May 04, 2017

ભારત અને રેસીસ્મ રુશાંગ બોરીસા ની કલમે





એક સર્વે મુજબ ભારત એ દુનિયાનો સૌથી રેસિસ્ટ દેશો પૈકીનો એક છે. સર્વે ભેદભાવ ઉપર આધારિત હતો જેના ક્રાઈટેરિયા માં રંગભેદ,જ્ઞાતિવાદ અને પ્રાંતવાદ હતા.સર્વેમાં ભારત જે રીતે "વિવિધતામાં એકતા"નો પ્રચાર કરે છે તેની ટીકા કરવામાં આવી હતી.ભેદભાવને લીધે નાગરિકોના કેટલાક ચોક્કસ વર્ગો ભોગ બને છે, તેમનું જીવનધોરણ સુધરે તેની માટે પહેલ કરવામાં આવે છે.આપણા દેશમાં સમાનતાના હેતુસર અનામત આપવામાં આવે છે.

અનામત એટલે શું? સીધો અર્થ એવો થાય કે કુલ સ્ત્રોતની વહેચણીમાંથી કેટલોક ભાગ અમુક વર્ગ માટે સલામત રાખવો.બીજા શબ્દોમાં ફાળવણી-વહેંચણીના વ્યવસ્થાનું આયોજન.અહીં રેલવે રીસર્વેશન,મેનેજર-ડિરેક્ટર્સની અનામત કે VIP વર્ગની અનામતની વાત નથી,રાષ્ટ્રીય સ્તરે નાગરિકોના ચોક્કસ વર્ગને મળતી અનામતનો મુદ્દો છે.

સરેરાશ ભારતીયને પ્રવર્તમાન અનામતનો ખ્યાલ બોગસિયો લાગે છે અને અનામતપ્રથા અન્યાયી જણાય છે.આવી વ્યક્તિ સામાન્ય રીતે મત ધરાવે છે કે ફાળવણી મેરીટ આધારિત હોવી જોઈએ.પણ મેરીટવાદીઓ "વાય રીસર્વેશન"ના સવાલનો જવાબ જાણતા નથી કે જાણવાનો પ્રયત્ન કરતા નથી.

ભારત એક ભેળસેળિયો દેશ છે(દેખાવે રંગીન ભેળ બેસ્વાદ છે.)જેમાં અગત્યનો ભાગ જ્ઞાતિઓ ભજવે છે. જ્ઞાતિઓમાં સૌથી વધુ દયનિય હાલત એક્સ-અનટચેબલ રહી છે(રેસિયોવાઇઝ).તેવો દ્રષ્ટિકોણ મહિલાઓની સ્થિતિ વિષે પણ રાખી શકાય.

મહિલાઓ માટે અનામત કેમ હોવી જોઈએ? સરેરાશ સવર્ણોને અનામત ખૂંચતી હોવા છતાં આ બાબતે મૌન સેવે છે.સામાન્ય રીતે મહિલા અનામતને નારી શિક્ષણ-કેળવણી-સ્વનિર્ભરતા સાથે સાંકળી તેને સ્ત્રી-સશક્તિકરણ સાથે જોડે છે. જો કે મહિલા અનામત અને સ્ત્રી-સશક્તિકરણ વચ્ચે કોઈ પ્રત્યક્ષ સંબંધ નથી. સ્ત્રી-સશક્તિકરણના નામે ઘણા કર્યો થઇ રહ્યા છે પણ તેમાં અનામતનું સ્થાન ના હોય શકે. શા માટે? ઉપર જણાવ્યું તે મુજબ અનામત એ વહેંચણીનું આયોજન છે.

મહિલાઓ પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાનો શિકાર છે,જેથી અવાર-નવાર તેઓ ભેદભાવ-અત્યાચાર-શોષણનો ભોગ બને છે.આ આખું ચિત્ર જોયી શકાય તેવું પણ નથી.સામાજિક તંત્રની અનેક આડઅસરો-ખામીઓને કારણે મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં પોતાનું ૧૦૦% આપી શકતા નથી.આ અન્યાય દૂર કરવા માટે મહિલાઓને અનામત આપવી જોઈએ.

