કેટલાક અનુસૂચિત જાતિના લોકોએ ઘરમાં ગણપતિનું સ્થાપન કયુઁ અને પાછા તેના ફોટાઓ પર ફેસબુક પર અપલોડ કયાઁ..
આ વાત એક વસ્તુ બતાવે છે કે અનુસૂચિત જાતિના લોકોને મનુવાદ અને અંધશ્રધ્ધાયુક્ત ગુલામીમાંથી બહાર આવતા હજી બીજા સો કે બસ્સો વરસ લાગી શકે તેમ છે.
કારણ... પહેલા ગણપતિનો ફાળો ઉઘરાવશે.... પછી વાજતે ગાજતે નાચતા નાચતા ગણપતિની મૂતિઁ ખરીદવા જશે. બાદ સોસાયટી, મહોલ્લાઓ કે શેરીઓમાં તેનું સ્થાપન કરી દસ દિવસ સુધી મંડ્યા રહેશે..
આવા ભક્ત મિત્રોને એક જ સવાલ છે... તમે જેટલી શ્રધ્ધા અને આસ્થાથી ગણપતિ ઉત્સવમાં રસ લઈ રહ્યા છો તેટલો રસ કદીય ચૌદમી એપ્રિલ આંબેડકર જયંતિના દિવસે લીધો છે..???????
જેટલી શ્રધ્ધાથી ગણપતિનું ઘરમાં સ્થાપન કરો છો..? તેટલી શ્રધ્ધાથી કદી ઘરમાં બાબા સાહેબનો ફોટો લગાવ્યો છે...ખરો.????????
હવે એક સામાન્ય કોમન સેન્સની તકઁવાળી વાત, ગણપતિ શંકરના પુત્ર..!!!!!!!!!
એટલે કૈલાશ....હિમાલયવાસી મતલબ ઉત્તર ભારતનો વિસ્તાર ...!!!
વિચારવા જેવી વાત એ છે કે ગણેશ નો વિસ્તાર ઉત્તર ભારત હોય તો તેમનો ઉત્સવ ઉત્તર ભારતનાં વિસ્તારોમાં જ વધુ ઉજવાવો જોઈયે... તો પછી ઉત્તર ભારતના બદલે ગણેશ ઉત્સવની આટલી બધી ધુમધામ મહારાષ્ટ્રમાં શા માટે..????????
તેની પાછળનું કારણ છે... જ્યોતિબા ફુલે અને શિવાજી મહારાજની યાદમાં બહુજન પછાતોને જાગ્રત કરવા જ્યોતિબા દ્વારા ઉજવવી શરૂ કરેલી શિવાજી જયંતિ!!!!!!!
શિવાજી મહારાજના ના મૃત્યુ બાદ જ્યોતિબા ફુલેએ રાયપુરમાં તેમની સમાઘી શોધી કાઢી.. અને શિવાજીની પ્રશસ્તિ રૂપે પેવાડા લખ્યું.. બાદમાં મહારાષ્ટ્રમાં બહુજન પછાતોમાં પોતાના ઈતિહાસ બાબતે લોકજાગૃતિ ફેલાવવા જ્યોતિબા ફુલે દ્વારા 1874માં શિવાજી જયંતિ ઉત્સવ શિવજયંતિ ઉત્સવ મનાવવો શરૂ કયોઁ...
ત્યારથી આ ઉત્સવ દર વરસ ઉજવાતો રહ્યો.. અને તેમાં પછાતો મોટી સંખ્યામાં ભાગ લેતા ગયા. અને પોતાના ઈતિહાસથી વાકેફ થતા ગયા અને મનુવાદી ષડયંત્રને સમજવા લાગ્યા. આનાથી કટ્ટર મનુવાદીઓ ડરી ગયા. કારણ આ મહોત્સવથી પછાતો જાગ્રત બની રહ્યા હતા.
આ ઉત્સવને રોકવા માટે અને પછાતોનું ધ્યાન બીજે દોરવા માટે કટ્ટર મનુવાદીઓના ઈશારે લોકમાન્ય ટિળક દ્વારા 1893-94 થી જાહેર સાવઁજનિક ગણપતિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી. (યાદ રાખો...1893-94 પહેલા ગણેશ મહોત્સવ ઉજવાતો હોય તેના પ્રમાણ ઈતિહાસમાં ક્યાય નથી..)
આ ઉત્સવ અંગ્રેજો વિરૂધ્ધ ભારતીય પ્રજામાં લોકજાગ્રતિ ફેલાવવા માટે કરવામાં આવેલો એવું કહેવામાં આવે છે. પણ હકીકતમાં આ મહોત્સવ પછાતોમાં મનુવાદ વિરૂધ્ધ વધતી જતી લોકજાગ્રતિ રોકવા માટે જ શરૂ કરવામાં આવેલો.
બસ પછી ગણપતિ મહોત્સવે એવું ઘેલુ લગાડ્યું કે ધીરે ધીરે એનો વ્યાપ વધતો ગયો. મહારાષ્ટ્રથી ગુજરાત...
હવે તો ગણપતિ મહોત્સવ બધાય ઉજવે છે. પછાતો પણ ધામધૂમથી દર વરસે ઉજવે છે.
દર વરસે ગણપતિને મોંધા ભાવે ખરીદી લાવે છે... દસ દિવસ પુજા, અચઁન, પ્રસાદ ધરાવે છે. દસ દિવસ પછી પાણીમાં ડુબાડી આવે છે.
આવું દર વરસે કરવામાં આવે છે.... ગણપતિ આવે છે અને જાય છે.... પણ આપણે હજીય ત્યાંને ત્યાં જ ઉભા છીએ.
જો આપણે પોતાને અનુસૂચિત જાતિના ઓળખાવતા હોઈએ.. અને બાબા સાહેબમાં થોડોક પણ વિશ્વાસ રાખતા હોઈએ તો આ મનુવાદની ગુલામી સમો ગણેશ ઉત્સવ ઉજવવો બંધ કરી દેવો જોઈયે.
અથવા તો પોતાનાં જાતિના પ્રમાણપત્રો ફાડી નાખી... શિડ્યુલ્ડ કાસ્ટ તરીકે મેળવતા હોય તે તમામ લાભ છોડી... બાબા સાહેબે અપાવેલ સુખ સાહ્યબી ત્યાગી દેવી જોઈયે.
જયભીમ................
No comments:
Post a Comment