એક વાર આંબેડકરે સંસદમાં 'હિન્દુ કોડ બીલ' રજૂ કર્યું. જે બીલ હિન્દુ સ્ત્રીઓની મુક્તિનું બીલ કહેવાય છે. પરંતુ તે વખતના પંડિતોએ, હિન્દુ ધર્મના ઠેકેદારોએ તેનો જોરદાર વિરોધ કરેલો. કેમ કે, તેમની માન્યતા એ હતી કે, આ બીલથી તેમની કુટુંબ વ્યવસ્થા તૂટી જશે, તેમણે રચેલી ધાર્મિક વ્યવસ્થા તહસનહસ થઇ જશે, સદીઓથી પુરુષોની ગુલામડી રહેલી સ્ત્રી કેદમાંથી આઝાદ થઇ જશે, સદીઓથી સ્ત્રીના દેહ પર રહેલું તેમનો અધિકાર ખતમ થઇ જશે, સ્ત્રી પોતાના સ્વતંત્ર આકાશમાં પંખીની જેમ વિહરે તે તેમને કોઇ કાળે મંજૂર નહોતું. તેમણે એડીચોટી ચોટીનું જોર લગાવ્યું 'હિન્દુ કોડ બીલ' સંસદમાં પસાર ન થવા દીધું. બાબાસાહેબની હજાર દલીલો, હજાર તર્કો નાકામિયાબ થયાં. અંતે હારી ગયેલાં આંબેડકરે રાજીનામું આપ્યું. મિનિસ્ટરી છોડી.
બાબાસાહેબે ઇચ્છ્યું હોત કે તેઓ ઘેર ઘેર જઇ હિન્દુ સ્ત્રીઓની સહી લેશે. કાગળના લીથો લઇ નિકળી પડ્યાં હોત. હિન્દુ સ્ત્રીઓને સમજાવી હોત તો કેટલી હિન્દુ સ્ત્રી સહીઓ કરી આપેત??
હાલ પણ, હિન્દુ સ્ત્રી આટલી ભણેલ-ગણેલ અને આધુનિક વિચારવાળી હોવા છતાં કોઇ આંબેડકરવાદી સોશ્યલ મિડીયા પર લખી દે કે, ''હિન્દુ સ્ત્રીને શિક્ષણમા, રોજગારમાં, મતાધિકારમાં, પિતાની સંપતિમાં, વારસાધારામાં, મિલકતધારામાં જે હક્કો અને પ્રતિનિધિત્વ મળેલ છે તે બાબાસાહેબના હિન્દુ કોડ બીલ કારણે મળેલ છે'' તો તે પોસ્ટ કે કન્ટેન્ટન માટે હિન્દુ સ્ત્રીઓ ''હળવું લાઇક બટન'' પણ દબાવતી નથી! તો કેવી રીતે ઉત્તરપ્રદેશની મુસ્લીમ મહિલાઓએ ભાજપની તરફેણમાં #EVM બટન દબાવી દીધાં? કેવી રીતે #RSS ની 'સહી ઝુંબેશને હીટ બનાવી દીધી??
અને ખરેખર વાસ્તવમાં મુસ્લીમ મહિલાઓએ સહીઓ કરી આપી છે, બીજેપીને જીતાડવામાં મદદ કરી છે. તો એ વાત સ્વયંસિદ્ધ થાય છે કે, હિન્દુ મહિલાઓ કરતાં મુસ્લીમ મહિલા વધું જાગૃત છે અને તેમનો ''બુદ્ધિઆંક'' હિન્દુ મહિલાઓ કરતાં ચારગણો વધારે છે!
~ફુલેઆંબેડકરવર્લ્ડ (મામાભાણેજ)
Facebook Post :-
No comments:
Post a Comment