May 06, 2017

સામાજીક ભાગીદારીથી જ ઉંચા લક્ષ્યાંકો હાંસલ કરી શકાય છે : વિજય મકવાણા

રજનીકાંતની 'કબાલી' ફિલ્મ અત્યારે ચર્ચામાં છે. કબાલીની આખી ટીમ દલિત કલાકાર-કસબીઓથી ભરેલી છે. તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ અભિનવ પ્રયોગ થયો. કબાલી સપ્તાહના અંતે 500 કરોડના બીઝનેસનો ટારગેટ પૂરો કરશે. તમિલ ઇન્ડસ્ટ્રીનો આ અભિનવ પ્રયોગ વખાણવા લાયક છે. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાતિવાદ એ નવાઇની વાત નથી. જાતિ જોઇને ઓડીશન લેવાવાળા, જાતિગત સિફારિશ કરવાવાળાનો તૂટો નથી. ભારતમાં સરકાર ક્યારેય પ્રાઇવેટ સેક્ટરમાં રહેલાં જાતિવાદ, સામાજીક ભેદભાવનો સર્વે નથી કરાવતી. કારણ કે, સરકારી સંસ્થાઓ-વિભાગોમાં જ રોજગારલક્ષી પ્રતિનિધિત્વની જોગવાઇ છે. અને તે વિભાગોમાં પણ ભેદભાવનો સર્વે કરાવવામાં જાતિવાદી પ્રશાસન લાપરવાહ છે.
અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં રંગભેદ સામે અમેરિકન સરકારે ખૂબજ અસરકારક પગલાં લીધેલાં છે. ત્યાં ડાઇવર્સીટી પ્રોગ્રામ મુજબ કાળાલોકોને સરકારી-ખાનગી તમામ એકમોમાં કાળાલોકોને ત્રીસ ટકા પ્રતિનિધિત્વની જોગવાઇ આપેલી છે. વચ્ચે એક પોસ્ટમાં મેં ઉદાહરણ આપેલું કે, અમેરિકન સરકાર એક હાઇવે બનાવે તો તે હાઇવેમાં 30% હિસ્સો કાળો કોન્ટ્રાક્ટર બનાવે, તેમાં વપરાતું 30% મટિરિયલ કાળા વેચાણકારો પાસેથી ખરીદે. ખાનગી કોઇપણ કંપની હોય નક્કી કરેલી ટકાવારી મુજબ કાળાલોકોને રોજગાર આપે. વધુમાં રોજગાર આપે તેની જવાબદારી કે તમે રંગભેદ નથી રાખતા તેનો રિપોર્ટ તૈયાર કરી સરકારના કાળાલોકો સબંધિત ખાતાને દર બે વર્ષે કાળાલોકોના કમિશનની મહોર મરાવી આપે. આ જોગવાઇઓનું ચુસ્તપણે પાલન થાય છે. અહીંના સવર્ણ ભારતીયો પણ ત્યાં રેસિયલ ડિસ્ક્રિમિનેશનનો ભોગ ન બને એટલે તેમને આ પ્રતિનિધિત્વની જોગવાઇઓનો લાભ આપવામાં આવે છે.
અમેરિકાની વિશ્વવિખ્યાત હોલીવુડ ફિલ્મ સંસ્થામાં ડાઇવર્સીટી પ્રોગ્રામ મુજબ ફિલ્મના નિર્માતાઓ, દિગ્દર્શકો,ક્રુ મેમ્બરો,કલાકારો, સહકલાકારો, કામદારો રાખવામાં આવે છે. કેટલાંક સ્વાર્થી લોકો એસસી.એસટી.ઓબીસીના આરક્ષણને દેશની બદહાલીનું કારણ માને છે. તે હોલીવુડની અબજો ડોલરનો વકરો કરતી ફિલ્મો જુએ છે પણ તેઓ સામાજીક ભાગીદારીથી કેવા સુંદર પરિણામો પ્રાપ્ત થાય છે તેનાથી અજાણ છે. અહીં વર્ષ 2015ના હોલીવુડ ડાઇવર્સિટી રિપોર્ટના સ્ક્રિનશોટ તેમની જાણ ખાતર મુકી રહ્યો છું. (Click For Full Report)
હું કાયમ કહું છું પોતાના દેશના શોષિત/પિડિત નાગરિકોની સુરક્ષા, રોજગાર, શિક્ષણની, વસ્તીના અનુપાતમાં પ્રતિનિધિત્વ આપવાની જવાબદારી દરેક લોકશાહી દેશની ચૂંટાયેલી સરકારની રહે છે. ભારત પોતાના દેશના શોષિત/પીડીત નાગરિકો પ્રત્યે બેજવાબદાર દેશ છે. વિશ્વમાં સૌથી વધું  80% રેસિયલ ડિસ્ક્રિમિનેશન રેશિયો ધરાવતો દેશ ભારત છે. અને આ સ્વાર્થી લોકોનો દેશ વિશ્વની મહાસત્તા બનવાનું સ્વપ્ન જુએ છે..! તેમાં વસતા જાતિવાદીઓને એ સમજ નથી કે, સામાજીક ભાગીદારીથી જ ઉંચા લક્ષ્યાંકો હાંસલ કરી શકાય છે.
-વિજય મકવાણા














Facebook Post :-

No comments:

Post a Comment