May 04, 2017

આંબેડકર જયંતિ ની ઉજવણી અને સવર્ણ માનસિકતા : વંદના ચાવડા જાદવ

ગયા મહીને બાબા સાહેબ આંબેડકર જયંતિ આખા દેશ માં ધામ ધૂમ  થી ઉજવાઈ.... પણ ફક્ત દલિતો અને રાજકારણીઓ દ્વારા....

 તો શું આંબેડકર  ફક્ત દલિતો ના જ નેતા હતા???

મને રોજ વોટ્સ એપ કરતા મારા સ્વર્ણ મિત્રો માંથી કોઈએ પણ આંબેડકર જયંતિ માટે મેસેજ નથી કર્યો... ભૂલ એમની છે જ નહીં... ભૂલ છે, આપણાં શિક્ષણ ની, સમાજની  અને રાજકારણીઓની...

શિક્ષણ માં આંબેડકર વિશે ભણવામાં આવતું જ નથી... તો એમને ખબર ક્યાંથી હોય કે સવર્ણ લોકો માટે પણ આંબેડકર જી એ કેટલું કર્યું છે... કે ના ઘર માંથી કોઈ શિક્ષણ આપે છે... જાતિવાદ ના મૂળ રાજકારણીઓ અને ઘર થી જ શરૂઆત થાય છે..  સ્વર્ણ જાતિ ના સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પણ લોકો પૂરું નથી જાણતા તો આંબેડકર વિશે ક્યાંથી જાણે????

જાતિવાદ જ આરક્ષણ નું મૂળ છે..... જાતિવાદ હટાવો તો આરક્ષણ એની જાતે જ ખતમ થઈ જાય છે...

બંધારણ માં હિન્દૂ કોડ બિલ છે, જેનાથી દલિત ની સાથે સવર્ણ મહિલાઓ ને પણ અધિકાર આપવામાં આવ્યા કે લેંગિક ભેદભાવ ને આધારે શોષણ ના થાય... મતલબ પુરુષ અને મહિલા સમાન... પછી એ સવર્ણ પુરુષ કે દલિત પુરુષ હોય કે સવર્ણ મહિલા કે દલિત મહિલા હોય... બધા જ સમાન.....

સમાન કામ, સમાન વેતન, પોતાની ઈચ્છા મુજબ જીવવાની સ્વતંત્રતા, શોષણ સામે અવાજ ઉઠાવાની સ્વતંત્રતા... અને બીજું ઘણું બધું....

દલિતો ની સાથે સાથે સવર્ણ મહિલાઓ ની સ્થિતિ પણ ખરાબ હતી.. પણ એમને બંધારણ માં કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ નથી કર્યો.....

સ્વર્ણ પુરુષો ને પણ શોષણ સામે ના અધિકારો આપ્યા છે...
8 કલાક ની નોકરી, શનિ, રવિ રજા... પી.એફ, ગ્રેજ્યુએટી, હેલ્થ વીમો , વગેરે... બંધારણ માં આંબેડકરે સ્વર્ણ પુરુષો સાથે પણ અન્યાય નથી કર્યો....

રાજકારણીઓ એ પોતાના સ્વાર્થ ના લીધે લોકો ના મન માં એવી છાપ ઘુસાડી દીધી છે કે આંબેડકર એટલે માત્ર દલિત ના નેતા.... પણ શુ આ સત્ય છે??

સરકાર પણ ભેદભાવ કરે છે... ભલે દેખાડો કરતા હોય... એ પણ અંગ્રેજો ની જેમ ભાગલા પાડો અને રાજ કરો... એ જ કરી રહયા છે.... હિન્દૂ - મુસ્લિમ , દલિત - બ્રાહ્મણ... જાતિવાદ અને રાષ્ટ્રવાદ ના નામે લોકો ને ખોટી દિશા માં લઇ જાય છે... અહીં મૂળ મુદ્દો ગરીબી, બેકારી, મોંઘવારી, શિક્ષણ આ બધા માંથી ધ્યાન ભટકાવે છે... પણ લોકો પોતાની બુદ્ધિ નો ઉપયોગ નથી કરતા....

એ સમયે યુ ટ્યૂબ પર નેશનલ દસ્તક ચેનલ જોઈ.. ફક્ત આ જ ચેનલે સંસદ માર્ગ પર દર વર્ષે આંબેડકર જયંતિ પર જે મેળો ભરાય છે, એ બતાવ્યું... એમાં બધા દલિતો જ હતા.... આખા દેશ માંથી લોકો ત્યાં આવે છે.....