અહીં એક વાતને ધ્યાનમાં રાખવી કે અનામત આપવાથી પુરુષપ્રધાન તંત્ર ભસ્મીભૂત થવાનું નથી, પણ મહિલાઓને માત્ર તક મળે છે.( ફરી આ સ્ત્રી-સશક્તિકરણ નથી.)વળી, ક્યારેક એવી દલીલ આવે છે કે જો સ્ત્રી પૈસાદાર-વગદાર હોય કે દેખીતી રીતે પગભર હોય તો તેને અનામત મેળવી ના જોઈએ,માત્ર જરૂરિયાતમંદ મહિલાઓને અનામત મેળવી જોઈએ.આ દલીલ અનામતના ખ્યાલથી વિપરીત છે.પુરુષપ્રધાન વ્યવસ્થામાં દરેક સ્ત્રી શોષણમાટેનું સોફ્ટટાર્ગેટ બની શકે છે,ભલે ને તે સોનિયા ગાંધી કે સાનિયા મિર્ઝા પણ કેમ ના હોય.તાજેતરમાં બંગાળમાં BJP પ્રમુખે મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઉદેશીને કહ્યું કે તેના વાળ ખેંચી બહાર નીકળીશ.દેખીતી રીતે તે રાજકીય ચડસાચડસી અને કદાચ આવેશમાં કરેલ કમેન્ટ હતી, પણ "વાળ ખેંચીશ" તે લિંગવાદી શબ્દો હતા.એટલે કે પુરુષપ્રધાન સમાજમાં દરેક સ્ત્રીનું શારીરિક-માનસિક-જાતીય શોષણ થવાની સંભાવના રહેલી છે.આવી પરિસ્થિતિઓમાં મહિલાઓનું લોકશાહીતંત્રમાં પ્રતિનિધિત્વ જોખમાય છે.જેથી મહિલાઓને અનામત મેળવી જોઈએ.સામો તર્ક એવો આવી શકે કે જો પુરુષો સ્ત્રીઓને આગળ આવતા કે સમકક્ષ બનતા દેખી ના શકતા હોય તો ઇરાદાપૂર્વક સ્ત્રીને હેરાન કરેશે જેથી સ્ત્રી ફરજીયાત રાજીનામુ આપવા મજબુર થઇ શકે.પુરુષોના આવા ષડયંત્રો ઉપર પણ અનામત ભારે પડે છે,કારણ કે ખાલી થયેલ પદ ઉપર મહિલા જ આવી શકશે.

અનામતને ગરીબી,બેરોજગારી,સમાજસુધારા વગેરે સાથે નિસ્બત નથી.અનામતનો હેતુ સ્પષ્ટ રીતે તકોની સમાનતાનો હોવો રહ્યો,તેમાં આર્થિક કે અસુવિધાઓ જેવા પાસાઓ ભેળવી ના શકાય.રંગભેદ,લિંગવાદ,જાતિવાદ,લઘુમતી વગેરે સમસ્યાઓ અને ગરીબી,મોંઘવારી,બેરોજગારી,જીવનધોરણ વગેરે સમસ્યા અલગ-અલગ છે.અનામત એ પ્રથમ દર્શાવેલ સમસ્યાઓ માટે નો ઉપાય છે, પછીની સમસ્યા માટે પણ જો અનામત લાગુ કરીયે તો અનામતનો મૂળ ખ્યાલ મરોડાય છે,કારણ કે ગરીબી-બેરોજગારી જેવી બાબતોમાં અનામતપ્રથા કામચલાઉ ધોરણે મદદરૂપ બની શકે.વળી માપદંડો રચવામાં ખામીઓ રહેવાની જ. આવી ખામીઓ સ્ત્રી અને દલીલ અનામતમાં જોવા ના મળે. કારણ કે તે સમસ્યાઓના ઉપાયરૂપે અનામત બંધબેસે છે. જેમ કે ગ્રામીણ કે શેહરી મહિલાનું સંભવિત શોષણ થઇ શકે છે,પણ ગરીબીની બાબતમાં મર્યાદા નક્કી કેવી રીતે કરવી? ઉદાહરણ તરીકે,જો કોઈ ગરીબ અનામતને લીધે સરકારી નોકરી મેળવી આર્થિક સદ્ધર થાય તો પછી પોતાની અનામત સીટ તેને ખાલી કરવી પડે.શું સરકાર તેવા વર્ગને ફરજીયાત નિવૃત્તિ આપશે? બીજા શબ્દોમાં ગરીબોને જો અનામત મળે તો ટેક્નિકલ ફોલ્ટર્સ રહેવાના.


