May 04, 2017

માસિક ધર્મ અને સ્ત્રી ની શારીરિક અને માનસિક સ્થિતિ : કુસુમ ડાભી

ઋતુસ્રાવ, માસિક, ટાઈમ, ડેઈટ, પ્રોબ્લેમ, લૂગડાં આવવા, વગેરે જેવા શબ્દો થી પરિચિત છીએ સૌ. મહિનાના આ સમય દરમિયાન સ્ત્રી ની શારીરિક અને માનસિક સ્થિતિ વિશે જ લખવું છે. આ ટોપિક ઘણા સમયથી મનમાં હતો જ, આજે થયું લખવું જોઈએ. 
માસિક સમયે સ્ત્રી ની શારીરિક સ્થિતિ વધુ તકલીફદાયક હોય છે. ખાસ કરીને કોઈ ને એક બે દિવસ થતો પેટનો દુખાવો, કોઈ ને પગ અને છાતીમાં થતો દુખાવો.કોઈ ને કમર માં થતો દુખાવો, અને એના કારણે પછી માથાનો દુખાવો. ઘણી બહેનો ને આ દુખાવામાં એક પેઈન કિલર લેવાની આદત મેં જોય છે, દાખલા તરીકે.. બ્રુફેન. જો એ ટીકડી ન લે તો એ દુખાવા ને સહન નથી કરી શકતી. અને આ દવા લાંબા ગાળે શરીર ને બહુ આડ અસર પહોંચાડે છે. એવું જ કંઈક ઘરમાં આવતા કોઈ પ્રસંગના કારણે સ્ત્રીઓ માસિક વહેલા આવે એ અથવા મોડું આવે એ માટે દવા લે છે. આ દવાઓ પણ છેલ્લે સ્ત્રીના શરીર ને નુકશાનકારક જ હોય છે.
હવે, વાત કરી સેનીટરી નેપકીનની. એમાં પણ ઘણી પ્રકારના નેપકીન મળે છે. સ્ત્રીઓ ની ચોઇસ અલગ અલગ હોય છે. પણ, કદાચ ndtv માં એક રિપોર્ટ મેં જોયેલો પાક્કું યાદ નથી, પણ સેનિટરી નેપકીન માં પ્લાસ્ટિક વપરાય છે, જે સ્ત્રી ના ખૂબ સંવેદનશીલ અંગ સાથે સતત સંપર્ક માં આવે છે, કદાચ ખૂબ લાંબાગાળે એના થી નુકશાન થવાના દાખલા સામે આવશે જ. કેન્સર જેવી બીમારી. એવું જ જે સ્ત્રીઓ ગમે તેવા કપડાં નો ઉપયોગ કરે છે, એમને પણ અમુક બીમારી લાગવાનો ભય રહેલો હોય જ છે. 
આ સમયે સ્ત્રી ની માનસિક સ્થિતિ ની વાત કરી તો, સ્ત્રી ને શરીર માં જે હિલચાલ થાય છે, એટલે એનું મન આ વાત પર વધુ ચોંટેલું હોય છે. ઘરના, ઓફિસના બધાં જ કામ સાથે એક મોટું કામ આ હોય છે. આ સમયે સ્ત્રી ની માનસિક સ્થિતિ વધુ તકલીફ વાળી હોય છે. ખાસ તો નાની નાની વાતે ગુસ્સો આવવો, રડવું આવવું, કોઈના સાથે ઝગડો કરવો, આવી અલગ અલગ બાબતો જોવા મળે છે. એક ખાસ ઉદાહરણ મુકું તો, મારી એક ફ્રેન્ડ ને બે વખત એના પતિ સાથે બરાબરનો ઝગડો થયેલો, એ ઝઘડાનું સ્વરૂપ મોટું થઈ ગયું હતું, આ બન્ને ઝગડા વખતે મને ખાસ ખબર છે એને માસિક આવેલું હતું. ઘણીવાર આ સમયે મેં જોયું છે, સ્ત્રી નો ગુસ્સો ખાસ બાળકો અથવા પતિ ઉપર નીકળે છે. જો એક ભાઈ, પિતા કે પતિ તરીકે સ્ત્રીની આ સ્થિતિ સમજી જાય તો એના ગુસ્સા ને જતો કરવો અથવા ડાયવર્ટ કરી શકાય. હું આ સમજુ છું, જ્યારે પણ ભાભી કે બહેનને આવા સમયે ગુસ્સો કરતા જોવ હું સમજી જાવ છું. મને પોતાને ગુસ્સો આવે હું જાતે કંટ્રોલ કરી લેતા શીખી છું ખાસ શાળામાં, કેમ કે મને કારણ ખબર હોય છે.
