May 03, 2017

કમાલ કા ભીમયુગ આયા હૈ : વિજય મકવાણા

એક સમય એવો હતો કે, છોકરાઓ પાસે આંબેડકર જયંતિની રેલી કાઢવા પૈસા નહોતાં..ગળી, મોટો ફોટો, બેન્ડ, લારી, બેનર બધું શહેરથી ખરીદીને લાવવા પૈસા જોઇએ..વડિલો પણ અજ્ઞાનના કારણે ગુસ્સે થતાં..''હેઠીયું બેહો! ગામ હારે વેર કરાવશો દેકારો કરી'' બીક લાગતી કે ઝઘડા થશે..એ લોકો આજે ભણ્યાં બે પાંદડે થયાં..સુખી થયાં...હવે..જુઓ..
આજે શહેર, ગામ, વિસ્તાર, મહોલ્લા, શેરીઓ, ગલીઓ સુશોભિત છે. લોકો હવે પોતાના પ્રાઇવેટ બેનરો છપાવે છે. એક એક ગલી પર એક એક ચોકડી પર..લોકો ડીજે ની કાન ફાડી નાખે તેવી ધુનો પર મસ્તીથી ઝુમી રહ્યાં છે..દરેક જણ હું ભીમરાવ સાથે છું તેવો ભાવ વ્યક્ત કરે છે. મિઠાઇઓ વહેંચી રહ્યાં છે. ફટાકડાં ફોડી રહ્યાં છે. શરબત ઠંડાપીણા વહેંચી રહ્યાં છે. કાર રેલી, બાઇક રેલી યોજી રહ્યાં છે. પ્રતિભાઓનું સન્માન કરી રહ્યાં છે. બેકરીની દુકાનો પર ભીડ છે. લોકો કેક ના ઓર્ડર આપી રહ્યાં છે. કેક કાપી બર્થડે સેલીબ્રેટ કરે છે. જેનો ડર લાગી રહ્યો હતો તે જ લોકો લાઉડસ્પીકરો પરથી પરાણે પરાણે..જય ભીમ જય ભીમ બોલી રહ્યાં છે..!!
યે કમાલ કા ભીમયુગ આયા હૈ..! ફિર ભી સાવધ રહીયે!
જય આંબેડકર જય રવિદાસ જય માયાદેવ જય જ્યોતિ
-વિજય મકવાણા






Facebook Post :- 

No comments:

Post a Comment