હતો. રામચરિતમાનસ માં ઉલ્લેખ કરેલ છે કે એમનો પતંગ ઉપર ઇન્દ્રલોક સુધી પહોંચી ગયેલો. મને સવાલ થયો કે 5000 વાર દોરી ની ફીરકી જો આટલી મોટી અને વજનદાર હોય છે તો ભગવાન રામે જે પતંગ ચકાવેલ જે છેક ઇન્દ્રલોક પહોંચી ગયેલ એ ફીરકો કેટલો મોટો હશે? તેનો વજન કેટલો હશે? તે પતંગ પણ કેટલો મોટો હશે કે જે આટલે ઉંચે થી જોઇ શકાયો હશે??? ખેર એ શ્રદ્ધાનો વિષય છે, હુ વધુ કંઇ વિચારી ના શકુ.
પરંતુ મારી જાણ મુજબ ભારતમાં તો ઉત્તરાયણ (પતંગ ઉત્સવ) હંમેશા 14મી જાન્યુઆરીએ આવે છે, જે ઇંગ્લીશ કેલેન્ડર છે. જ્યારે તમામ હીંદુ ઉત્સવો તો હીંદુ કેલેન્ડર પ્રમાણે તીથી અને મુર્હુત ના આધારે જ ઉજવાય છે. તો આ ઉત્તરાયણ ને 14મી જાન્યુઆરી સાથે શુ લેવા દેવા? જે હીંદુ કેલેન્ડર પ્રમાણે કેમ ઉજવવામાં આવતો નથી?
મારા મુજબ તો આ અેક આંતરરાષ્ટ્રીય ઉત્સવ છે જેને કોઇ પણ જાતની માન્યતા વગર ઉજવવો જોઇએ. જેને કોઇ ધાર્મિક ઉજવણી સાથે જોડવો ના જોઇએ.
દરેકને પતંગ ઉત્સવ ની શુભેચ્છા.
પ્રથમ બે તસવીર ભગવાન શ્રીરામ પતંગ ઉડાડતા હતા એના વિશે છે. ત્રીજી તસવીર જાપાનમાં યોજાતા પતંગ ઉત્સવની છે જે દર વર્ષે મે મહીનાના ચોથા રવિવારે મનાવાય છે.
#વિજય_જાદવ
No comments:
Post a Comment