ઘણાં દોસ્તો ચિંતા વ્યક્ત કરે છે. શોષિતો-પિડીતોનું આંદોલન તૂટી જશે તો?? નાની નાની ઘટનાઓ-અફવાઓ તેમને વિચલીત કરી મુકે છે. આંદોલન નિષ્ફળ જશે તો??
હું તેમને કહું છું..તૂટી જશે તો ફરી ઉભું થઇ જશે..મને સ્હેજ પણ ચિંતા નથી. જે લોકો જાગી ગયાં છે તે ફરી ક્યારેય સુવાના નથી. તમે તૂટી ન જશો દોસ્તો! એક આંદોલન નિષ્ફળ જવાથી, એક બળવાને દબાવી દેવાથી ક્રાંતિ ક્યારેય મરતી નથી. ક્રાંતિ ચિરયૌવના છે. ક્રાંતિ એક સતત ચાલતી પ્રક્રિયા છે. તે ફરીથી તેનો મનમીત ખોળી લેશે. પોતાને અજવાળતો નવો સિતારો શોધી લેશે. ઝળહળતાં રહેવું ક્રાંતિની સદીઓ પૂરાણી આદત છે..શોષિતોની, વંચિતોની ક્રાંતિ એક સમયે તેનો રૈદાસ, તેનો જ્યોતિબા, તેનો આંબેડકર, તેનો પેરિયાર, તેનો કાંશીરામ, શોધી જ લેશે..
તમે જગતની તમામ ક્રાંતિનો અભ્યાસ કરી લો! ક્રાંતિ જ્યારે વરમાળા લઇ નિકળે છે તો તેને બ્રુનો, ગેલિલિયો, જ્યોર્જ ડાટન, નેપોલિયન, લેનીન, કાર્લ માર્કસ, માઓ, જિચિરો, લિંકન, પોલ રીવીરે, સેમ્યુઅલ એડમ્સ, એન્ટોનીઓ ગ્રામ્શી, માર્ટીન લ્યુથર, ચે ગુવેરા, તિલકા માંઝી, બિરસા મુંડા, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ..જેવા કેટલાંય નવલોહિયા મળી આવે છે. જે તેના માટે મરી ફિટશે!
ક્રાંતિ અમર છે દોસ્તો! તમારી રગોમાં વહેતી રહેવાની!
-વિજય મકવાણા
Facebook Post :-
No comments:
Post a Comment