૯૦ ના દાયકામાં મારી નોકરી અમદાવાદ હતી. તે સમયે રેલવે કર્મચારીઓના બહુ જ પ્રશ્નો હતો. કોઇનુ ઇન્ક્રીમેન્ટ આપ્યું ના હોય, પતિ મૃત્યુ પામ્યો હોય તો પેન્શન મળતું ના હોય, હાજર હોવા છતા સુપરવાઇઝરે ગેરહાજરી બતાવીને પગાર કાપી લીધો હોય. ટીએ પાસ ન થતુ હોય. તમને નવાઇ લાગશે કે હક રજા ને મજુર કરાવવા જે તે ક્લાર્કને લાંચ આપવી પડતી. પોતાના પીએફના પૈસા મંજુર કરાવવા એકાઉન્ટ ના સંબંધિત માણસોને ખુશ કરવા પડતા. વર્ષો સુધી કામ કર્યા પછી TS ના મળે. TS એટલે Temporary Status. આના પછી રેગ્યુલર પોસ્ટીગ મળે. પણ રેલવેમાં સુપરવાઇઝર અને તેથી ઉપરના લોકોનો ખરેખર ત્રાસ છે. આજે પણ ચોથા વર્ગનો કર્મચારી જે પ્રમાણે ભારતીય લોકો અંગ્રેજોને સલામ કરતા હતા તે જ રીતે સલામ આપે છે. રેલવેમાં અંગ્રેજો જ ચાલક અને ગાર્ડ હતા તેથી તેમને પગાર આજે પણ સૌથી વધુ છે. એક નવો ભરતી થયેલો ગુડસ ગાર્ડ જેની ઉંમર ૨૫ ની આસપાસ હોય તે ૬૦૦૦૦ રીપીટ સાંઇઠ હજારની આસપાસ પગાર લેતો હોય છે.
મુળ વાત પર આવુ. તે સમયે નેનપુર, કનીજ, મહેમદાવાદ તાલુકા ના કેટલાય ગામમાંથી SC અને OBC આ રેલવેના ચોથા વર્ગની નોકરી કરતા. તમને નવાઇ લાગશે રેલવેના ચોથા વર્ગના કર્મચારી ના નામ પાછળ કદી અટક લખાતી નથી. રામા મગન, શના ડાહ્યા આ માત્ર બે જ નામથી ઓળખાતા. પગાર ઓછો, જવાબદારી વધુ, સુપરવાઇઝર નો ત્રાસ, શિક્ષણ નામ પુરતુ. કોણ તેમનુ સાંભળે. રેલવેના યુનિયનો આર્થિક રીતે બહુ મજબુત પણ કર્મચારી ની સમસ્યા માટે બહુ રસ ના લે. તે સમયમાં આ એન એમ વ્યાસ સાહેબ દર રવિવારે પોતાના ઘેર દરબાર ભરે. જેની જે પણ સમસ્યા હોય તેનો પત્ર જાતે ટાઇપ કરે અને સહી લઇ લે. પછી જે તે ખાતામા જઇને સમજાવે, મારી પાસે કેટલીય ફરિયાદો લઇને આવે. સંબંધિત ખાતાને લખીને દરેકની સમસ્યા હલ કરાવે. એક દિવસ હુ જાતે રવિવારે તેમના ઘેર નેનપુર ગયો હતો. કેટલાય કર્મચારીઓ ત્યાં બેસીને પોતાની સમસ્યા સંભળાવે. વ્યાસ સાહેબ પોતે રેલવેમાંથી નિવૃત થયેલા હતા અને રાજસ્થાન ના હતા પણ તેમને આ પછાત વર્ગના લોકોની સમસ્યા ઉકેલવામાં બહુ રસ. પોતાના કાગળ, પોતાનું ટાઇપ રાઇટર, પોતાની મહેનત કરીને આ વ્યાસ સાહેબ SC, OBC લોકોની સમસ્યા ઉકેલે. નવી પેઢી બ્રાહ્મણોનો ભયંકર વિરોધ કરી રહી છે. કોઇ પણ જાતિનો આખો સમુહ ક્યારેય ખરાબ ના હોઇ શકે. કેટલાકે નકામા કામ કર્યા છે પણ તેના માટે નિર્દોષ ને સજા ના અપાય. મારી પેઢીના અને મારાથી દસ વર્ષ મોટા તમામને બ્રાહ્મણોએ મદદ કરી છે.
વ્યાસ સાહેબને સલામ.
બુદ્ધ એ કહેલી વાત કહીને વાત પુરી કરુ.
"હુ માત્ર તમને રસ્તો બતાવી શકુ,
તમારા મુકિતદાતા તમે પોતે જ છો."
દિનેશ મકવાણા
૨૬/૮/૨૦૧૭ સવારે ૭.૧૦
નડીયાદ
No comments:
Post a Comment