સરકાર નો ભેદભાવ જોઈએ તો ..... સંસદ માં વીજળી નહોતી... પાણી ની સુવિધા નહોતી... પાણી સાથે લઈ પણ જવા દેતા નહોતા... જે પ્રોગ્રામ પહેલા 2 વાગ્યા સુધી ચાલતો તો એને 11 વાગ્યે જ બંધ કરી દેવામાં આવ્યો.... પોલીસ ચેકીંગ માં બહુ વાર લગાડતી હતી... અને કોઈ વિરોધ કરે તો એને અપશબ્દો બોલવામાં આવતા તા.... તમે આઈ કાર્ડ બતાવો કે આતંકવાદી તો નથી??? કોઈ મીડિયા માં આ પ્રોગ્રામ બતાવામાં ના આવ્યો.... બધા બસ યોગી ને મોદી માં લાગેલા હતા....

ચેનલ ના રિપોર્ટર સ્વર્ણ લોકો ને અહીં શોધતા હતા... ફક્ત 2 જ છોકરીઓ સ્વર્ણ મળી.. જે ચંદીગઢ થી આંબેડકર ના દર્શન માટે આવી હતી... એમને કહ્યુ કે એમના માતા પિતા નહોતા આવા દેતા પણ એમને સમજાયા એટલે એ અહીં આવી શક્યા...

એ છોકરીઓ એ કહ્યું કે , " અમને કૉલેજ ના છેલ્લા વર્ષ માં ભણવામાં આયુ, " હિન્દૂ કોડ બિલ" ... કે આંબેડકરજી એ અમારી સ્વર્ણ મહિલાઓ માટે કેટલું બલિદાન આપ્યું છે... જ્યોતિરાવ ફૂલે એ એમની પત્ની સાવિત્રી બાઈ ફૂલે ને ભણાઈ ને ટીચર બનાવ્યા....  જો દલિત પુરુષ મહિલાઓ માટે આટલું કરતા હતા , ત્યારે સવર્ણ પુરુષ શુ બંગડીઓ પહેરીને બેઠા હતા????

શિક્ષણ થી લોકો ની માનસિકતા બદલાઈ છે.. પરંતુ....
ભણેલા ઘણેલા પણ અભણ થી પણ ખરાબ વિચારોવાળા "માનસિક ગુલામો" ને શુ કહેવા?

દેશ બદલવો હોય તો પહેલા પોતાના વિચારો બદલો, મહા પુરુષો ને વાંચો... આંબેડકરજી, ગાંધીજી, સરદાર વલ્લભભાઈજી, જ્યોતિબા ફૂલે, સવિત્રીમાઈ ફૂલે, સુભાસચંદ્ર બોઝ, ભગત સિંહ.... વગેરે....પછી વિચારજો કે આ બધા માં ખાસિયત શુ હતી કે આપણાં સમાજ માટે બલિદાન કોને આપ્યું ? કે કોઈએ કોઈની સાથે ભેદભાવ તો નથી કર્યો ને...????

અત્યાર ના લોકો ઘેટાં બકરા જેવા છે... પોતાની બુદ્ધિ વાપર્યા વગર બીજા પર દોષ નાખી દે છે... શિક્ષણ મેળવો અને સત્ય સમજો.... અને પોતાનામાં આવેલું પરિવર્તન જોજો...

 આંબેડકર જયંતિ ના દિવસે કોઈક જગ્યા એ ભાજપ અને કૉંગ્રેસ ના આંબેડકર સાથે ના પોસ્ટર હતા એમાંથી ફક્ત ભાજપ અને કૉંગ્રેસ ના નિશાન કે એમના મંત્રીઓ ના  પોસ્ટર ફાડવામાં આવ્યા.  વડોદરા માં દલિત યુવાન ને આંબેડકર ને હાર પેરાવતા અટકાવ્યો અને એને ધક્કો મારવામાં આવ્યો ને એ હોસ્પિટલ માં એડમિટ કરેલો.. પણ એ કોઈ સમાચાર માં છપ્યું નથી...

પણ  સ્વર્ણ મિત્રો, એકવાર આંબેડકર વિશે જરૂર વાંચજો... હોઈ શકે સંસદ માર્ગ માં આંબેડકર ના દર્શન માટે પરિવાર ના વિરોધ ની વચ્ચે ચંદીગઢ થી આવેલી એ 2  સ્વર્ણ છોકરીઓ ની જેમ તમને પણ સત્ય નું ભાન થાય...

જય ભીમ, જય ભારત, જય સંવિધાન....

લિ.
વંદના ચાવડા જાદવ




Watch Video : -  WHY 'SWARNA' NOT PART OF AMBEDKAR JAYANTI



Facebook Post :-

No comments:

Post a Comment