May 03, 2017

જાતીવાદ - અત્યાચાર અને તેની સામે સંઘર્ષ : વિજય જાદવ



જ્યારે કોઇ દલિત ઉપર મારઝુડ કે હત્યા થાય ત્યારે અને તોજ એમ માનવામાં આવે છે કે દલિતો ઉપર અત્યાચાર થયો. 
શુ કોઇ દલિતની ઉપર કોઇ હિંસા થાય એને જ અત્યાચાર માનવો? 
સમાજમાં ફક્ત કોઇ ઉપર મારઝુડ થાય અથવા હત્યા થાય તો અત્યાચાર થયો એવુ માનવાની ગ્રંથી મને યોગ્ય નથી લાગતી. એ પછી સમાજ થોડો ટાઇમ એના ઉપર ધ્યાન આપી પછી છોડી દેશે. એ કેટલુ યોગ્ય માનવુ? 

જાતીગદ ભેદભાવ રાખી અપરકાસ્ટ દ્વારા દલિતો પર જે અત્યાચાર કરવામાં આવે છે તેને જાતીવાદ નો અત્યાચાર કહી શકાય. 
કોઇ વ્યક્તિની જાતિ ને ધ્યાનમાં રાખી તેનુ માનસિક, શારીરીક કે આર્થિક શોષણ કરવુ,  કોઇ ને જાતિગત અપશબ્દો બોલવા, દલિત છોકરીઓ પર બળાત્કાર કરવો,  યોગ્યતા હોવા છતા લગ્ન,  નોકરીમાં તકલીફ પડવી , નીચ કામ કરવા મજબુર કરવા, સામાજીક બહીસ્કાર કરવો, નોકરી ના આપવી કે હેરાન કરવા, કોઇ પણ પ્રકારની આભડછેટ રાખવી...... વગેરે જેવા ઘણા બધા બનાવો પણ જાતિગત અત્યાચારમાંજ આવે છે. આવા અસંખ્ય બનાવો બને જ છે. 

અત્યાચાર તો કોઇપણ વ્યક્તિ પર થઇ શકે છે. પરંતુ જાતિવાદી અત્યાચાર SC,  ST અને OBC પર જ થાય છે. જેમાં અનુસુચિત જાતિ ઉપર થતા અત્યાચાર નુ પ્રમાણ ખુબ વધુ હોય છે. 

આપણે દલિત અત્યાચાર બાદ વળતર માંગીને બેસી જઇએ છીએ પરંતુ ભવિષ્યમાં આવા બનાવો ના બને એ માટે શુ કરવુ? એ માટે કોઇ વ્યુહાત્મક રચના દેખાતી નથી. એકાદ બે જણને પકડી લીધા બાદ જામીન પણ મળી જાય છે. જેથી એમની આવુ કરવાની હીમ્મત વધતી જાય છે. એવુ તો શુ કરવુ જેથી એ લોકો ભવિષ્યમાં આવુ કરવાની હિમ્મત ના કરે. નીચે મુજબના થોડા સુચનો મને જણાઇ રહ્યા છે. 

1) આપણી એવી માંગણી હોવી જોઇએ કે હીંસા કે અત્યાચારના બનાવબાદ એ કેસની તપાસ કરનાર તપાસ અધિકારી અનુસુચિત જાતીનો જ હોવો જોઇએ એવી માંગ મુકવી જોઇએ. ત્યાર બાદ આવા એટ્રોસીટી ના કેસો માં 99% કેસોમાં આરોપીઓ પુરાવા ના અભાવ અથવા બીજી કોઇ રીતે સહેલાયથી છુટી જાય છે. તો સૌપ્રથમ એટ્રોસીટી કેસ સ્પેશ્યલ એટ્રોસીટી કોર્ટમાજ પેનલ માં ઓછામાં ઓછો એક જજ અનુસુચિત જાતી નો જ હોવો જોઇએ એવી માંગ કરવી જોઇએ. અને કેસ નો ફેસલો જલ્દીમાં જલ્દી આવે તેવી માંગ કરવી જોઇએ. અને કઠોરમાં કઠોર સજા અે અપરાધીને મળે એનુ ધ્યાન રાખવુ જોઇએ. જેથી આવો ગુનો કરતા પહેલા એ લોકો સો વખત વિચાર કરે. 

2) હીંસક અત્યાચારો ગામડાઓમાં વધુ બને છે તો ડો. બાબાસાહેબ આંબેડકરનુ જે સુચન હતુ કે ગામડાઓ ખાલી કરો અને શહેરમાં જઇ વસો. એ સુચનનુ પાલન કરાવા પ્રયત્નો કરવા જોઇએ. હવે તો RTE કાયદા પ્રમાણે સારી સ્કુલોમાં પણ એડમીશન મળે છે. તો એના દ્વારા વધુ માં વધુ બાળકો સારુ શિક્ષણ મેળવે એ માટે પ્રયત્નો કરવા જોઇએ.  