હવે SC -ST અનામત ઉપર જઈએ;

કાંચા ઈલૈયાહના કેટલાક લેખો વાંચ્યા છે.તેઓ જાતિવાદ અને લિંગવાદને એક ચિત્રમાં રંગી અસરકારક રીતે મુદ્દાઓ રજુ કરી શકે છે.એટલે કે જે મૂળભાવના લિંગવાદને લાગુ પડે છે તે જ જાતિવાદ-દલિત સમસ્યાઓને લાગુ પડે છે.SC -ST અનામતને દલિત ઉત્થાન કે સમાજ-જીવનધોરણ સુધારણા સાથે સંબંધ નથી.મહિલા અનામતની જેમ તે પણ તકોની સમાનતા દર્શાવે છે.જેવી રીતે પુરુષપ્રધાન તંત્રમાં કોઈ પણ મહિલાનું શોષણ થઇ શકે છે તેવી રીતે જાતિવાદી ધર્મ-સમાજમાં કોઈ પણ દલિત પ્રત્યે ભેદભાવ-અન્યાય થઇ શકે છે.

SC -ST અનામતને આર્થિકતાના ત્રાજવે તોળવી એ મુર્ખામી છે.જો દરેક દલિત મુકેશ અંબાણી જેટલા પૈસાદાર બને તેમ છતાં પણ તે દલિત અનામતના મૂળ ખ્યાલને ડગમગવા સક્ષમ નથી.બહુધા હિંદુઓમાં જાતિવાદ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે છુપાયેલો હોય છે.જેવી રીતે દરેક મહિલા ઘરેલુ હિંસા-બળાત્કાર વગેરેનો ભોગ બની શકે તેવી સંભાવના હોય છે ;તેવી રીતે દરેક દલિત ભેદભાવ-અન્યાયનો ભોગ બનવાનો સંભવિત શિકાર છે.આર્થિક સ્થિતિ(ગરીબી)ને તે બાબત લાગુ પડતી નથી.અને છતાં લાગુ પડતી પણ હોય તો તે પરપેક્ટયુઅલ હોતી નથી,વળી ધનવાનો ગરીબોનું પ્રત્યક્ષ શોષણ કરી શકે,પણ ભેદભાવ નહિ. બીજો તર્ક આપું તો ગરીબો ધનવાન બની શકે છે, પણ મહિલાઓ પુરુષ કે દલિતો બ્રાહ્મણ બની શકતા નથી.લિંગવાદ-જાતિવાદ એ આજીવન પાસું છે,ગરીબાઈને તબક્કાવાર દૂર કરી શકાય છે.મને દૂર દૂર સુધી જાતિવાદ અને લિંગવાદ દૂર થતા દેખાતા નથી.

આ દ્રષ્ટિએ વ્યંડળોને પણ અનામત મેળવી જોઈએ.એટલે એવી ગેરસમજ નીકળી નાખવી કે દલિત વર્ગ કે મહિલાઓ કંગાળ-બિચારા બાપડા-દેખીતી રીતે હલકું કામ કરતો વર્ગ હોય અને તે વર્ગોના જીવનધોરણમાં સુધારો થાય તે ઉદ્દેશ્યથી અનામત આપવામાં આવી હશે.અનામત મળે છે કારણ કે સમકાલીન વાતાવરણમાં તેમના પ્રતિનિધિત્વને નુકસાન થાય છે.મહિલા અનામતની જેમ અહીં પણ જો કોઈ ઉચ્ચ જ્ઞાતિની વ્યક્તિ કાવાદાવાઓથી દલિતનું પદ પચાવવાની કોશિશ કરે છતાં પણ તે વ્યક્તિ અનામતને લીધે સફળ થતો નથી,કારણ કે ખાલી રહેલ પદ ઉપર ફરીથી દલિત જ આવશે.આ હકીકત સારી પેઠે જાણતા કોંગ્રેસે પોતાના શાસન દરમ્યાન સિફતપૂર્વક SC -STની ફાળવણી રિક્ત રહેવા દીધી.

