May 06, 2017

WHO COULD BE MY/OUR GOOD FRIEND ??

HAPPY FRIENDSHIP DAY..!!!


પોસ્ટનું ટાઇટલ વાંચીને એમ ના સમજવું કે આ પોસ્ટ ગયા વર્ષની છે અથવા તો એડવાન્સમાં આ પોસ્ટનો લેખકડો (કાચો-પાકો) હરખઘેલછા માં આવી ગયો છે.

ના એવું જરા પણ નથી, મને ખબર જ છે કે નવી રીત-રસમ મુજબ એક દિવસીય ફ્રેન્ડશીપ ડેની શુભકામના ક્યારે આપવાની હોય. સોશ્યલ મીડીયાનો પ્રસાર થતા કોઇની પણ સાથે મૈત્રી કરવી કે મૈત્રી બાબતે પુછવાનું સાહસ પણ સરળ  થઇ ગયું છે.  સાથો સાથ સોશ્યલ મીડીયામાં પર મીત્રતા કરવાના માનાંકો પણ બદલાય ગયા છે. આમ તો મીત્રતાના કોઇ માનાંકો ના હોય,બસ મન મળી જાય એટલે મીત્રતા થઇ જાય.

વર્ષ 2011 સુધી મારે પણ મીત્રતા માટેના કોઇ માનાંકો ન હતા, પણ વર્ષ 2011થી સામાજીક જીવનમાં પરીવર્તન (transformation) આવ્યું છે, માટે જ આ પરીવર્તનને અનુરૂપ નવી કોઇ પણ મીત્રતા માટે મેં  પણ પ્રાથમિક માપદંડો બદલી નાખ્યા છે. જો કે જે ઓલરેડી દિલના જગ્યામાં પ્લોટ બુક કરી આશીયા બનાવી લીધા છે તેવા ગીરનારી મીત્રોને મારા નવા માનાંકો લાગું નથી પડતા કે પાડી નથી શકતો(કારણ, ખબર નથી). પણ અપેક્ષા રહેશે કે જુના,નવા અને ભવિષ્યના તમામ મીત્રો, મારા સામાજિક પરીવર્તન બાદના માનાંકો પર ખરા ઉતરવા પ્રયત્નશીલ બની રહેશે.

કોણ મારા સાચા અને સારા મીત્ર થઈ  શકે  ???

1) શુ તમે દરેક ધર્મ અને જ્ઞાતિના માણસને સમાન રીતે વર્તો છો અને ફક્ત માનવી ગણો છો? 
2) શું તમને કાયદા અન્વયે ચાલતુ શાસન પસંદ  છે?
3) શું તમને લોકશાહી પસંદ છે? 
4) શું તમને અંધશ્રધ્ધાથી નફરત છે અને વિજ્ઞાનના ચાહક છો ??
5) શું તમને વ્યક્તિ સ્વાતંત્ર પસંદ છે? 
6) શું તમે બિનસાંપ્રદાયીક છો ?
7) શું તમે સર્વને સાથે સમાન ન્યાય થાય તે પસંદ છે ?
8) શું તમને, સ્ત્રીઓને તમામ  ક્ષેત્રમાં સમાનતા મળે એ વાત પસંદ છે ?
9) શું તમને બધાના સમાન વિકાસમાં રસ છે ?
10) શું તમે સગાવાદ ના પસંદ છે ?
11) શું તમને નૈતિકતા અને નીતીમત્તા પસંદ છે ? 
12) શું તમે પ્રેમ લગ્ન અને આંતર જ્ઞાતિ/ધર્મ લગ્નના સર્મથક છો ? 
13) શું તમેને કોઈ પણ પૂર્વગ્રહ વગર થતી મૂક્ત ચર્ચા/વાર્તાલાપ પસંદ છે ?
14) શું તમને નાયકોની પૂજા/ભક્તિ ના પસંદ છે ?
15) શું તમે બંધારણને સંન્માન આપો છો ? 
16) શું તમને કોઇ પોતાની જ્ઞાતિ કે પેટા-જ્ઞાતીનું અકારણ/સકારણ ગૌરવ લેય તે વાત ના પસંદ છે ?

જો, ઉપરોક્ત સવાલોના જવાબ "હા" હોય તો આપણે બંને ખુબ સારા અને સાચા મીત્ર બનીશું અને ટકી પણ રહેશુ.....

-- રાહુલ વાઘેલા (સુરેન્દ્રનગર).











No comments:

Post a Comment