May 06, 2017

બાબાસાહેબ ખરા અર્થમાં 'રોડરોલર' હતાં : વિજય મકવાણા

ઘરની પાછળ 3500 ચો.વાર નો કોમન પ્લોટ સાફ કરાવવાનો છે. જોયું કે, ઘણાં ખાડા છે. ઘણાં ટેકરા છે. જરાય સમતળ નથી. અમે એક કોન્ટ્રાક્ટરને બોલાવ્યો. પ્લોટ સમતળ કરવા કહ્યું. તમે યોગ્ય રીત બતાવો. તેણે કહ્યું બે રીત છે.
1) જેસીબી મંગાવો જેટલાં ટેકરા છે. તેને સુપડીથી તોડી નાખો. ટેકરાની માટી ખાડામાં જશે પ્લોટ સમતળ થઇ જશે. મેં કહ્યું તેમાં ફાયદો કે ગેરફાયદો? તો કહે ગેરફાયદો સોસાયટીની જમીનથી પ્લોટનું તળ નીચું જશે. વરસાદમાં પાણી ભરાશે. ગંદકી થશે. મેં કહ્યું બીજી રીત?
2) બીજી રીત થોડી ખર્ચાળ છે. 50-60 ટ્રેક્ટર માટી નખાવી દો. જેટલાં ખાડા છે તેટલાં ભરી દો અને ઉપર રોડરોલર ફેરવી દ્યો.

બીજી રીત એક્ઝેટલી સંવિધાન મુજબની છે! ટેકરાના અસ્તિત્વને વાંધો ન આવે તેમ ખાડાને ટેકરાની બરાબરીમાં લાવી દેવાનો!

બાબાસાહેબ ખરા અર્થમાં 'રોડરોલર' હતાં! જમીન સમતળ થઇ રહી છે.

નાલાયક મનુ જેસીબી-સુપડી વાપરતો હતો! બધું ગંદકી ગંદકી કરી નાખ્યું'તુ!!

-વિજય મકવાણા

















Facebook Post :-

No comments:

Post a Comment