ફ્રાંસ વિચારક દિદેરો એ જ્યારે કહ્યું કે, ''જ્યાં સુધી છેલ્લાં રાજાને અંતિમ પાદરીના આંતરડાંથી ફાંસી ન આપી દો ત્યાં સુધી ધરતીને શાંતિ નહી મળે ત્યાં સુધી મુક્તિ સંભવ નથી''
ત્યારે ફ્રાંસની બહુસંખ્યક જનતાએ તેને તું જે થાળીમાં ખાય છે તે થાળીમાં જ છેદ કરે છે તેવું ન કહ્યું કે ન તો તેને દેશનિકાલ કરવાની વાત કરી તેમણે દિદેરોની વાતમાં રહેલાં ગર્ભિતાર્થને સહર્ષ વધાવી લીધો.
અમેરિકન વિચારક નોમ ચોમ્સ્કીએ જ્યારે કહ્યું કે, ''અમેરિકા દુનિયાનો સૌથી મોટો આતંકવાદી દેશ છે. દુનિયા પર ઘટી રહેલાં તમામ અનર્થોમાં અમેરિકા પોણા ભાગનું ભાગીદાર છે.''
ત્યારે અમેરિકાની બહુસંખ્યક જનતાએ તેને તું જે થાળીમાં ખાય છે તે થાળીમાં જ છેદ કરે છે તેવું ન કહ્યું કે ન તો તેને દેશનિકાલ કરવાની વાત કરી તેમણે નોમ ચોમ્સ્કીની વાતમાં રહેલાં ગર્ભિતાર્થને સહર્ષ વધાવી લીધો.
ભારતમાં વિચારકો ગાળો ખાય છે. અહીં તમે અલ્પસંખ્યકો, આદિવાસીઓ, દલિતો, પછાતો, ગરીબોને થતાં અન્યાયની વાત કરો તો પોતાના હિતોને લઇને, વિકાસની ભ્રમણામાં રહેલો બહુસંખ્યક સમાજ મારવા દોડે છે. તે તમને પાકિસ્તાન, સીરીયા, અફઘાનીસ્તાન મોકલી દેશે..કેમ કે તેઓ ભારતને માત્ર તે દેશો સાથે સરખાવે છે. ભારતીય બહુસંખ્યકો પાકિસ્તાની દર્પણમાં તેમનો ચહેરો જુએ તો રુપાળો લાગે છે. જાપાન, અમેરિકા, ફ્રાંસ, બ્રિટન જેવા દેશોના દર્પણમાં તેઓ રુગ્ણ, કદરુપાં, દૂબળાં અને કૃષકાય છે.
-વિજય મકવાણા
Facebook Post :-
No comments:
Post a Comment