સમાજ માં હંમેશા દીકરી ની સરખામણી એ વહુ ની અવગણના થાય છે...
અત્યારે લોકો એમ કહેતા થયા છે કે અમે તો વહુ ને દીકરી ની જેમ જ રાખીયે છીએ... બન્ને માં કોઈજ ભેદભાવ નથી...
આવું કહેવાવાળા મોટા ભાગના લોકો એ ખરેખર આત્મમંથન કરી લેવાની જરૂર છે...
જે દિવસે લોકો દીકરી અને વહુ માં ફર્ક નહિ રાખે.. એ જ દિવસે એમનું ઘર જ સ્વર્ગ થઈ જશે... અને ઘર ના અને સમાજ માં પ્રગતિ ના દ્વાર ખુલી જશે..
લોકો કહે છે કે આ આધુનિક સમય માં થોડો બદલાવ આયો છે.. પણ સંપૂર્ણપણે નહિ...
એવું ભણતર પણ નકામું છે જે તમને સમાજ ના રિવાજો અને કુરિવાજો માં ફર્ક ના બતાવે...
જ્યાં સ્ત્રી ને પોતાના અસ્તિત્વ ની જગ્યા એ એક નોકરાણી તરીકે જોવામાં આવે એ ઘર કદી પ્રગતિ કરી જ ના શકે.. ના એમને જીવતા જીવ સ્વર્ગ મળે કે મર્યા પછી પણ...
લોકો નો સૌથી મોટો ડર કે સમાજ શુ કહેશે??? પણ જે લોકો આ ડર ને નીકાળી ને જીવી ગયા એ ભાવોભવ તરી ગયા.... એમને કોઈ દેવી દેવતા ની જાત્રા એ જવાની જરૂર નથી...
જેમના ઘર માં સારી વહુ અનેે સારી દીકરી છે.. જે લોકો એના મહત્વ ને , એમના અસ્તિત્વ ને સ્વીકારે છે... તેઓને કોઈ લક્ષ્મી દેવી ની પૂજા કરવાની જરૂર જ નથી... એમની પ્રગતિ કોઈ કાળે રોકાઈ જ ના શકે...
તમારી આજુ બાજુ ક્યાંય એવું ઘર હોય કે જ્યાં આવો દીકરી કે વહુ નો ભેદભાવ ના થતો હોય... એ ઘર ઉપર તમે સમાજ ના કુરિવાજો છોડી , ઈર્ષ્યા કર્યા વગર એની શાંતિ અને પ્રગતિ ને સમજો... તમે આત્મમંથન કરજો.. સમજાઈ જશે કે આપડી ભૂલ ક્યાં છે... અને પ્રગતિ કઇ રીતે કરાય...... !!
લિ.
વંદના ચાવડા જાદવ
Facebook Post :-
No comments:
Post a Comment