3) આપણા પુના પેક્ટથી ઉત્પન્ન રાજકીય ચમચાઓ ક્યારેય સમાજ નુ હિત નહી કરી શકે. એલોકો આવા અત્યાચાર સમયે પણ તમારો અવાજ બની ને બહાર નથી આવતા. અને ક્યાંય અવાજ ઉઠાવશે તો સમજી લેજો તમારો અવાજ દબાવવા માટે જ. પોતાના માલિકોને ખુશ કરવા માટે જ....
એમને પ્રોગ્રામમાં આમંત્રણ આપવાનુ ટાળો, એમના પ્રોગ્રામોમાં જવાનુ ટાળો. 
આવા લોકો ફક્ત રાજકીય કઠપુતળી બની બેઠા છે જે આખા સમાજને નચાવી રહ્યા છે.  એવા રાજકીય ચમચાઓને સલાહ કે તમે સમાજની સીટ ઉપર ચુંટણી લડો છો એ ભારતીય સંવિધાનમાં તમને તમારા સમાજનુ પ્રતિનીધિત્વ કરવા માટે મળે છે નહી કે રાજકીય પક્ષોની ચમચાગીરી કરવા બદલ! 
ચમચાગીરી કરી તમને જનરલ સીટ ઉપર લડો અમને કોઇ વાંધો નથી પરંતુ જ્યારે રીઝર્વ સીટ ઉપર લડો છો તો તમારા માટે સમાજ હીત ને ધ્યાનમાં રાખવુ જરુરી બને છે.  
અને જો સમાજ હીત કરતા તમને તમારો પક્ષ વધુ વહાલો હોય તો છોડી દો એ સીટ, અને માંગો જનરલ સીટ. જોઇલો તમને તમારી ઔકાદ શુ એ ત્યાજ ખબર પડી જશે. 

4) લગ્ન સંબંધો નક્કી કરતી વખતે જાતિ જોવાનુ ટાળવુ જોઇએ. આજે આપણે આ કરીશુ તો આપણો સમાજ આ કરશે અને ધીરે ધીરે બધા જ સમાજ આ મુહીમ માં જોડાશે. જાતિવાદ ખત્મ કરવાનુ મજબુત હથિયાર અાંતરજાતીય લગ્નો છે. 

5) દલિતો દલિત એટલા માટે છે કારણકે તે હીન્દુ ધર્મના સૌથી નીચેના પાયદાન પર છે. એટલે જે ધર્મને દલિત પોતાનો ધર્મ માનીને બેઠા છે એ ધર્મ જ તમને નીચ માને છે. તમારે હવે આ દલિત પણાનો વિરોધ કરવોજ રહ્યો. તમારી સામે તમારાજ માનીતા ધર્મનો ઉપયોગ કરી ધર્મરક્ષકો તમને હજારો વર્ષોથી છેતરી તમારી ઉપર શાષન કરી તમને ગુલામ બનાવી ને રાખ્યા છે. ધર્મ એ એમનુ મજબુત હથિયાર છે જે તમારી ઉપર વારંવાર ચલાવવામાં આવે છે. 
તમે પાછા એ ધર્મને મજબુત કરો છો, આર્થિક સહાય કરીને! 
જી હા બિલકુલ સાચી વાત છે ધર્મના નામે,  ઇશ્વરના નામે, શ્રદ્ધાના નામે તમે જેટલો પણ ખર્ચો કરો છો એ આખરે તમારી જ સામે ઉપયોગ થાય છે. કેમકે ક્યારેય કોઇ ઇશ્વરે જાતિવાદ અને જાતિગત અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો હોય કે કોઇ ચમત્કાર કરી એ અત્યાચાર બંધ કર્યો હોય એવુ મે આજસુધી નથી સાંભડ્યુ. તમે ક્યાંય સાંભડ્યુ હોય કે જોયુ હોય તો જણાવશો. 
તો આજથીજ નક્કી કરો કે ધર્મના નામે, ઇશ્વરનાનામે એક પણ રુપીયાનુ દાન નહી આપીએ, કોઇ પણ પ્રકારનો ખર્ચો નહી કરીએ. એ પૈસાનો ઉપયોગ બાળકોના શિક્ષણ પાછળ વાપરી શુ તો આવનારી પેઢી વધુ મજબુત બની ઉભી રહેશે. કોઇ પણ પ્રકારનો ખર્ચો હવે ધર્મ પાછળ, ઇશ્વર પાછળ કે શ્રદ્ધા પાછળ વાપરીશુ નહી. 
બીજુ ધર્મ રક્ષકો તમને હીન્દુ બનાવી મુસ્લિમ વિરુદ્ધ લડાવી તમારો હંમેશા ઉપયોગ કર્યો છે. જેનો દાખલો જોવો હોય તો અત્યાર સુધી શુદ્રો શિવાય ધાર્મિક હિંસાનો ભોગ કોઇ બનેલ નથી એ ચકાસી જુઓ. કોઇ ધર્મ રક્ષકને આજ સુધી તોફાનોમાં સજા થઇ હોય એવો દાખલો આપો. તમારા શિવાય મુસલમાનો સામે લડ્યુ છે કોણ? અંતે તમે મુસલમાનોના દુશ્મન બનો છો. જાતિગત રીતે ઉચ્ચ વર્ણના તમે દુશ્મન તો છો જ. મતલબ બન્ને બાજુ તમારી અવદશા કરવામાં આવી રહી છે. 

