કાળી કમાણી કરનાર કોણ???
અમારે ત્યાં ખૂબ જ ફેમશ ફેમિલી ફિઝિયશન ડોકટર શાહ (ઇશરો પેનલ ડો .) સાહેબ જેમની નામના આખા શહેરમાં છે .
સવારે 10 થી 1 સાંજે 5 થી 9 સુધી નો સમય ...
રોજ ના 400 થી 500 પેશન્ટ બન્ને ટાઈમ મેળવીને .
ટોકન લીધા વિના નંબર આવે જ નહીં .. ટોકન લેવાની લાઈન સાંજે 4 વાગે લાગી જાય ..15 મિનિટ મોડા જાવ તો ટોકન ખાલી થઈ જાય ..
સાહેબ તપાસવાના 50 રૂપિયા લે છે . અને બાજુ ની જ અડીને આવેલી દુકાનમાંથી જ ફરજિયાત દવા લેવી . દવા જ એવી લખે કે બાજુમાં જ આસાની થી મળે . સાહેબ ને એમાં પણ તગડું કમિશન ..
રોજનો વકરો (આવક) લગભગ 25 હજાર થી વધુ ..
એમાં પણ સિઝન મા તો અધધધધ .... સિઝન એટલે ચોમાસુ , ચીકન ગુનિયા , સ્વાઇન ફલૂ ની અફવાહ , પાણી જન્ય રોગ .. આ બધામાં તો મબલખ કમાણી અને પાછું લેબોરેટરી ટેસ્ટ કરાવે એટલે અલગ કમિશન .
હવે આ બધીજ કમાણી ને સેમાં ગણવી ???
કોઈ જ #રસીદ નહિ ?
કોઈ જ પાકું કામ નહીં કે #ચોપડે બતાડયે ???
ઇન્કમ કેવી રીતે નક્કી કરવી ને કોણ નક્કી કરે આ ???
આશરે જ સાહેબ ના સી એ ટેક્સ ભરતા હશે ને જાને ટેક્સ ભરીને ભારત દેશપર ઉપકાર કરતા હોય એમ ..
તમારી આસપાસ પણ આવા અનેકો ડોકટર હશે જ ..
નજર કરજો આ લોકો ની આવક પર .....
સરકાર ની નજર મા સાફ સાફ બચી નીકળતા આ તત્વો સફેદ પોશ કેહવાય છે સમાજ માં ..
પ્રગ્નેશ લેઉવા ::: અમદાવાદ ::
No comments:
Post a Comment