હવે, વાત સ્ત્રી ની શારીરિક કામ કરવાની સ્થિતિની. આ બાબત સ્ત્રી પર જ આધાર રાખે છે. આજ સ્થિતિમાં સ્ત્રી ખૂબ કામ કરી શકે છે. અને ખૂબ આરામ પણ કરી શકે છે. હું જ્યારે, મારા મમ્મી અને અન્ય સ્ત્રીઓ ને જોવ છું, ભૂતકાલ યાદ કરું છું. એ લોકોને બહુ શારીરિક શ્રમ કરતા જોયા છે. કારખાનામાં, ખેતરમાં કે છુટક મજૂરી કરતી સ્ત્રીઓ આ દિવસે રજા નથી રાખતી કે આરામ નથી કરતી, એમનું કામ રોજ જેટલું જ થતું હોય છે. જ્યારે, ઘરે જ રહેતી સ્ત્રીઓ, કે ઓફિશલ વર્ક કરતી સ્ત્રીઓ થોડા આરામ નો આગ્રહ ચોક્કસ રાખે છે. પણ, સ્ત્રીને આરામની જરૂર તો હોય જ છે. મજૂરી કરતી સ્ત્રી, ઘરનું બધું કામ કરતી સ્ત્રી ના ભાગે કદાચ આવા સમયે પણ, આરામ નથી જ લખાયેલો હોતો.
એક લાસ્ટ મુદ્દો સેનિટરી નેપકીન બાબતે. અડ્ડામાં એક પોસ્ટમાં હતું કે, ગામડામાં સ્ત્રીઓ આ નેપકીન વિશે જાણકારી નથી ધરાવતી. એ વાત સાચી પણ છે જ. પણ, આપણાં દેશની કરુણતા કહીએ કે બેફીકરાય, આપણે સેનિટરી નેપકીનના ઉપયોગની વાતો કરીએ છીએ, પણ એના યોગ્ય નિકાલની સુવિધા કે વ્યવસ્થા માટે બિલકુલ બેધ્યાન છીએ. દરેક સ્કૂલ કોલેજ વગેરે જાહેર પ્લેઇસ પર એક ભઠ્ઠીની વ્યવસ્થા કરવી પડે આ સેનિટરી નેપકીન ના નિકાલ માટે. આવી વ્યવસ્થા ક્યાંય લગભગ હજુ કરવામાં આવી જ નથી. પરિણામે આ ઉપયોગ કરેલા નેપકીન ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે, જે પર્યાવરણ ને નુકશાનકારક જ છે. હા, રાજ્યસભામાં કે લોકસભામાં આ મુદ્દા પર કદાચ મેનકા ગાંધી એ વાત કરેલી છે. અને છોકરીઓ માટે શાળામાં સેનેટરી નેપકીન ની વ્યવસ્થા તથા આશા વર્કર દ્વારા ગામડામાં સ્ત્રીઓ ને આ નેપકીન ભવિષ્યમાં વિતરણ કરવાની યોજના આવનાર છે. પણ, પ્રશ્ન એ જ રહેશે નેપકીન ના યોગ્ય નિકાલનું કોઈ આયોજન થયું નથી અને થશે પણ નહીં.
લાંબી પોસ્ટ છે, માહિતી બધી સમજી અને આપના ઘર, સ્ટાફમાં રહેલી સ્ત્રી ની આવી સ્થિતિમાં સમજી શકીએ તોય ઘણું છે....
કુસુમ ડાભી 


No comments:

Post a Comment