ધર્મ રક્ષકો તમને જણાવશે કે ધર્મની રક્ષા કરવા અમે બધુ કરીશુ તો કહી દેવાનુ કે તમને હીન્દુ ધર્મમાં ધર્મની રક્ષા કરવાનુ જ કામ અપાયુ છે તો કરો રક્ષા તમે જાતે જ. તમને કહેવામાં આવશે કે મુસલમાનો હીન્દુના દુશ્મન હોય છે. અને એ લોકો જાતે જ મુસલમાનોના ખોળામાં બેસતા તમે જોઇ શકો છો. લવજેહાદના નામે તમને મુર્ખ બનાવવામાં આવશે અને પોતાનાજ દીકરા દીકરીઓના લગ્ન મુસલમાન સાથે કરાવશે. ચેક કરી શકો છો. એટલોજ મુસલમાન પ્રત્યે કટ્ટરતા હોય તો એમની પાસે વોટ માંગવા પણ શુ કામ જાઓ છો?
મતલબ એમને વોટબેંક માટે જ દલિતો અને મુસલમાનોની જરુર છે. 
મુસ્લિમો સામે કોઇ પણ પ્રકારના તોફાનોમાં હીસ્સો નહી લેવાનો નક્કી કરો. જેવુ લાગે કે પરિસ્થિતિ નાજુક બની રહી છે તો બન્ને પક્ષના આગેવાનો આગળ આવી પરિસ્થિતિ સંભાળી લેવી. બન્ને પક્ષે શાંતિ સમિતિ બનાવો જે અમુક સમયના અંતરાલે મળતા રહે અને બન્ને પક્ષે શાંતિ જળવાઇ રહે એના માટે પ્રયાસો કરે.  તમે જે દિવસે મુસ્લિમો સામેની હીન્દુ ધર્મની કહેવાતી લડાઇમાથી ખસી ગયા એ દિવસથી જ તમારી પ્રગતિ સાચી દીશામાં આગળ વધશે. 

6) અને આખરમાં તમારામાં ખરી જાગ્રુતિ શિક્ષિત બનીને જ આવશે. આવનારી પેઢીને પણ ખુબ ભણાવો.
ડો. બાબાસાહેબે ત્રણ મહત્વના સુચનો આપેલા છે.  શિક્ષિત બનો, સંઘઠીત બનો, સંઘર્ષ કરો. 
હવે મારા માનવા મુજબ સંઘર્ષ તો તમે રોજ કરો છો. આંતરીક જાતિવાદનો સંઘર્ષ કંઇ ઓછો નથી. ક્યારે પોતાના જ ભાઇને આગળ જતો અટકાવવો એ આપણો સમાજ બહુ સારી રીતે જાણે છે! સોસાયટીમાં પાડોસી સાથે નાની અમથી બાબતમાં પણ સંઘર્ષ માં ઉતરી પડો છો કે નઇ??? 

સંઘઠિત થયા એવુ મહદઅંશે દેખાઇ રહ્યુ છે. એક બીજાના પ્રોગ્રામને સફળ બનાવવાની લાગણી જે આવી છે એ સંઘઠન જ કહેવાય ને? 

શિક્ષિત બનવામાં હજી સમાજ ઘણો પાછળ છે. એ હુ જોઇ શકુ છુ.  માટે સમાજ ને પ્રથમ જરુરીયાત સારા મા સારા શિક્ષણ ની છે. શિક્ષિત સમાજ ને છેતરવાની કોઇ હીમ્મત નહી કરે. તમે તર્કબદ્ધ, યોજનાબદ્ધ લડી શકશો. અન્યાય સામે અવાજ ઉઠાવી શકશો. તો આજથી આ સુત્ર ઉપર વધુ ભાર મુકો..... 

શિક્ષિત બનો,  શિક્ષિત બનો,  શિક્ષિત બનો.........

આભાર 

વિજય જાદવ












No comments:

Post a Comment