August 26, 2017

આપણે પાખંડ અને અંધશ્રદ્ધા માથી બહાર નીકળીયે

By Dinesh Makwana  || 25 August 2017 at 07:40



હુ અને ઘનશ્યામ ધોરણ ૧થી ૭ સુધી એક જ સ્કુલમા એક જ કલાસમા ભણ્યા. ધો ૮ થી સ્કુલ બદલાઇ. પછી તે ધો ૧૨ સુધી ભણીને પિતાના ધંધામાં પરોવાઇ ગયે. પણ નાનપણ થી જ રામદેવ પીરનો ગાઢ ભક્ત. સાયકલ લઇને ઉમરેઠથી છેક રણુજા જાય. રામદેવપીરનો પાઠ કરે. તેના જેવો શ્રદ્ધાળુ ભક્ત મે જોયો નથી. ધંધો બરાબર ચાલે નહી. તેણે પાર્ટ ટાઇમ પટાવાળા તરીકે સેન્ટ્રલ બેન્કમા નોકરી ચાલુ કરી. બે ત્રણ કલાક નોકરી કરીને ઘેર આવીને બીજું કામ કરે. પણ ભવિષ્ય હજુ અંધકારમય હતું. તેની ભક્તિ ચાલુ જ હતી. તેવામાં સેન્ટ્રલ બેન્કે પાર્ટ ટાઇમ તરીકે કામ કરતા કર્મચારીઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યુ જે સફળ થાય તેને રેગ્યુલર પોસ્ટીગ મળે. સખત મહેનત કરીને આ મારો મિત્ર ઘનશ્યામ પાસ થઇ ગયો. અને ઉમરેઠમાં આપણા ફળિયામાં ભુકંપ આવ્યો. હુ આજેય માનું છુ ઘનશ્યામ સખત મહેનતુ હતો. તેની મહેનત અને લગનથી જ તેને સફળતા મળી હતી. પણ ફળિયામાં એક એવી ભ્રમણા ઉભી થઇ કે રામાપીરના આશિર્વાદ ને કારણે ઘનશ્યામ પાસ થયો. એવું વાવાઝોડું આવ્યુ કે દરેક રામાપીરને માનવા લાગ્યા, ઉપવાસ કરવા લાગ્યા. પણ તેની સાથે સાઇકલ પ્રવાસમાં રણુજા જતા બીજા મિત્રો એટલા બધા આગળ વધી શક્યા નહી તે પણ હકીકત છે. આજેય ઉમરેઠ મા રામાપીરને આપણા લોકો બહુ માને છે. શિક્ષિત પણ મુક્ત નથી.

અજમેર મા મારા ઘરથી માત્ર ૫૦૦ મીટરે અજમેર પુષ્કર હાઇવે પાસ થાય છે. રણુજા જવા માટે રાજસ્થાનના દસ જિલ્લાના લોકો આ રસ્તે પગપાળા જાય છે તેઓ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. બે કિમીના વિસ્તારમાં લગભગ દસ આશ્રય સ્થાનો બનાવ્યા છે. હુ અને મારો મિત્ર ગઇ કાલે રાત્રે દરેક કેમ્પમા ફરીને આવ્યા. એક પણ વ્યકિત ઉજળિયાત કોમની નહી. દરેક સ્ત્રી પુરુષ માત્ર અને માત્ર પછાત જાતિના. રામાપીરને કેમ પેલા લોકો નથી માનતા? કેમ રામાપીરનો ફોટો કોઇ બ્રાહમણ કે વાણિયાના ઘરમા નથી? આપણને ભગવાનો, માતાઓ અને આવા પીરો થોપવામા આવ્યા છે. તેથી માત્ર  આપણે આવા રામાપીરનો આશિર્વાદ મેળવતા રહીયે છે. રામાપીર માત્ર અને માત્ર એક સામાન્ય પુરુષ જ હતા. કોઇ અસાધારણ કામને લીધે કોઇ વ્યકિત પીર કે ભગવાન કેવી રીતે બની શકે તે મને સમજાયુ નથી. માણસ બીજા માણસને કેવી રીતે આશિર્વાદ આપી શકે?  કમ તમારી ક્ષમતામાં તમને વિશ્વાસ નથી? તમે કયુ કામ ખોટું કરો છે કે પુણ્યની જરુર પડે છે. કેમ આપણે બીજાના અજન્ડા પર કામ કરીયે છો? આપણને આવા પાખંડમા વ્યસ્ત રાખવાનું આ કાવતરું છે તે કેમ માનતા નથી? જે ગયું છે તે પાછું નથી આવવાનું પણ જે આવવાનું છે તે કેમ સુધારવા માંગતા નથી? આપણી નવી પેઢીને શુ આપવા માગીયે છે?

છેલ્લે ક્રાંતિકારી સંત કબીરના શબ્દો કહીને વાત પુરી કરુ છુ.
साहब सबका बाप हे बेटा किसीका नही,
बेटा होके अवतरे वो साहिब नाहि.

સાહેબ એટલે ભગવાન. ભગવાન કોઇનો દીકરો હોઇ જ ના શકે, જો દીકરો થઇને જન્મે તે ભગવાન હોઇ જ ના ંશકે.
આપણે પાખંડ અને અંધશ્રદ્ધા માથી બહાર નીકળીયે.
દિનેશ મકવાણા
અજમેર
૨૫/૮/૨૦૧૭ સાંજના ૭.૪૦

નોંધ: ઘનશ્યામ ને આગળ પ્રમોશન મળતું ગયું અને આજે તે હેડ કેશિયર તરીકે કામ કરે છે. બ્રાન્ચ મેનેજર નો ખાસ માનીતો છે.

No comments:

Post a Comment