સવર્ણોની દલીલ હોય છે કે ૭૦ વર્ષે પણ અનામતથી કોઈ ફરક જોવા નથી મળ્યો,જેથી અનામત નિષ્ફળ રહી છે.પણ અનામતની સફળતાનો માપદંડ પ્રતિનિધિત્વ છે,વર્ગની સદ્ધરતા કે વિકાસ નથી.જે તે તકોની સમાનતાના રૂપે સાર્થક થાય છે.દેશના દરેક દલિતો કે મહિલાઓ દેશનું સર્વોચ્ય પદ ભોગવતા હોય છતાં પણ તેમને આરક્ષિત કરવા જરૂરી છે,કારણ કે વાતાવરણ લિંગવાદી-જાતિવાદી છે.એક ઉદાહરણ આપું તો જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ તંદુરસ્ત હોય પણ જો તેને વિપિરીત વાતાવરણ જેમ કે ચાંદ ઉપર જવું હોય તો તેને ઓક્સિજનની જરૂર પડે,આ ઓકક્સિઝન એ પૃથ્વી અને ચાંદ વચ્ચે સમાન તક સર્જે છે, અને આ ઓક્સસીજન આપવાનું એક માધ્યમ અનામત છે.

એક તાર્કિક દલીલ આવે છે કે બધા સવર્ણ-પુરુષ ભેદભાવ-શોષણ કરતા નથી. સહમત,પણ બહુધા દલિતો-મહિલાઓ ભોગ કેમ બને છે?(સરકારી આંકડાઓ કરતા વાસ્તવિક આંકડાઓ કમ સે કમ ૧૦ ગણા વધુ હશે.)મારી ધારણા મુજબ જયારે સમાજ કે દેશની મુખ્યધારામાં દલિતો કે મહિલાઓ પ્રવેશે છે ત્યારે ૧૦૦ માંથી ૯૯ દલિત અને ૧૦૦ માંથી ૧૦૦ મહિલા પોતાના જીવનકાળ દરમ્યાન ઓછામાં ઓછા એક વાર તો જાતિવાદ-લિંગવાદનો ભોગ બનતા હશે. જરા કોઈ દલિતની માનસિક હાલત વિષે વિચારો જયારે તે કોઈ ઉંચા હોદ્દા ઉપર હોવા છતાં તેમને પૂછવામાં આવે છે કે "તમે કેવા?" સવર્ણો,ઓબીસી કે "સવર્ણ" દલિત માટે આવા સવાલ પૂછવા સહજ છે,જયારે દલિત માટે તેનો જવાબ આપવો.................કોઈ સવર્ણ મહસૂસ કરી ના શકે. ઉપરાંત ,સ્ત્રીઓના માનસ ઉપર પુરષવ્યવસ્થાએ એટલી હદે બ્રેઇનવોશિંગ કર્યું છે કે સરેરાશ મહિલા સ્ત્રી ઉપર કરવામાં આવતી સેક્સિસ્ટ કમેન્ટ-જોક્સ-ગાળને એટલી સહજતાથી સ્વીકારે છે જાણે કે તે શ્વાસ લેતા હોય!(કમેન્ટ્સમાં ભદ્દી કમેન્ટ્સથી લઈને હોમમિનિસ્ટર જેવા સુફિયાણી કમેન્ટ આવી જાય.)

નોટ ફિનિશદ યેટ.....

- રુશાંગ બોરીસા


No comments:

Post a Comment